મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં, એક વાર ફરી, મારા બધા પરિવારજનોનું સ્વાગત છે. આજે એક વાર ફરી વાત થશે, દેશની ઉપલબ્ધિઓની, દેશના લોકોના સામૂહિક પ્રયાસોની. 21મી સદીના ભારતમાં ઘણું બધું એવું થઈ રહ્યું છે જે વિકસિત ભારતનો પાયો મજબૂત કરી રહ્યો છે. જેમ કે, આ 23 ઑગસ્ટે જ આપણે બધા દેશવાસીઓએ પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મનાવ્યો. મને વિશ્વાસ છે કે તમે બધાએ આ દિવસનેઉજવ્યો હશે, એક વાર ફરી ચંદ્રયાન-૩ની સફળતાનો ઉત્સવ મનાવ્યો હશે. ગયા વર્ષે આ દિવસે ચંદ્રયાન-૩એ ચંદ્રના દક્ષિણ ભાગમાં શિવ-શક્તિ પૉઇન્ટ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. ભારત આ ગૌરવપૂર્ણ ઉપલબ્ધિને પ્રાપ્ત કરનારો દુનિયાનો પહેલો દેશ બન્યો.
સાથીઓ, દેશના યુવાઓને સ્પેસ સેક્ટર રિફૉર્મથી પણ ઘણો ફાયદો થયો છે. આથી મેં વિચાર્યું કે, શા માટે ‘મન કી બાત’માં અંતરિક્ષ ક્ષેત્ર સાથે જોડાયેલા મારા કેટલાક યુવા સાથીઓ સાથે વાત ન કરવામાં આવે. મારી સાથે વાત કરવા માટે Spacetech Start-Up GalaxEyeની ટીમ જોડાઈ રહી છે. આ સ્ટાર્ટ અપને IIT Madrasના alumnniએ શરૂ કર્યું હતું. આ બધા નવયુવાનો આજે આપણી સાથે ફૉન લાઇન પર ઉપસ્થિત છે – સૂયશ, ડેનિલ, રક્ષિત, કિશન અને પ્રનિત. આવો, આ યુવાઓના અનુભવોને જાણીએ.
પ્રધાનમંત્રીજી : હેલ્લો
બધા યુવાનો: હેલ્લો.
પ્રધાનમંત્રીજી: નમસ્તે જી.
બધા યુવાનો (એક સાથે): નમસ્કાર સર.
પ્રધાનમંત્રીજી: અચ્છા સાથીઓ, મને એ જોઈને આનંદ થાય છે કે આઈઆઈટી મદ્રાસ દરમિયાન થયેલી તમારી મિત્રતા આજે પણ મજબૂતી સાથે ટકેલી છે. આ જ કારણ છે કે તમે મળીને GalaxEyeશરૂ કરવાનો નિર્ણય કર્યો. અને હું આજે જરા તે વિષયમાં પણ જાણવા ઇચ્છું છું. આ વિશે જણાવો. આ સાથે જ એ પણ જણાવો કે તમારી ટૅક્નૉલૉજીથી દેશને કેટલો લાભ થવાનો છે.
સૂયશ: જી, મારું નામ સૂયશ છે. અમે લોકો સાથમાં, જેમ તમે કહ્યું, બધા લોકો આઈઆઈટી-મદ્રાસમાં મળ્યા. ત્યાં અમે બધા ભણી રહ્યા હતા, અલગ-અલગ વર્ષમાં હતા. એન્જિનિયરિંગ કર્યું. અને તે જ સમયે અમે લોકોએ વિચાર્યું કે એક Hyperloop નામનો એક પ્રૉજેક્ટ છે. અમે ઇચ્છતા હતા કે આ અમે સાથે કરીશું. તે દરમિયાન અમે એક ટીમની શરૂઆત કરી, તેનું નામ હતું ‘આવિષ્કાર હાઇપરલૂપ’ જેને લઈને અમે લોકો અમેરિકા પણ ગયા. તે વર્ષે અમે એશિયાની એક માત્ર ટીમ હતા, જે ત્યાં ગઈ અને આપણા દેશનો જે ઝંડો છે તેને અમે ફરકાવ્યો. અને અમે ટોચની ૨૦ ટીમોમાં હતા જે out of around 1,500 teams around the world.
પ્રધાનમંત્રીજી: ચાલો. આગળ સાંભળતા પહેલાં આના માટે અભિનંદન આપી દઉં હું…
સૂયશ: ખૂબ-ખૂબ ધન્યવાદ આપનો. આ ઉપલબ્ધિ દરમિયાન અમારા લોકોની મિત્રતા ઘણી ગાઢ થઈ અને આ રીતે અઘરાપ્રૉજેક્ટ્સ અને ટફપ્રૉજેક્ટ્સ કરવાનો આત્મવિશ્વાસ પણ આવ્યો. અને તે દરમિયાન SpaceXને જોઈને અને સ્પેસનું જે આપે જે open up કર્યું એક ખાનગીકરણને, જે 2020માં એક સીમાચિહ્ન નિર્ણય પણ આવ્યો. તેના વિશે અમે લોકો ઘણા ઉત્સાહિત હતા. અને હું રક્ષિતનેઆમંત્રવા માગીશ બોલવા માટે કે અમે શું બનાવી રહ્યા છીએ અને તેનો લાભ શું છે?
રક્ષિત: જી, તો મારું નામ રક્ષિત છે. અને આ ટૅક્નૉલૉજી આપણને શું લાભ થશે ? તેનો હું ઉત્તર આપીશ.
પ્રધાનમંત્રીજી: રક્ષિત, તમે ઉત્તરાખંડમાં ક્યાંથી છો ?
રક્ષિત: સર, હું અલ્મોડાથી છું.
પ્રધાનમંત્રીજી: તો બાલ મીઠાઈવાળા છો તમે?
રક્ષિત: જી સર. જી સર. બાલ મીઠાઈ અમારી ફેવરિટ છે.
પ્રધાનમંત્રીજી: આપણા જે લક્ષ્ય સેન છે ને, તેઓ મારા માટે નિયમિત રીતે બાલ મીઠાઈ ખવડાવતા રહે છે, નિયમિત રીતે. હા રક્ષિત, જણાવો.
રક્ષિત: તો આપણી જે આ ટૅક્નૉલૉજી છે, તે અંતરિક્ષનાંવાદળોની આર-પાર જોઈ શકે છે અને તે રાતમાં પણ જોઈ શકે છે તો આપણે તેનાથી દેશના કોઈ પણ ખૂણાની ઉપરથી રોજ એક સ્પષ્ટ તસવીર પાડી શકીએ છીએ. અને આ જે ડેટા આપણી પાસે આવશે તેનો ઉપયોગ આપણે બે ક્ષેત્રમાં વિકાસ માટે કરીશું. પહેલું
છે, ભારતને અત્યંત સુરક્ષિત બનાવવું. આપણી જે સીમા છે, અને આપણા જે મહાસાગર છે, સમુદ્ર છે, તેના ઉપર રોજ આપણે નિરીક્ષણ કરીશું. અને શત્રુનીપ્રવૃત્તિઓની પર નજર રાખીશું અને આપણા સશસ્ત્ર દળોને ગુપ્ત માહિતી આપીશું. અને બીજું છે, ભારતના ખેડૂતોને સશક્ત બનાવવા. તો આપણે ઑલરેડી એક પ્રૉડક્ટ બનાવી છે ભારતના ઝીંગા ખેડૂતો માટે જે અંતરિક્ષથી તેમની તળાવડીના પાણીની ગુણવત્તા માપી શકે છે, અત્યારના ખર્ચના 1/10મા ભાગમાં. અને આપણે ઇચ્છીએ છીએ કે આગળ જઈને આપણે દુનિયા માટે શ્રેષ્ઠ ગુણવત્તાની સેટેલાઇટ ઇમેજ જનરેટ કરીએ અને જે વૈશ્વિક પ્રશ્નો છે, ગ્લૉબલવૉર્મિંગ જેવા, તેની સામે લડવા માટે આપણે દુનિયાને શ્રેષ્ઠ ગુણવત્તાનો સેટેલાઇટ ડેટા આપીએ.
પ્રધાનમંત્રીજી: તેનો અર્થ થયો કે તમારી ટોળી જય જવાન પણ કરશે, જય કિસાન પણ કરશે.
રક્ષિત: જી સર, બિલકુલ.
પ્રધાનમંત્રીજી: સાથીઓ, તમે આટલું સારું કામ કરી રહ્યા છો, હું એ પણ જાણવા માગું છું કે તમારી આ ટૅક્નૉલૉજીની ચોકસાઈ કેટલી છે?
રક્ષિત: સર, આપણે પચાસ સેન્ટીમીટરથીઓછાનારિઝૉલ્યૂશન સુધી જઈ શકીશું અને આપણે એક વારમાં લગભગ 300 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારની તસવીર લઈ શકીશું.
પ્રધાનમંત્રીજી: ચાલો, હું સમજું છું કે આ વાત જ્યારે દેશવાસીઓ સાંભળશે તો તેમને ખૂબ ગર્વ થશે. પરંતુ હું એક બીજો પ્રશ્ન પૂછવા માગીશ.
રક્ષિત: જી સર.
પ્રધાનમંત્રીજી: Space ecosystem ખૂબ જ vibrant થઈ રહી છે. હવે તમારી ટીમ તેમાં શું પરિવર્તન જોઈ રહી છે?
કિશન: મારું નામ કિશન છે, અમે આ GalaxEye શરૂ થયા પછી જ અમે In-SPACe આવતા જોયું છે અને ઘણી બધી નીતિઓ આવતા જોઈ છે, જેમ કે ‘Geo-Spatial Data Policy’ અને ‘India Space Policy’ અને અમે છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણું પરિવર્તન થતા જોયું છે અને ઘણી પ્રક્રિયાઓ અને ઘણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઘણી સુવિધાઓ ઇસરોની આ પ્રાપ્ત થઈ છે અને ઘણી સારી રીતે થઈ છે. જેમ કે અમે ઇસરોમાં જઈને ટેસ્ટિંગ કરી શકીએ છીએ અમારા હાર્ડવૅરનું, તે ઘણી સરળ રીતે અત્યારે થઈ શકે છે. ત્રણ વર્ષ પહેલાં તે પ્રક્રિયાઓ આટલી નહોતી અને આ ઘણું મદદરૂપ રહ્યું છે અમારા માટે અને સ્ટાર્ટ અપ માટે પણ. અને તાજેતરમાં એફડીઆઈ નીતિઓના કારણે અને આ સુવિધાઓ પ્રાપ્ત થવાના કારણે અને સ્ટાર્ટ અપ આવવાના કારણે ઘણી પ્રોત્સાહક છે અને આવાં સ્ટાર્ટ અપ આવીને ઘણી સરળતાથી અને ઘણી સારી રીતે વિકાસ કરી શકે છે આવા ક્ષેત્રમાં જેમાં સામાન્ય રીતે વિકાસ કરવો ઘણો ખર્ચાળ અને સમય માગી લે તેવો હોય છે. But current polices અને In-SPACe આવ્યા પછી ઘણી ચીજો સરળ થઈ છે સ્ટાર્ટ-અપ માટે. મારા મિત્ર ડેનિલ ચાવડા પણ કંઈક બોલવા ઇચ્છતા હશે.
પ્રધાનમંત્રીજી: ડેનિલ, કહો…
ડેનિલ: સર, અમે એક બીજી ચીજ નોંધી છે. અમે જોયું છે કે જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે, તેમની વિચારસરણીમાં પરિવર્તન જોયું છે. તેઓ પહેલાં બહાર જઈને ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા હતા અને ત્યાં કામ કરવા ઇચ્છતા હતા. અને અંતરિક્ષ ક્ષેત્રમાં, પરંતુ હવે ભારતમાં એક space eco system ઘણી સારી રીતે આવી રહ્યું છે તો, આ કારણથી તેઓ ભારત પાછા આવીને આ ઇકૉ સિસ્ટમના ભાગ બનવા ઇચ્છે છે. તો, આ ઘણો સારો ફીડબૅક અમને મળ્યો છે અને અમારી પોતાની કંપનીમાં કેટલાક લોકો પાછા આવીને કામ કરી રહ્યા છે આ કારણે.
પ્રધાનમંત્રીજી: મને લાગે છે કે તમે જે બંને પાસાં કહ્યાં, કિશન અને ડેનિલ બંનેએ, હું અવશ્ય માનું છું કે ઘણા બધા લોકોનું આ તરફ ધ્યાન નહીં ગયું હોય કે એક ક્ષેત્રમાં જ્યારે સુધારો થાય છે તો તે સુધારાની કેટલી બધી અસરો થાય છે, કેટલા લોકોને લાભ થાય છે અને જે તમારા વર્ણનથી, કારણકે તમે તે ફીલ્ડમાં છો, તો તમારા ધ્યાનમાં અવશ્ય આવે છે અને તમે નોંધ્યું પણ છે કે દેશના યુવાનો હવે આ ફીલ્ડમાં અહીં જ પોતાનું ભવિષ્ય અજમાવવા માગે છે, પોતાની પ્રતિભાનો ઉપયોગ કરવા માગે છે. ઘણું સારું અવલોકન છે તમારું. એક બીજો પ્રશ્ન હું પૂછવા ઇચ્છીશ, તમે એ યુવાનોને શું સંદેશ આપવા માગશો જે સ્ટાર્ટ અપ અને અંતરીક્ષ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છે છે?
પ્રનિત: હું પ્રનિત વાત કરી રહ્યો છું અને હું પ્રશ્નનો ઉત્તર આપીશ.
પ્રધાનમંત્રીજી: હા પ્રનિત, કહો.
પ્રનિત: સર, હું મારા કેટલાંક વર્ષોના અનુભવથી બે બાબતો બોલવા ઇચ્છીશ. સૌથી પહેલી કે જો તમારે સ્ટાર્ટ અપ કરવું હોય તો આ જ તક છે કારણકે સમગ્ર દુનિયામાં ભારત આજે તે દેશ છે જે વિશ્વનો સૌથી ઝડપી રીતે વિકસતું અર્થતંત્ર છે અને તેનો અર્થ એ થયો કે આપણી પાસે તકો ઘણી બધી છે. જેમ હું ૨૪ વર્ષની વયમાં એ વિચારીને ગર્વ અનુભવું છું કે આગામી વર્ષે અમારો એક ઉપગ્રહ લૉંચ થશે. જેના આધારે આપણી સરકાર કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેશે અને તેમાં અમારું એક નાનું એવું પ્રદાન પણ છે. આવી કેટલીક રાષ્ટ્રીય અસરના પ્રૉજેક્ટ્સમાં કામ કરવા મળે, આ આવો ઉદ્યોગ અને આ એવો સમય છે, given કે આ space industry આજે, અત્યાર સુધી શરૂ થઈ રહી છે. તો હું મારા યુવા મિત્રોને એમ કહેવા ઇચ્છીશ કે આ opportunity ન માત્ર impact ની, પરંતુ તેમના પોતાના financial growthની અને એક global problem solve કરવાની છે. તો અમે પરસ્પર એ જ વાત કરીએ છીએ કે બાળપણમાં આપણે એમ કહેતા હતા કે મોટા થઈને અભિનેતા બનીશું, ખેલાડી બનીશું, તો અહીં આવી કંઈક ચીજો થતી હતી. પરંતુ આજે આપણે એવું સાંભળીએ કે કોઈ મોટા થઈને એમ કહે છે કે મારે મોટા થઈને enterpreneur બનવું છે, space industryમાં કામ કરવું છે. આ અમારા માટે ઘણી ગર્વની ક્ષણો છે. કે અમે પૂરા પરિવર્તનમાં એક નાનકડો ભાગ ભજવી રહ્યા છીએ.
પ્રધાનમંત્રીજી: સાથીઓ, એક રીતે પ્રનિત, કિશન, ડેનિલ, રક્ષિત સૂયશ જેટલી મજબૂત તમારી મિત્રતા છે, તેટલું જ મજબૂત તમારું સ્ટાર્ટ અપ પણ છે. એટલે જ તો, તમે લોકો આટલું શાનદાર કામ કરી રહ્યા છો. મને કેટલાંક વર્ષો પહેલાં આઈઆઈટી-મદ્રાસ જવાનો અવસર મળ્યો હતો અને મેં તે સંસ્થાની નિપુણતાનો પોતે અનુભવ કર્યો છે. અને આમ પણ, આઈઆઈટીના સંદર્ભમાં પૂરા વિશ્વમાં એક સન્માનનો ભાવ છે અને ત્યાંથી નીકળતા આપણા લોકો જ્યારે ભારત માટે કામ કરે છે તો જરૂર, કંઈ ને કંઈ સારું પ્રદાન કરે છે. તમને બધાને અને અંતરીક્ષ ક્ષેત્રમાં કામ કરનારા બીજાં બધાં સ્ટાર્ટ-અપને મારી ઘણી બધી શુભકામનાઓ છે અને તમે પાંચ સાથીઓ સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું. ચાલો, ખૂબ-ખૂબ ધન્યવાદ મિત્રો.
સૂયશ: Thank you so much!
મારા પ્રિય દેશવાસીઓ, આ વર્ષે મેં લાલ કિલ્લા પરથી રાજકીય પૃષ્ઠભૂમિ વગરના એક લાખ યુવાનોને રાજકારણ સાથે જોડાવાનું આહ્વાન કર્યું છે. મારી આ વાત પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી છે. તેનાથી જાણવા મળે છે કે કેટલી મોટી સંખ્યામાં આપણા યુવાનો રાજનીતિમાં આવવા તૈયાર બેઠા છે. બસ, તેમને સાચી તક અને સાચા માર્ગદર્શનની શોધ છે.આ વિષય પર મને દેશભરના યુવાનોના પત્રો પણ મળ્યા છે. સૉશિયલ મીડિયા પર પણ જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. લોકોએ મને અનેક પ્રકારનાં સૂચનો પણ મોકલ્યાં છે. કેટલાક યુવાનોએ પત્રમાં લખ્યું છે કે તે તેમના માટે ખરેખર અકલ્પનીય છે. દાદા કે માતાપિતાનો કોઈ રાજકીય વારસો ન હોવાના કારણે, તેઓ રાજનીતિમાં ઇચ્છીને પણ નહોતા આવી શકતા. કેટલાક યુવાનોએ લખ્યું કે તેમની પાસે જમીન સ્તર પર કામ કરવાનો સારો અનુભવ છે, આથી, તેઓ લોકોની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. કેટલાક યુવાનોએ એ પણ લખ્યું કે પરિવારવાદી રાજનીતિ નવી પ્રતિભાઓનું દમન કરી દે છે. કેટલાક યુવાનોએ કહ્યું કે આ પ્રકારના પ્રયાસોથી આપણા લોકતંત્રને વધુ મજબૂતી મળશે. હું આ વિષય પર સૂચન મોકલવા માટે દરેકનો ધન્યવાદ કરું છું. મને આશા છે કે હવે આપણા સામૂહિક પ્રયાસોથી એવા યુવાનો, જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી, તેઓ પણ રાજનીતિમાં આગળ આવી શકશે, તેમનો અનુભવ અને તેમનો જોશ, દેશને કામમાં આવશે.
સાથીઓ, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પણ સમાજના દરેક ક્ષેત્રમાંથી આવા અનેક લોકો સામે આવ્યા હતા, જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નહોતી. તેમણે પોતાને ભારતની સ્વતંત્રતા માટે સમર્પિત કરી દીધા હતા. આજે આપણે વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એક વાર ફરી તે ભાવનાની આવશ્યકતા છે. હું મારા બધા યુવા સાથીઓને કહીશ કે આ અભિયાન સાથે જરૂર જોડાવ. તમારું આ પગલું તમારા અને દેશના ભવિષ્યને બદલનારું હશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘હર ઘર તિરંગા’ અને ‘પૂરા દેશ તિરંગા’ આ વખતે આ અભિયાન પોતાની પૂરી ઊંચાઈ પર રહ્યું. દેશના ખૂણેખૂણેથી આ અભિયાન સાથે જોડાયેલી અદ્બુત તસવીરો સામે આવી છે.આપણે ઘરો પર તિરંગો લહેરાતો જોયો- શાળા, કૉલેજ, યુનિવર્સિટીમાં તિરંગો જોયો. લોકોએ પોતાની દુકાનો, કાર્યાલયોમાં તિરંગો જોયો, લોકોએ પોતાના ડેસ્કટૉપ, મોબાઇલ અને ગાડીઓમાં પણ તિરંગો લહેરાવ્યો. જ્યારે લોકો એક સાથ જોડાઈને પોતાની ભાવના પ્રગટ કરે છે તો આ રીતે દરેક અભિયાનને ચાર ચાંદ લાગી જાય છે. હવે તમે તમારા ટીવી સ્ક્રીન પર જે તસવીરો જોઈ રહ્યા છો, તે જમ્મુ-કાશ્મીરના રિયાસીની છે. ત્યાં 750 મીટર લાંબા ઝંડા સાથે તિરંગા રેલી કાઢવામાં આવી હતી અને આ રેલી દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજ પર કાઢવામાં આવી હતી. જેણે પણ આ તસવીરોને જોઈ, તેમનું મન ખુશીથી ઝૂમી ઊઠ્યું. શ્રીનગરના ડલ સરોવરમાં પણ તિરંગા યાત્રાની મનમોહક તસવીરો આપણે બધાએ જોઈ. અરુણાચલ પ્રદેશના ઇસ્ટ કામેંગ જિલ્લામાં પણ 600 ફીટ લાંબા તિરંગા સાથે યાત્રા કાઢવામાં આવી. દેશનાં અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે, દરેક આયુના લોકો, આવી તિરંગા યાત્રાઓમાં સહભાગી થયા. સ્વતંત્રતા દિવસ હવે એક સામાજિક પર્વ પણ બનતો જઈ રહ્યો છે, તે, તમે પણ અનુભવ્યું હશે. લોકો પોતાનાં ઘરોને તિરંગા માળાથી સજાવે છે. ‘સ્વયં સહાયતા સમૂહ’ સાથે જોડાયેલી મહિલાઓ લાખો ધ્વજ તૈયાર કરે છે. ઇ-કૉમર્સ પ્લેટફૉર્મ પર તિરંગામાં રંગાયેલા સામાનનું વેચાણ વધી જાય છે. સ્વતંત્રતા દિવસના અવસર પર દેશના દરેક ખૂણે, જલ-થલ-નભ- બધી જગ્યાએ આપણા ઝંડાના ત્રણ રંગો દેખાયા. હર ઘર તિરંગા વેબસાઇટ પર પાંચ કરોડથી વધુ સેલ્ફીઓ પણ પૉસ્ટ કરવામાં આવી. આ અભિયાને પૂરા દેશને એક સૂત્રમાં બાંધી દીધો છે અને આ જ તો ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ છે.
મારા પ્રિય દેશવાસીઓ, માનવીઓ અને પ્રાણીઓના પ્રેમ પર તમે ઘણી બધી ફિલ્મો જોઈ હશે. પરંતુ એક સાચી કથા આજકાલ આસામમાં બની રહી છે. આસામના તિનસુકિયા જિલ્લાના નાનકડા ગામ બારેકુરીમાં, મોરાનસમુદાયના લોકો રહે છે અને આ જ ગામમાં રહે છે, ‘હૂલૉકગિબન’, જેમને અહીં ‘હોલો બંદર’ કહેવાય છે. હુલૉકગિબનોએ આ ગામને જ પોતાનું રહેઠાણ બનાવી લીધું છે. તમને જાણીને આશ્ચર્ય થશે- આ ગામના લોકોનો હુલૉકગિબન સાથે ઘણો ગાઢ સંબંધ છે. ગામના લોકો આજે પણ પોતાનાં પારંપરિક મૂલ્યોનું પાલન કરે છે. આથી તેમણે તે બધાં કામ કર્યાં, જેનાથી ગિબનો સાથે તેમના સંબંધ વધુ મજબૂત થાય. તેમને જ્યારે એ અનુભૂતિ થઈ કે ગિબનોને કેળાં બહુ પસંદ છે, તો તેમણે કેળાની ખેતી પણ શરૂ કરી દીધી. તે ઉપરાંત, તેમણે નિશ્ચય કર્યો કે ગિબનોના જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલા રીતિ-રિવાજોને એ જ રીતે પૂરા કરીશું, જેવી રીતે તેઓ પોતાના લોકો માટે કરે છે. તેમણે ગિબનોને નામ પણ આપ્યાં છે. તાજેતરમાં જ ગિબનોને પાસેથી પસાર થઈ રહેલા વીજળીનાતારના કારણે મુશ્કેલીઓ પડતી હતી. આથીઆ ગામના લોકોએ સરકાર સામે આ બાબતને રાખી અને ટૂંક સમયમાં જ તેનું સમાધાન શોધવામાં આવ્યું. મને જણાવવામાં આવ્યું છે કે હવે આ ગિબન તસવીરો માટે પૉઝ પણ આપે છે.
સાથીઓ, પશુઓ પ્રત્યે પ્રેમમાં આપણા અરુણાચલ પ્રદેશના યુવાન સાથીઓ પણ કોઈનાથી પાછળ નથી. અરુણાચલમાં આપણા કેટલાક યુવા સાથીઓએથ્રીડી પ્રિન્ટિંગ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે- ખબર છે કેમ? કારણકે તેઓ, વન્ય જીવોને સિંગડાં અને દાંતો માટે શિકાર થવાથીબચાવવા માગે છે. નાબમ બાપુ અને લિખાનાનાના નેતૃત્વમાં આ ટીમ જાનવરોના અલગ-અલગ હિસ્સાનું થ્રીડી પ્રિન્ટિંગ કરે છે. જાનવરોનાંસિંગડાં હોય, દાંત હોય, આ બધું થ્રીડીપ્રિન્ટિંગથી તૈયાર થાય છે. તેને પછી ડ્રેસ અને ટોપી જેવી ચીજો પહેરાવવામાં આવે છે. આ ગજબનો વિકલ્પ છે જેમાં bio degradable material નો ઉપયોગ થાય છે. આવા અદ્ભુત પ્રયાસોની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે, તેટલી ઓછી છે. હું તો કહીશ કે વધુમાં વધુ સ્ટાર્ટ અપ આ ક્ષેત્રમાં સામે આવે, જેથી આપણા પશુઓની રક્ષા થઈ શકે અને પરંપરા પણ ચાલતી રહે.
મારા પ્રિય દેશવાસીઓ, મધ્ય પ્રદેશના ઝાબુઆમાં, કંઈક આવું જ શાનદાર થઈ રહ્યું છે, જેને તમારે અવશ્ય જાણવું જોઈએ. ત્યાં આપણા સફાઈ કર્મી ભાઈ-બહેનોએ ચમત્કાર કરી દીધો છે. આ ભાઈ-બહેનોએ આપણને ‘waste to wealth’નો સંદેશ સચ્ચાઈમાં બદલીને દેખાડ્યો છે. આ ટીમે ઝાબુઆના એક પાર્કમાં કચરાથી અદ્ભુત કલાકૃતિ તૈયાર કરી છે. પોતાના આ કામ માટે, તેમણે આસપાસનાં ક્ષેત્રોમાંથી પ્લાસ્ટિકનો કચરો, ઉપયોગ કરાયેલી બૉટલ, ટાયર અને પાઇપ એકઠાં કર્યાં. આ કલાકૃતિમાં હેલિકૉપ્ટર, કાર અને તોપ પણ સમાવિષ્ટ છે. સુંદર લટકતાં ફ્લાવર પૉટ્સ પણ બનાવવામાં આવ્યાં છે. અહીં ઉપયોગમાં લેવાયેલાં ટાયરોનો ઉપયોગ આરામદાયક બૅન્ચ બનાવવા માટે કરવામાં આવ્યો છે. સફાઈ કામદારોની આ ટીમેreduce, reuse અને recycle નો મંત્ર અપનાવ્યો છે. તેમના પ્રયાસોથી પાર્ક ઘણો જ સુંદર દેખાવા લાગ્યો છે. તેને જોવા માટે સ્થાનિક લોકોની સાથે જ આસપાસના જિલ્લામાં રહેવાવાળા પણ ત્યાં પહોંચી રહ્યા છે.
સાથીઓ, મને પ્રસન્નતા છે કે આજે આપણા દેશમાં અનેક સ્ટાર્ટ-અપ ટીમ પણ પર્યાવરણને ઉત્તેજન આપવા માટે આવા પ્રયાસો સાથે જોડાઈ રહી છે. e-Conscious નામની એક ટીમ છે, જે પ્લાસ્ટિકનાકચરાનો ઉપયોગ પર્યાવરણ મિત્ર ઉત્પાદનો બનાવવામાં કરી રહી છે. તેનો વિચાર તેમને આપણાં પર્યટન સ્થળ, વિશેષ તો, પહાડી વિસ્તારોમાં ફેલાયેલા કચરાને જોઈને આવ્યો. આવા જ લોકોની એક બીજી ટીમે Ecokaari નામથી સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. તે પ્લાસ્ટિકના કચરામાંથી અલગ-અલગ સુંદર ચીજો બનાવે છે.
સાથીઓ, toy recycling પણ આવું જ એક બીજું ક્ષેત્ર છે, જેમાં આપણે મળીને કામ કરી શકીએ છીએ. તમે પણ જાણો છો કે અનેક બાળકો કેટલી ઝડપથી રમકડાંથી કંટાળી જાય છે. બીજી તરફ, એવાં બાળકો પણ છે, જે આ જ રમકડાંનું સપનું જોતાં હોય છે. આવાં રમકડાં જેનાથી તમારાં બાળકો નથી રમતાં, તેમને તમે એવી જગ્યાએ આપી શકો છો, જ્યાં તેમનો ઉપયોગ થતો રહે. આ પણ પર્યાવરણની રક્ષાનો એક સારો રસ્તો છે. આપણે બધા મળીને પ્રયાસ કરીશું ત્યારે જ પર્યાવરણ પણ મજબૂત થશે અને દેશ પણ આગળ વધશે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો પહેલાં 19 ઑગસ્ટે આપણે રક્ષાબંધનનું પર્વ મનાવ્યું. તે દિવસે, પૂરી દુનિયામાં, ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ પણ ઉજવવામાં આવ્યો. આજે પણ દેશવિદેશમાં સંસ્કૃત પ્રત્યે લોકોનો વિશેષ લગાવ જોવા મળે છે. દુનિયાના અનેક દેશોમાં સંસ્કૃત ભાષા માટે જાત-જાતનાં સંશોધનો અને પ્રયોગ થઈ રહ્યાં છે. આગળની વાત કરતા પહેલાં, હું તમારા માટે એક નાની એવી ઑડિયો ક્લિપ વગાડી રહ્યો છું.
### Audio Clip#####
સાથીઓ, આ ઑડિયોનો સંબંધ યુરોપના એક દેશ લિથુએનિયા સાથે છે. ત્યાંના પ્રાધ્યાપક VytisVidunasએ એક અનોખો પ્રયાસ કર્યો છે અને તેને નામ આપ્યું છે – ‘સંસ્કૃત On the rivers’. કેટલાક લોકોનું એક ગ્રૂપ ત્યાં નેરિસ નદીના કિનારે એકઠું થયું અને ત્યાં તેમણે વેદો અને ગીતાનો પાઠ કર્યો. ત્યાં આવા પ્રયાસો છેલ્લાં કેટલાંક વર્ષોથી નિરંતર ચાલુ છે. તમે પણ સંસ્કૃતને આગળ વધારવાના આવા પ્રયાસોને સામે લાવતા રહો.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા બધાંના જીવનમાં ફિટનેસનું બહુ મહત્ત્વ છે. ફિટ રહેવા માટે આપણે આપણી ખાણીપીણી, રહેણીકરણી બધાં પર ધ્યાન દેવું જરૂરી છે. લોકોને ‘ફિટનેસ’ પ્રત્યે જાગૃત કરવા માટે ‘ફિટ ઇન્ડિયા અભિયાન’ની શરૂઆત કરવામાં આવી. સ્વસ્થ રહેવા માટે આજે દરેક આયુ, દરેક વર્ગના લોકો, યોગને અપનાવી રહ્યા છે. લોકો પોતાની થાળીમાં હવે સુપરફૂડમિલેટ્સ અર્થાત્ શ્રી અન્નને સ્થાન દેવા લાગ્યા છે. આ બધા પ્રયાસોનો ઉદ્દેશ્ય એ જ છે કે દરેક પરિવાર સ્વસ્થ હોય.
સાથીઓ, આપણો પરિવાર, આપણો સમાજ અને આપણો દેશ, અને આ બધાનું ભવિષ્ય, આપણાંબાળકોનાં સ્વાસ્થ્ય પર નિર્ભર છે અને બાળકોનાં સારાં સ્વાસ્થ્ય માટે આવશ્યક છે કે તેમને સાચું પોષણ મળતું રહે. બાળકોનુંન્યૂટ્રિશન દેશની પ્રાથમિકતા છે. આમ તો, તેમના પોષણ પર સમગ્ર વર્ષ આપણું ધ્યાન રહે છે, પરંતુ એક મહિનો, દેશ, તેના પર વિશેષ ધ્યાન આપે છે. આથી દર વર્ષે ૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે પોષણ માહ મનાવવામાં આવે છે. પોષણ અંગે લોકોને જાગૃત કરવા માટે પોષણ મેળો, એનિમિયા શિબિર, નવજાત શિશુઓના ઘરની મુલાકાત, પરિસંવાદો, વેબિનાર જેવા અનેક ઉપાયો કરવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ આંગણવાડી અંતર્ગત mother and child committeeની સ્થાપના પણ કરવામાં આવી છે. આ સમિતિ કુપોષિત બાળકો, ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓનીમાતાઓને ટ્રેક કરે છે, તેમના પર સતત નજર રખાય છે અને તેમના પોષણની વ્યવસ્થા કરવામાં આવે છે. ગત વર્ષે પોષણ અભિયાનને નવી શિક્ષણ નીતિ સાથેપણ જોડવામાં આવ્યું છે. ‘પોષણ પણ, અભ્યાસ પણ’ આ અભિયાન દ્વારા બાળકોના સંતુલિત વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. તમારે પણ પોતાના ક્ષેત્રમાં પોષણ પ્રત્યે જાગૃતિના અભિયાન સાથે જરૂર જોડાવું જોઈએ. તમારા એક નાના પ્રયાસથી, કુપોષણ વિરુદ્ધ, આ લડાઈમાં ઘણી મદદ મળશે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતની ‘મન કી બાત’માં આટલું જ. ‘મન કી બાત’માં તમારી સાથે વાત કરવાથી મને સદા ઘણું સારું લાગે છે. એવું લાગે છે કે જાણે હું મારા પરિવારજનો સાથે બેસીને હળવાશભર્યા વાતાવરણમાં મારા મનની વાતો કહી રહ્યો છું. તમારા મન સાથે જોડાઈ રહ્યો છું. તમારા ફીડબૅક, તમારાં સૂચનો, મારા માટે ઘણાં જ મૂલ્યવાન છે. આગામી દિવસોમાં અનેક તહેવાર આવવાના છે. હું, તમને બધાને, તેમની ઘણી શુભકામનાઓઆપું છું. જન્માષ્ટમીનો તહેવાર પણ છે. આગામી મહિનાની શરૂઆતમાં, ગણેશ ચતુર્થીનું પર્વ પણ છે. ઓણમનો તહેવાર પણ નિકટ છે. મિલાદ-ઉન-નબીના પણ અભિનંદન આપું છું.
સાથીઓ, આ મહિને ૨૯ તારીખે ‘તેલુગુ ભાષા દિવસ’ પણ છે. તે સાચે જ ખૂબ જ અદ્ભુત ભાષા છે. હું દુનિયાભરના બધા તેલુગુભાષીઓને’તેલુગુ ભાષા દિવસ’ની શુભકામનાઓપાઠવું છું.
પ્રપંચ વ્યાપ્તંગાઉન્ન,
તેલુગુવારિકિ,
તેલુગુ ભાષા દિનોસ્તવશુભાકાંક્ષલુ.
સાથીઓ, હું તમને બધાને વરસાદની આ ઋતુમાં સાવધાની રાખવાની સાથે જ ‘catch the rain movement’ નો હિસ્સો બનવાનો આગ્રહ પણ ફરી કરીશ. હું તમને બધાને ‘એક પેડ માં કે નામ’ અભિયાનની યાદ અપાવવા માગીશ. વધુમાં વધુ વૃક્ષો વાવો અને બીજાને પણતેનો અનુરોધ કરો. આવનારા દિવસોમાં પેરિસમાંપૅરાઑલંપિક્સ શરૂ થઈ રહ્યા છે. આપણાંદિવ્યાંગ ભાઈ-બહેનો ત્યાં પહોંચ્યાં છે. 140 કરોડ ભારતીય પોતાના એથ્લેટ અને ખેલાડીઓનુંઉત્સાહવર્ધન કરી રહ્યા છે. તમે પણ #cheer4bharatસાથે પોતાના ખેલાડીઓનું પ્રોત્સાહન કરો. આગામી મહિને આપણે એક વાર ફરી જોડાશું અને ઘણા બધા વિષયો પર ચર્ચા કરીશું. ત્યાં સુધી મને વિદાય આપો. ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
#MannKiBaat has begun. Do tune in! https://t.co/gpUcVMQ9Oz
— PMO India (@PMOIndia) August 25, 2024
On the 23rd of August, the nation marked the first National Space Day, celebrating the success of Chandrayaan-3.
— PMO India (@PMOIndia) August 25, 2024
Last year, on this day, Chandrayaan-3 had made a successful landing on the southern part of the moon at the Shiv-Shakti point. #MannKiBaat pic.twitter.com/dLjW47oJc2
During the freedom movement, countless people from all walks of life came forward, even though they had no political background. They devoted themselves entirely to India's independence. Today, to achieve the vision of a Viksit Bharat, we need to rekindle that same spirit once… pic.twitter.com/v06OheZn6c
— PMO India (@PMOIndia) August 25, 2024
#HarGharTiranga campaign wove the entire country into a thread of togetherness. #MannKiBaat pic.twitter.com/94ztexoMUG
— PMO India (@PMOIndia) August 25, 2024
The heartwarming connection between Barekuri villagers in Assam and hoolock gibbons... #MannKiBaat pic.twitter.com/uboNep7Pab
— PMO India (@PMOIndia) August 25, 2024
An innovative approach of 3D printing to protect wildlife in Arunachal Pradesh. #MannKiBaat pic.twitter.com/ewX0T4pSJK
— PMO India (@PMOIndia) August 25, 2024
A great example of converting 'waste to wealth' from Madhya Pradesh’s Jhabua. #MannKiBaat pic.twitter.com/prVFxP3qWK
— PMO India (@PMOIndia) August 25, 2024
Toy recycling can protect the environment. #MannKiBaat pic.twitter.com/bmxxvGGQEm
— PMO India (@PMOIndia) August 25, 2024
Today, there is a growing interest in Sanskrit both in India and globally. #MannKiBaat pic.twitter.com/PHBrDiiVqt
— PMO India (@PMOIndia) August 25, 2024
Children's nutrition is of topmost priority. While focus on their nutrition is throughout the year, there is one month when the entire country places special emphasis on it. That's why every year, from September 1st to September 30th, we observe 'Poshan Maah'. #MannKiBaat pic.twitter.com/TdaYUA6zd2
— PMO India (@PMOIndia) August 25, 2024
Youngsters passionate about space will enjoy listening to today’s #MannKiBaat interaction with the young team of @GalaxEye. May more youth associate themselves with the space sector. pic.twitter.com/2y0J79yb04
— Narendra Modi (@narendramodi) August 25, 2024
Several youth from across India have written to me, appreciating the part from my Red Fort speech in which I talked about integrating youngsters without any family background into the world of politics. pic.twitter.com/GK8dDXAH7d
— Narendra Modi (@narendramodi) August 25, 2024
This year again, #HarGharTiranga was a remarkable success, a mass movement that deepened our connect with the Tricolour. #MannKiBaat pic.twitter.com/zjitaBLWAF
— Narendra Modi (@narendramodi) August 25, 2024
These efforts from Assam and Arunachal Pradesh illustrate how our people greatly value sustainable living and care for animals. #MannKiBaat pic.twitter.com/zqCyy78Uqw
— Narendra Modi (@narendramodi) August 25, 2024
Let’s make toy recycling more popular! #MannKiBaat pic.twitter.com/UdkPfY0QZM
— Narendra Modi (@narendramodi) August 25, 2024
मध्य प्रदेश के झाबुआ में हमारे सफाईकर्मी भाई-बहनों के प्रयास से Reduce, Reuse और Recycle के मंत्र को और मजबूती मिल रही है। इन्होंने कचरे से बने अद्भुत Art Works से जिस प्रकार एक पार्क को सजाया है, वो वहां आने वाले लोगों को भी हैरान कर रहा है। pic.twitter.com/q3RNiYMy4a
— Narendra Modi (@narendramodi) August 25, 2024
कुपोषण के खिलाफ लड़ाई हमारी सरकार की प्राथमिकता है। इसी को लेकर हर साल 1 सितम्बर से 30 सितम्बर के बीच पोषण माह मनाया जाता है। मेरा आग्रह है कि आप अपने क्षेत्र में इससे जुड़े जागरूकता अभियान का जरूर हिस्सा बनें। pic.twitter.com/zst2HtdYgr
— Narendra Modi (@narendramodi) August 25, 2024
Today, there is a growing global interest in learning Sanskrit. You will be elated to hear about an effort in Lithuania. #MannKiBaat pic.twitter.com/DYNnzZtBQn
— Narendra Modi (@narendramodi) August 25, 2024