પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં માલદીવના અડ્ડુ શહેરમાં નવા ભારતીય દૂતાવાસ (કૉન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા)ને 2021માં ખોલવાને મંજૂરી આપવામાં આવી હતી.
ભારત અને માલદીવ પ્રાચીન કાળથી પરસ્પર વંશીય, ભાષાકીય, સાંસ્કૃતિક, ધાર્મિક અને વાણિજ્ય સંબંધો ધરાવે છે. ભારત સરકારની ‘પડોશી પહેલો’ની નીતિમાં અને ‘સાગર’ (સિક્યોરિટી એન્નડ ગ્રોથ ફોર ઑલ ઇન ધી રિજિયન)માં માલદીવ અગત્યનું સ્થાન ધરાવે છે.
અડ્ડુ શહેરમાં કૉન્સ્યુલેટ જનરલ શરૂ કરવાથી માલદીવમાં ભારતની રાજદ્વારી હાજરી સુદ્રઢ કરવામાં મદદ મળશે અને હાલના રોકાણના ઇચ્છિત સ્તરને અનુરૂપ બનાવશે.
પ્રધાનમંત્રી શ્રી મોદી અને પ્રમુખ શ્રી સોલિહના નેતૃત્વમાં દ્વિપક્ષી સંબંધોમાં વેગ અને ઊર્જા અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યા છે.
‘સબ જા સાથ, સબ કા વિકાસ’ ની આપણી રાષ્ટ્રીય અગત્યતાને આગળ ધપાવવામાં પણ આ એક આશાવાદી પગલું છે. ભારતની રાજદ્વારી હાજરી સુદ્રઢ બનવાથી અન્ય બાબતોની સાથે ભારતીય કંપનીઓને બજાર પ્રવેશ પૂરો પાડશે અને માલ અને સેવાઓની ભારતીય નિકાસને વેગ મળશે. આપણા ‘આત્મ નિર્ભર ભારત’ના લક્ષ્યને સુસંગત ઘરેલુ ઉત્પાદન વધારવા અને રોજગાર વધારવામાં આની સીધી અસર પડશે.
SD/GP/JD