તમિલનાડુનાં મદુરાઈ અને એની આસપાસનાં ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને સેવાઓને પ્રોત્સાહન આપવાના એક મોટા પગલા સ્વરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મદુરાઈમાં એઇમ્સનો શિલાન્યાસ કર્યો હતો તથા અનેક યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું.
નવી એઇમ્સ મદુરાઈમાં થોપપુર નજીક બનાવવામાં આવશે. આ વિસ્તારમાં અત્યાધુનિક સ્વાસ્થ્ય, તબીબી શિક્ષણ અને સંશોધનમાં નેતૃત્વ પ્રદાન કરશે. આ સ્થળ મુખ્યત્વે તમિલનાડુનાં દક્ષિણ વિસ્તારનાં પછાત જિલ્લાઓમાં રહેતાં લોકોને લાભ આપશે.
પ્રધાનમંત્રીએ મદુરાઈમાં એક જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ‘‘આજે એક રીતે મદુરાઈમાં ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ)નું શિલારોપાણ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નાં અમારાં વિઝનને સુસંગત છે. દિલ્હીમાં એઇમ્સે સ્વાસ્થ્ય સારસંભાળમાં પોતાનું બ્રાન્ડ નેમ સ્થાપિત કર્યું છે. મદુરાઈમાં એઇમ્સની સાથે અમે એમ કહી શકીએ કે સ્વાસ્થ્યની સારસંભાળ માટેની સુવિધાઓની આ બ્રાન્ડને હવે દેશના તમામ ખૂણે – કન્યાકુમારીથી કાશ્મીરથી મદુરાઈ અને ગૌહાટીથી ગુજરાત સુધી ફેલાવી દીધી છે. એનાથી તમિલનાડુનાં તમામ લોકોને લાભ મળશે.”
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનાં ભાગરૂપે મદુરાઈનાં રાજાજી ચિકિત્સા મહાવિદ્યાલયના સુપર સ્પેશિયાલિટી બ્લોક, તાંજોર ચિકિત્સા મહાવિદ્યાલય અને તિરુનેલવેલ્લી ચિકિત્સા મહાવિદ્યાલયનું પણ ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો લક્ષ્યાંક દેશમાં 73 ચિકિત્સા મહાવિદ્યાલયોનો અપગ્રેડ કરવાનો છે. પ્રધાનમંત્રીએ ત્રણ સરકારી ચિકિત્સા મહાવિદ્યાલયોમાં સુપર સ્પેશિયાલિટી બ્લોક્સનું ઉદઘાટન કરવા પર ખુશી વ્યક્ત કરી હતી.
સ્વાસ્થ્ય ક્ષેત્રને સરકારે આપેલી અગ્રિમતાનું પુનરાવર્તન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે, બધા સ્વસ્થ રહે અને આરોગ્ય સુવિધાઓ વાજબી ખર્ચે ઉપલબ્ધ થાય. તેમણે કહ્યું હતું કે, ‘‘જે ઝડપ અને પરિણામ સાથે મિશન ઇન્દ્રધનુષ યોજના કામ કરી રહી છે, તે આરોગ્યની જાળવણી માટે એક નવું ઉદાહરણ પ્રસ્તુત કરે છે. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન સુરક્ષિત ગર્ભાવસ્થાને એક જન આંદોલન બનાવી રહ્યું છે. છેલ્લાં સાડા ચાર વર્ષ અગાઉ સ્નાતક મેડિકલ બેઠકોની સંખ્યામાં લગભગ 30 ટકાનો વધારો થયો છે.”
તેમણે આયુષમાન ભારત વિશે જણાવ્યું હતું કે, તમામ લોકોને સાર્વભૌમિક સ્વાસ્થ્ય સુરક્ષા પ્રાપ્ત થઈ શકે એ સુનિશ્ચિત કરવા માટે આ સૌથી મોટી પહેલ છે. પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, તમિલનાડુનાં 1 કરોડ 57 લાખ વ્યક્તિ આ યોજના અંતર્ગત સામેલ છે. પ્રધાનમંત્રીએ આ વાતની પ્રશંસા કરી હતી કે તમિલનાડુમાં ફક્ત ત્રણ મહિનાનાં ગાળામાં લગભગ 89 હજાર લાભાર્થીઓને માટે 200 કરોડ રૂપિયાથી વધુ રાશિ ફાળવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, “મને એ જાણીને વધારે પ્રસન્નતા થઈ છે કે તમિલનાડુમાં અગાઉથી જ 1320 સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રની શરૂઆત થઈ ગઈ છે.”
રોગ નિયંત્રણ મોરચા પર તેમણે કહ્યું હતું કે, સરકાર વર્ષ 2025 સુધી ટીબીને નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ‘‘અમે રાજ્યોને ટેકનિકલ અને નાણાકીય સહાયતા પ્રદાન કરી રહ્યાં છીએ. મને એ જાણીને ખુશી થઈ છે કે રાજ્ય સરકાર ટીબીમુક્ત ચેન્નાઈને પ્રોત્સાહન આપી રહી છે અને વર્ષ 2023 સુધી રાજ્યમાં ટીબીને નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે.”
તેમણે રાષ્ટ્રીય ટીબી નિયંત્રણ કાર્યક્રમનાં અમલીકરણમાં તમિલનાડુ સરકારની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ રાજ્યમાં 12 પોસ્ટઓફિસ પાસપોર્ટ સર્વિસ સેન્ટર્સનું પણ ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આ આપણાં નાગરિકોનાં જીવનની સુગમતાને શ્રેષ્ઠ બનાવવાનું વધુ એક ઉદાહરણ છે.”
મદુરાઈમાં પ્રધાનમંત્રી કોચી માટે થઈ ગયા હતાં, જ્યાં તેઓ ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રનાં વિસ્તાર સાથે સંબંધિત વિવિધ યોજનાઓનું શિલારોપાણ અને ઉદઘાટન કરશે.
***
NP/GP/RP
Delighted to be in the ancient city of Madurai, which has a central place in the history and culture of Tamil Nadu.
— Narendra Modi (@narendramodi) January 27, 2019
Laid the foundation stone for various projects relating to the health sector, including AIIMS.
These projects will benefit the people of Tamil Nadu. pic.twitter.com/wSGZJOkX2A
As far as Tamil Nadu is concerned, the NDA Government is working to make the state a hub for defence and aerospace sectors.
— Narendra Modi (@narendramodi) January 27, 2019
The State is also at the core of our vision of port-led development. pic.twitter.com/KMwfBy4LJj
Ensuring social justice and inclusive growth for all sections of society. pic.twitter.com/iGjYbdi0Rb
— Narendra Modi (@narendramodi) January 27, 2019