માનનીય અધ્યક્ષજી,
હું પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર વક્તવ્ય આપવા ઉપસ્થિત થયો છું. આજે આ ગૃહ દ્વારા હું કરોડો દેશવાસીઓને કોટિ–કોટિ નમન કરું છું, જેમના કારણે મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન થયું. મહાકુંભની સફળતામાં ઘણા લોકોએ ફાળો આપ્યો છે. હું સરકાર, સમાજ અને બધા કર્મયોગીઓને અભિનંદન આપું છું. હું દેશભરના ભક્તોનો, યુપીના લોકોનો અને ખાસ કરીને પ્રયાગરાજના લોકોનો આભાર માનું છું.
અધ્યક્ષજી,
આપણે બધા જાણીએ છીએ કે ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે ભગીરથ પ્રયાસ કરવા પડ્યા હતા. એવી જ રીતે મહાકુંભના ભવ્ય આયોજનમાં આપણે આવા જ મહાપ્રયાસો જોયા છે. મેં લાલ કિલ્લા પરથી દરેકના પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો. મહાકુંભના રૂપમાં ભારતનું ભવ્ય સ્વરૂપ સમગ્ર વિશ્વએ જોયું. આ દરેકના પ્રયત્નોનું સાચું સ્વરૂપ છે. આ જનતા જનાર્દનનો, જનતા જનાર્દનના સંકલ્પો માટેનો, જનતા જનાર્દનની ભક્તિથી પ્રેરિત મહાકુંભ હતો.
આદરણીય અધ્યક્ષ જી,
મહાકુંભમાં આપણે આપણી રાષ્ટ્રીય ચેતનાના ભવ્ય જાગૃતિના સાક્ષી બન્યા છીએ. આ રાષ્ટ્રીય ચેતના, જે રાષ્ટ્રને નવા સંકલ્પો તરફ લઈ જાય છે, તે આપણને નવા સંકલ્પો પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે. મહાકુંભમાં આપણી ક્ષમતાઓ વિશે કેટલાક લોકોના મનમાં રહેલી શંકાઓ અને આશંકાઓનો પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.
અધ્યક્ષજી,
ગયા વર્ષે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં, આપણે બધાને ખ્યાલ આવ્યો કે દેશ આગામી 1000 વર્ષ માટે કેવી રીતે તૈયાર થઈ રહ્યો છે. બરાબર એક વર્ષ પછી, મહાકુંભના આયોજને આપણા બધામાં આ વિચારને વધુ મજબૂત બનાવ્યો છે. દેશની આ સામૂહિક ચેતના દેશની તાકાત દર્શાવે છે. કોઈપણ રાષ્ટ્રના જીવનમાં, માનવ જીવનના ઇતિહાસમાં પણ, ઘણા એવા વળાંકો આવે છે જે સદીઓ અને આવનારી પેઢીઓ માટે ઉદાહરણ બની જાય છે. આપણા દેશના ઇતિહાસમાં પણ એવી ક્ષણો આવી છે, જેણે દેશને નવી દિશા આપી, દેશને હચમચાવી નાખ્યો અને જાગૃત કર્યો. જેમ ભક્તિ ચળવળના સમયગાળા દરમિયાન આપણે જોયું કે દેશના દરેક ખૂણામાં આધ્યાત્મિક ચેતનાનો ઉદય થયો. એક સદી પહેલા શિકાગોમાં સ્વામી વિવેકાનંદે આપેલું ભાષણ ભારતની આધ્યાત્મિક ચેતનાની ઘોષણા હતી; તેમણે ભારતીયોના આત્મસન્માનને જાગૃત કર્યું. આપણા સ્વાતંત્ર્ય આંદોલનમાં પણ આવા ઘણા તબક્કાઓ આવ્યા છે. 1857નો સ્વતંત્રતા સંગ્રામ હોય, વીર ભગતસિંહની શહાદતનો સમય હોય, નેતાજી સુભાષ બાબુ દ્વારા દિલ્હી ચલોનો નારો હોય, ગાંધીજીની દાંડી કૂચ હોય, ભારતે આવા તબક્કાઓમાંથી પ્રેરણા મેળવીને સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. હું પ્રયાગરાજ મહાકુંભને પણ એક એવા મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોઉં છું, જેમાં જાગૃત દેશનું પ્રતિબિંબ જોવા મળે છે.
અધ્યક્ષજી,
આપણે લગભગ દોઢ મહિના સુધી ભારતમાં મહાકુંભનો ઉત્સાહ જોયો અને ઉમંગનો અનુભવ કર્યો. જે રીતે કરોડો ભક્તો, સુવિધા અને અસુવિધાની ચિંતાઓથી ઉપર ઉઠીને, ભક્તિ સાથે જોડાયા તે આપણી સૌથી મોટી શક્તિ છે. પણ આ ઉત્સાહ, આ ઉત્તેજના ફક્ત આટલા સુધી મર્યાદિત ન હતી. ગયા અઠવાડિયે હું મોરેશિયસમાં હતો. મેં મહાકુંભ દરમિયાન પ્રયાગરાજના ત્રિવેણીથી પવિત્ર જળ લીધું હતું. જ્યારે તે પવિત્ર જળ મોરેશિયસના ગંગા તળાવમાં અર્પણ કરવામાં આવ્યું, ત્યારે ત્યાં ભક્તિ, શ્રદ્ધા, ઉજવણીનું વાતાવરણ જોવાલાયક હતું. આ દર્શાવે છે કે આજે આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ અને આપણા મૂલ્યોને આત્મસાત કરવાની અને ઉજવવાની ભાવના કેટલી મજબૂત બની રહી છે.
અધ્યક્ષજી,
હું એ પણ જોઈ રહ્યો છું કે આપણી સંસ્કૃતિ પેઢી દર પેઢી કેટલી સરળતાથી પસાર થઈ રહી છે. જુઓ, આપણી આધુનિક યુવા પેઢી મહાકુંભ અને અન્ય તહેવારો સાથે ખૂબ જ આદરથી જોડાયેલી છે. આજે ભારતનો યુવા વર્ગ તેની પરંપરા, તેની શ્રદ્ધા, તેની ભક્તિને ગર્વથી અપનાવી રહ્યો છે.
અધ્યક્ષજી,
જ્યારે કોઈ સમાજમાં પોતાના વારસા પ્રત્યે ગર્વની ભાવના વધે છે, ત્યારે આપણે મહાકુંભ દરમિયાન જોયેલા ભવ્ય–પ્રેરક તસવીરો જોઈએ છીએ. આનાથી પરસ્પર ભાઈચારો વધે છે, અને એક દેશ તરીકે આપણે મોટા લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ તેવો આત્મવિશ્વાસ વધે છે. આપણી પરંપરાઓ, આપણી શ્રદ્ધા, આપણા વારસા સાથે જોડાવાની આ ભાવના આજના ભારતની એક મોટી સંપત્તિ છે.
અધ્યક્ષજી,
મહાકુંભમાંથી ઘણા અમૃત નીકળ્યા છે, એકતાનું અમૃત તેનો સૌથી પવિત્ર પ્રસાદ છે. મહાકુંભ એક એવો પ્રસંગ હતો, જેમાં દેશના દરેક ક્ષેત્ર અને દરેક ખૂણાના લોકો એક થયા; લોકો, પોતાના અહંકારને પાછળ છોડીને, હું નહીં, પણ આપણે છીએ એવી ભાવના સાથે પ્રયાગરાજમાં એકઠા થયા. વિવિધ રાજ્યોના લોકો આવ્યા અને પવિત્ર ત્રિવેણીનો ભાગ બન્યા. જ્યારે વિવિધ પ્રદેશોમાંથી આવતા કરોડો લોકો રાષ્ટ્રવાદની ભાવનાને મજબૂત બનાવે છે, ત્યારે દેશની એકતા વધે છે. જ્યારે સંગમના કિનારે વિવિધ ભાષાઓ અને બોલીઓ બોલતા લોકો હર હર ગંગેનો મંત્ર ઉદ્ઘોષ કરે છે. ત્યારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ની ઝલક દેખાય છે અને એકતાની લાગણી વધે છે. આપણે મહાકુંભમાં જોયું છે કે નાના અને મોટામાં કોઈ ભેદ નહોતો, આ ભારતની એક મોટી તાકાત છે. આ દર્શાવે છે કે એકતાનું અદ્ભુત તત્વ આપણી અંદર મૂળ ધરાવે છે. આપણી એકતાની શક્તિ એટલી પ્રબળ છે કે તે આપણને વિભાજીત કરવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવે છે. એકતાની આ ભાવના ભારતીયોનું મોટું સૌભાગ્ય છે. આજે સમગ્ર વિશ્વમાં વિઘટનના સમયમાં, એકતાનું આ વિશાળ પ્રદર્શન આપણી સૌથી મોટી તાકાત છે. વિવિધતામાં એકતા એ ભારતની વિશેષતા છે, અમે હંમેશા આ કહ્યું છે, અમે હંમેશા આ અનુભવ્યું છે અને પ્રયાગરાજ મહાકુંભમાં તેનું વિશાળ સ્વરૂપ અનુભવ્યું છે. વિવિધતામાં એકતાના આ લક્ષણને સમૃદ્ધ બનાવતા રહેવાની જવાબદારી આપણી છે.
અધ્યક્ષજી,
મહાકુંભમાંથી આપણને ઘણી પ્રેરણાઓ પણ મળી છે. આપણા દેશમાં નાની–મોટી ઘણી નદીઓ છે, ઘણી નદીઓ સંકટનો સામનો કરી રહી છે. કુંભમાંથી પ્રેરણા લઈને, આપણે નદી ઉત્સવની પરંપરાને એક નવું પરિમાણ આપવું પડશે, આપણે આ વિશે વિચારવું પડશે, આનાથી વર્તમાન પેઢી પાણીનું મહત્વ સમજશે, નદીઓની સ્વચ્છતાને મહત્વ મળશે, નદીઓનું રક્ષણ થશે.
અધ્યક્ષજી,
મને વિશ્વાસ છે કે મહાકુંભમાંથી નીકળતું અમૃત આપણા સંકલ્પોની સિદ્ધિ માટે એક ખૂબ જ મજબૂત માધ્યમ બનશે. હું ફરી એકવાર મહાકુંભના આયોજનમાં સામેલ દરેક વ્યક્તિની પ્રશંસા કરું છું, દેશના તમામ ભક્તોને નમન કરું છું અને ગૃહ વતી મારી શુભકામનાઓ પાઠવું છું.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Speaking in the Lok Sabha. https://t.co/n2vCSPXRSE
— Narendra Modi (@narendramodi) March 18, 2025
I bow to the countrymen, whose efforts led to the successful organisation of the Maha Kumbh: PM @narendramodi pic.twitter.com/S7VCVne7XC
— PMO India (@PMOIndia) March 18, 2025
The success of the Maha Kumbh is a result of countless contributions… pic.twitter.com/0hlAxRYSqj
— PMO India (@PMOIndia) March 18, 2025
We have witnessed a 'Maha Prayas' in the organisation of the Maha Kumbh. pic.twitter.com/vhLgcsX1sA
— PMO India (@PMOIndia) March 18, 2025
This Maha Kumbh was led by the people, driven by their resolve and inspired by their unwavering devotion. pic.twitter.com/DgKr7PFXy7
— PMO India (@PMOIndia) March 18, 2025
Prayagraj Maha Kumbh is a significant milestone that reflects the spirit of an awakened nation. pic.twitter.com/QoiFKPT0Fv
— PMO India (@PMOIndia) March 18, 2025
Maha Kumbh has strengthened the spirit of unity. pic.twitter.com/kKT4kdsw48
— PMO India (@PMOIndia) March 18, 2025
In the Maha Kumbh, all differences faded away. This is India's great strength, showing that the spirit of unity is deeply rooted within us. pic.twitter.com/m3c6EY3DFX
— PMO India (@PMOIndia) March 18, 2025
The spirit of connecting with faith and heritage is the greatest asset of today's India. pic.twitter.com/nZ6YG21Keu
— PMO India (@PMOIndia) March 18, 2025