Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મહાકુંભનું સમાપન થયું છે, ‘એકતાના મહાયજ્ઞ’નું સમાપન થયું છે; પ્રયાગરાજમાં એકતાના આ ભવ્ય મેળાવડાના સમગ્ર 45 દિવસ દરમિયાન, 140 કરોડ નાગરિકોની શ્રદ્ધા એક જ સમયે આ એક ઉત્સવમાં એકઠી થઈ, જે ખરેખર અભિભૂત કરનારું છે! : પ્રધાનમંત્રી


મહાકુંભને એકતાનો મહાયજ્ઞગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, ભારતને તેના વારસા પર ગર્વ છે અને તે નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે આ પરિવર્તનના યુગનો ઉદય છે. જે દેશના નવા ભવિષ્યને લખવા માટે તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું કે મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તોનો ભાગ લેવો એ ફક્ત એક રેકોર્ડ નથી પરંતુ ઘણી સદીઓથી આપણી સંસ્કૃતિ અને વારસાને મજબૂત અને સમૃદ્ધ રાખવા માટે એક મજબૂત પાયો મૂકરવામાં આવ્યો છે. એકતાના મહાકુંભના સફળ સમાપન પર સંતોષ વ્યક્ત કરતા અને નાગરિકોને તેમની મહેનત, પ્રયત્નો અને નિશ્ચય માટે આભાર માનતા શ્રી મોદીએ એક બ્લોગમાં પોતાના વિચારો લખ્યા અને તેને X પર શેર કર્યા છે.

મહાકુંભ પૂર્ણ થયોએકતાનો મહાન યજ્ઞ પૂર્ણ થયો. પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં 45 દિવસ સુધી એક જ સમયે આ એક ઉત્સવ માટે 140 કરોડ ભારતીયોની શ્રદ્ધા જે રીતે એકઠી થઈ, તે અદભુત છે! મહાકુંભ પૂર્ણ થયા પછી મારા મનમાં આવેલા વિચારોને લખવાનો મેં પ્રયાસ કર્યો છે…”

મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તોનો ભાગ લેવો એ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ તેણે ઘણી સદીઓથી આપણી સંસ્કૃતિ અને વારસાને મજબૂત અને સમૃદ્ધ રાખવા માટે એક મજબૂત પાયો પણ નાખ્યો છે.”

આજે પ્રયાગરાજનો મહાકુંભ વિશ્વભરના મેનેજમેન્ટ વ્યાવસાયિકો તેમજ આયોજન અને નીતિ નિષ્ણાતો માટે સંશોધનનો વિષય બની ગયો છે.”

આજે ભારત તેના વારસા પર ગર્વ અનુભવે છે, એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. આ યુગ પરિવર્તનનો અવાજ છે, જે દેશ માટે એક નવું ભવિષ્ય લખવા જઈ રહ્યો છે.”

આ મહાકુંભમાં સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રના લોકો એકઠા થયા હતા.એક ભારત શ્રેષ્ઠ ભારતનું આ અવિસ્મરણીય દ્રશ્ય કરોડો દેશવાસીઓમાં આત્મવિશ્વાસનો ભવ્ય ઉત્સવ બની ગયું.”

એકતાના આ મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓની મહેનત, પ્રયત્નો અને દૃઢ નિશ્ચયથી પ્રભાવિત થઈને હું બાર જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના દર્શન કરવા જઈશ. હું શ્રદ્ધારૂપી સંકલ્પ પુષ્પ સમર્પિત કરીને દરેક ભારતીય માટે પ્રાર્થના કરીશ. હું ઈચ્છું છું કે દેશવાસીઓમાં એકતાનો આ અવિરત પ્રવાહ આ રીતે જ ચાલુ રહે.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com