Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘મન કી બાત’ 25 ઓક્ટોબરેઃ પ્રધાનમંત્રીએ લોકોને કાર્યક્રમ માટે પોતાના વિચાર અને વોઇસ મેસેજ મોકલવા આગ્રહ કર્યો


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 25 ઓક્ટોબરના રોજ ‘મન કી બાત’ના આગલા સંસ્કરણમાં દેશના લોકો સાથે પોતાના વિચાર વહેંચશે. પ્રધાનમંત્રીએ લોકોને આ કાર્યક્રમ માટે તેમના વિચાર MyGov Open Forum ખાતે એકબીજા સાથે વહેંચવા આગ્રહ કર્યો.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું કે ‘આ રવિવારે મન કી બાત કાર્યક્રમ માટે કોઇ વિચાર છે?’ તેને MyGov Open Forum https://mygov.in/group-issue/give-your-inputs-prime-ministers-mann-ki-baat-25th-october-2015/ ખાતે મુકે અને અન્યો સાથે વહેંચે.

પ્રધાનમંત્રીએ લોકોને આ કાર્યક્રમ માટે ટોલ ફ્રી નંબર 1800-3000-7800 પર પોતાના વોઇસ મેસેજ મોકલવા માટે પણ આગ્રહ કર્યો છે. પસંદગીના વોઇસ મેસેજને રવિવારે પ્રસારિત થનારા કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી શકે છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું, ‘મન કી બાત કાર્યક્રમમાં પોતાના વોઇસ મેસેજ માટે 1800-3000-7800 પર ફોન કરીને સંદેશો આપો’. તેમાંથી કેટલાક રવિવારના કાર્યક્રમનો ભાગ બની શકશે. આ રવિવારે પ્રસારિત થનાર ‘મન કી બાતનો આ 13મો અંક હશે અને તે આકાશવાણી પર 11 વાગ્યે સવારે પ્રસારિત થશે’ .

આ કાર્યક્રમનું સુધી પ્રસારણ આકાશવાણીના દરેક નેટવર્ક અને દૂરદર્શનની ચેનલો પર કરવામાં આવે છે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી કાર્યાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ડીડી ન્યૂઝના યૂટ્યૂબ ચેનલો પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ પ્રસારણનું સ્થાનિક ભાષાઓનું પ્રસારણ 25 ઓક્ટોબર, 2015ના રોજ સાંજે 8 કલાકે સંબંધિત ક્ષેત્રોના આકાશવાણી સ્ટેશનો ખાતેથી પણ કરવામાં આવશે.

AP/ GP