પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય કેબિનટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (એમડબલ્યુસીડી) અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (બીએમજીએફ) વચ્ચે સહકાર અંગેના સમજૂતીકરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપવામાં આવી છે. આ સમજૂતી બાળ વિકાસની સંકલિત સેવાઓ (આઈસીડીએસ) તેમજ અન્ય સંબંધિત ટેકનિકલ બાબતો માટે રિયલ ટાઈમ મોનિટરિંગ કરવા સક્ષમ ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઈસીટી-આરટીએમ)માં સહકાર માટે કરવામાં આવી છે.
આ સમજૂતીને પગલે,
અ) આઈસીડીએસના આઈસીટી-આરટીએમનું અમલીકરણ કરાશે, જેથી યોગ્ય સેવા પૂરી પાડવાનું સુનિશ્ચિત કરવા માટે સત્તાવાળાઓ સમયસર હસ્તક્ષેપ કરી શકશે.
બ) સંયુક્ત રાષ્ટ્રીય સંચાર અભિયાન હાથ ધરાશે, સંચાર વ્યૂહરચના અને માર્ગદર્શિકા ઘડાશે, સંદેશા વ્યવહારને જરૂરિયાત મુજબના ઢાંચામાં ઢાળવામાં આવશે, બહોળા પાયે પ્રચાર માટે યોજનાઓ ઘડવાની સાથે સાથે પ્રોડક્ટ અને મટિરિયલના સ્થાનિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખવાનો સમાવેશ થાય છે.
ક) પોષણ અંગેના નિષ્ણાતોની ઉચ્ચ કક્ષાની ટેકનિકલ ટીમો દ્વારા ટેકનિકલ મદદ લેવાશે.
આઈએસએસએનઆઈપીના પહેલા તબક્કામાં ભાગ લઈ રહેલાં આઠ રાજ્યોનાં 162 જેટલા ભારે બોજો ધરાવતા જિલ્લાઓમાં એક લાખ આંગણવાડી સેન્ટરો (એડબલ્યુસીઝ) દ્વારા આઈસીટી-આરટીએમ કાર્યરત બનાવાશે. છ વર્ષની વય સુધીનાંબાળકો, સગર્ભાઓ તેમજ ધાત્રી માતાઓને તેનો છેવટનો લાભ મળશે.
સમજૂતી હેઠળ આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના આઠ રાજ્યોનાં 162 જેટલાં સૌથી વધુ કુપોષણ ધરાવતાં જિલ્લાઓને આવરી લેવાશે.
ફાઉન્ડેશન આટલું આપશે :
1) ખાસ કરીને મહિલાઓને ગર્ભાધાન પહેલાં, ગર્ભાધાન દરમિયાન તેમજ જિંદગીનાં પ્રથમ બે વર્ષોમાં પોષણ આપવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ક્ષમતાઓ વધુ મજબૂત કરવા માટે ટેકનિકલ સપોર્ટ
2) યોગ્યતાનાં માપદંડ અનુસારની લાગુ પાડવા યોગ્ય સંસ્થા તેમજ પરસ્પર સહમત હોય તે રીતે નિયમિત ધોરણે ફાઉન્ડેશન અને એમડબલ્યુસીડીને કોમન એપ્લિકેશન સોફ્ટવેર (સીએએસ) ડિઝાઈન કરવા તેમજ વિકસાવવા માટે સહયોગ અને ટેકનિકલ મદદ કરવા તૈયાર સંસ્થાઓને નાણાંકીય મદદ, જેના પગલે આઈસીડીએસની વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા તેમજ ન્યુટ્રિશન ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ (આઈએસએનએનઆઈપી) ઉપરાંત સપોર્ટ સિસ્ટમ માટે રિયલ ટાઈમ મોનિટરિંગ સક્ષમ બનાવતી ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અમલી બનાવી શકાય.
3) એમડબલ્યુસીડીને લક્ષિત વસતી માટે માતૃત્વ તેમજ બાળકના પોષણ અંગેનું સંયુક્ત રાષ્ટ્રીય સંચાર અભિયાન તૈયાર કરવામાં મદદરૂપ બનશે.
આ સમજૂતીને પગલે આઈસીટી-આરટીએમ માટે સીએએસ વિકસાવવા, તાલીમાર્થીઓની તાલીમ તેમજ અન્ય ટેકનિકલ બાબતોમાં મદદ મળશે. આઈસીટી-આરટીએમ અને અન્ય ઘટકો તબક્કાવાર રીતે અમલી બનાવવામાં આવશે. તેમાં પાંચ વર્ષના ગાળા માટે સોફ્ટવેર સપોર્ટ (એલ-થ્રી લેવલ) તેમજ એમડબલ્યુસીડીના તાલીમ-શિક્ષકોની તાલીમ માટે તાલીમ-શિક્ષકોની જોગવાઈ દ્વારા આઈએસએસએનઆઈપી હેઠળનાં રાજ્યોમાં પ્રાથમિકતા ધરાવતાં જિલ્લાઓમાં આઈસીડીઝ માટે આઈસીટી-આરટીએમના સીએએસ અભિયાન શરૂ કરવા માટે મદદની જોગવાઈ પણ છે. એમડબલ્યુસીડીના તાલીમ-શિક્ષકો આંગણવાડીનાં કાર્યકર્તાઓ (એડબલ્યુડબલ્યુઝ) તેમજ સ્થાનિક સુપરવાઈઝરોને આઈસીટી સોલ્યુશન કેવી રીતે વાપરવું અને અપનાવવું તે શીખવવા જવાબદાર રહેશે.
બીએમજીએફ સાથેની સમજૂતીમાં પ્રવેશતા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની કોઈ પણ નાણાંકીય જવાબદારી નહીં હોય. કોમન એપ્લિકેશન સોફ્ટવેર (સીએએસ), બીએમજીએફ દ્વારા તેના ભાગીદારોની મદદથી વિકસાવવામાં આવશે અને મંત્રાલયને તે વિનામૂલ્યે એમડબલ્યુસીડી તેમજ એનઆઈસી સહિતના સોર્સ કોડ સાથે અપાશે. એ જ રીતે, ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવનારા એલ-થ્રી સપોર્ટ, માસ્ટર તાલીમ-શિક્ષકોની તાલીમ તેમજ રાષ્ટ્રીય સ્તરની સંચાર વ્યૂહરચના અને માર્ગદર્શિકા ઉપરાંત સંચાર અને મીડિયા પ્રોડક્ટ્સ અંગે પણ એમડબલ્યુસીડીની કોઈ જ નાણાંકીય સંડોવણી નહીં રહે.
પૃષ્ઠભૂમિ
એમડબલ્યુસીડીએ દેશમાં આઠ રાજ્યોના કુપોષણથી સૌથી વધુ પીડિત એવા 162 જિલ્લાઓમાં ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસીએશન(આઈડીએ)ની સહાયથી આઈએસએસએનઆઈપી પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. નિર્ધારિત સમયપત્રક મુજબ, આઈએસએસએનઆઈપી પ્રોજેક્ટનો પહેલો તબક્કો 31મી ડિસેમ્બર, 2015ના રોજ પૂરો થવાનો હતો, પરંતુ તેમાં પ્રવૃત્તિઓમાં ફેરફારોને પગલે તેની સમયમર્યાદા બે વર્ષ લંબાવીને 30મી ડિસેમ્બર, 2017 સુધીની કરવામાં આવી છે. સપ્ટેમ્બર, 2015માં આર્થિક બાબતોના વિભાગ અને આઈડીએ વચ્ચે સુધારેલા અને ફરી રજૂ કરાયેલા નાણાંકીય કરાર પર હસ્તાક્ષર થયા છે. પુનઃઘડાયેલા આઈએસએનએનઆઈપી પર ડિપાર્ટમેન્ટ ઑફ એક્સ્પેન્ડિચરની જરૂરી મંજૂરીઓ પણ મળી ચૂકી છે. આઈસીડીઝની સેવાની ગુણવત્તા સુધારવામાં આઈસીટીનું અસરકારક સાધન તરીકેનું મહત્ત્વ ધ્યાન પર લેતાં પુનઃઘડાયેલા આઈએસએસએનઆઈપીમાં રિયલ ટાઈમ મોનિટરિંગ સક્ષમ ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઈસીટી- આરટીએમ)ને મુખ્ય પ્રવૃત્તિ તરીકે સામેલ કરવામાં આવી છે.
SP/AP/J.Khunt