મણિપુરનાં રાજ્યપાલ, ડૉ. નઝમા હેપતુલ્લા,મણિપુરનાં મુખ્યમંત્રી, શ્રી બીરેન સિંઘ,મારા મંત્રીમંડળનાં સાથી, ડૉ. હર્ષ વર્ધન,મંચ પર ઉપસ્થિત અન્ય ખ્યાતનામ મહાનુભવો,પ્રતિનિધિઓ,ભાઈઓ અને બહેનો.
ત્રણ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિકો – પદ્મ વિભૂષણ પ્રો. યશપાલ, પદ્મ વિભૂષણ પ્રો. યુ આર રાવ અને પદ્મ શ્રી ડૉ. બલદેવ રાજ, કે જેમને આપણે હમણાં તાજેતરમાં જ ગુમાવી દીધા છે તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીને હું કાર્યક્રમની શરૂઆત કરું છું. તેમણે દરેકે ભારતીય વિજ્ઞાન અને શિક્ષણમાં અદ્વિતીય યોગદાન આપ્યું હતું.
આવો આપણે સૌ આપણા સમયના મહાન ભૌતિકશાસ્ત્રીઓમાના એક અને આધુનિક બ્રહ્માંડ વિજ્ઞાનના સૌથી ચમકતા તારા સ્ટીફન હોન્કિંગના દેહાવસાન પ્રસંગે તેમના શોકમાં વિશ્વ સાથે સહભાગી બનીએ. તેઓ ભારતના મિત્ર હતા અને તેમણે આપણા દેશની બે વાર મુલાકાત લીધી હતી. સામાન્ય માણસ હોન્કીગનાં નામને તેમનાં કાર્ય બ્લેક હોલના લીધે નથી જાણતો પરંતુ તમામ અવરોધો વચ્ચે રહેવા છતાં તેમની અંદર રહેલા અસાધારણ સર્વોપરી કટિબદ્ધતા અને તેમના જુસ્સા માટે જાણે છે. તેમને આ સમયનાં વિશ્વનાં સૌથી મહાન પ્રેરણાદાયી હસ્તીઓમાંના એક તરીકે હંમેશા યાદ કરવામાં આવશે.
મિત્રો,
મને ખુશી છે કે આજે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનાં એકસો પાંચમાં અધિવેશન પ્રસંગે અહી ઇમ્ફાલમાં હું ઉપસ્થિત છું. વૈજ્ઞાનિકો કે જેમના કાર્યો ભવિષ્ય માટે એક નવો પથપ્રદર્શિત કરે છે તેમની વચ્ચે હાજર રહેવાની મને પ્રસન્નતા છે.મણિપુર યુનિવર્સિટીને આ અતિ મહત્વના કાર્યક્રમનું યજમાન પદ કરતી જોઇને પણ મને ઘણી ખુશી અનુભવાઈ રહી છે. આ યુનિવર્સિટી ઉત્તર પૂર્વમાં ઉચ્ચ શિક્ષણના એક મહત્વના કેન્દ્ર તરીકે વિકસી રહી છે. મને જણાવવામાં આવ્યું છે કે ઉત્તર પૂર્વમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન થઇ રહ્યું હોય તેવો પાછલી એક સદીમાં આ માત્ર બીજો જ પ્રસંગ છે. આ ઉત્તર પૂર્વના પુનરોત્થાનવાળા સ્વભાવનું પ્રમાણ છે.
તે ભવિષ્ય માટે સારા સંકેતો દર્શાવી રહ્યું છે. વિજ્ઞાન એ પુરાતન કાળથી પ્રગતિ અને સમૃદ્ધિનું પર્યાયવાચી રહ્યું છે. આપણા દેશના શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિક બુદ્ધિજીવીઓ તરીકે આજે અહિયાં ઉપસ્થિત આપ સૌ જ્ઞાન, નવીન આવિર્ભાવ અને ઉદ્યોગના શક્તિ કેન્દ્રો સમાન છો અને આ પરિવર્તનને લાવવા માટે શ્રેષ્ઠ સાધનોથી સજ્જ છો.
સમય પાકી ગયો છે કે આપણે ‘આર એન્ડ ડી’ને દેશ માટે ‘રીસર્ચ ફોર ધ ડેવલપમેન્ટ’ તરીકે ફરીથી પરિભાષિત કરીએ- સાચા અર્થમાં તે ‘આર એન્ડ ડી’ છે.આખરે વિજ્ઞાન એ લોકોના જીવનમાં કઈક પરિવર્તન લાવવા માટેનું અને માનવીય પ્રગતિ અને સુખાકારીને વધારવા માટેનું એક બૃહદ સાધન છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની શક્તિ અને સામર્થ્યના સહારે 125 કરોડ ભારતીયો માટે ‘જીવન જીવવાની સરળતા’ને સહાયભૂત બનવા માટે આપણી જાતને પ્રતિબદ્ધ કરવા માટેનો પણ સમય પાકી ગયો છે.
આજે હું અહિયાં મણિપુરની બહાદુર ભૂમિ પર ઉભો છું કે જ્યાં એપ્રિલ 1944માં નેતાજી સુભાષચંદ્ર બોઝના આઈએનએ દ્વારા સ્વતંત્રતા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મને ખાતરી છે કે જ્યારે તમે મણિપુર છોડશો તો તમે પણ આપણા દેશ માટે કઈક ચિરસ્થાયી કાર્ય કરવાની પ્રતિબદ્ધતાના તે જ જુસ્સાને તમારી સાથે લઈને જશો. મને એ બાબતની પણ ખાતરી છે કે તમે અહિયાં જે વૈજ્ઞાનિકોને મળ્યા છો તેમની સાથે ખુબ નજીકથી કાર્ય કરવાનું ચાલુ રાખશો.
આખરે, વિજ્ઞાન અને ટેકનોલોજીની મોટી સમસ્યાઓના અસરકારક ઉપાયો માટે પણ વિવિધ શાખાના વૈજ્ઞાનિકો વચ્ચે સહભાગીદારી અને સંકલનની જરૂર પડે છે. કેન્દ્ર સરકારે ઉત્તર પૂર્વના રાજ્યો માટે અનેક નવા કાર્યક્રમોનો પ્રારંભ કર્યો છે. ગ્રામીણ કૃષિ મોસમ સેવા અંતર્ગત કૃષિને લગતી હવામાન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેનાથી 5 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે. અમે હવે આ નેટવર્કને ઉત્તર પૂર્વના તમામ જીલ્લાઓ સુધી વિસ્તારવા પર કામ કરી રહ્યા છીએ.અનેક નવા કેન્દ્રો ઉત્તર પૂર્વમાં યોગ્ય વિજ્ઞાન અને ટેકનોલોજીને લાવી રહ્યા છે. મણિપુરમાં એક ‘એથનો મેડીસીનલ રીસર્ચ સેન્ટર’ પણ સ્થાપવામાં આવ્યું છે. આ કેન્દ્ર ઉત્તર પૂર્વ પ્રદેશમાં આવેલ જંગલી ઔષધિઓ કે જેઓ સૌથી અલગ ઔષધીય અને ખુશ્બુના ગુણો ધરાવે છે તેમની પર સંશોધન કરશે.
અનેક ઉત્તર પૂર્વી રાજ્યોમાં રાજ્ય જળવાયું પરિવર્તન કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે. તેઓ જોખમોની સમીક્ષા કરશે અને જળવાયુ પરિવર્તન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરશે. અમે વાંસને એક વૃક્ષની શ્રેણીમાંથી બહાર કાઢી નાખ્યાં છે અને તેને એક ઘાસની શ્રેણીમાં મુક્યા છે કે જે વાસ્તવિકતા છે. તેના માટે અમે સદીઓ જુના કાયદામાં પરિવર્તન કર્યું છે. આ સુધારાને કારણે વાંસની સરળતાથી આવન-જાવન થઇ શકશે. તેનાથી એ વાતની પણ ખાતરી થશે કે ઉત્પાદન અને ઉપભોક્તા કેન્દ્રોનું સંયુક્ત એકીકરણ કરવામાં આવેલું હોય. તેનાથી ખેડૂતોને વાંસની સમગ્ર પ્રણાલીની મુલ્ય શ્રુંખલામાં રહેલા સાચા સામર્થ્યની પણ પ્રતીતિ થશે. સરકાર અંદાજે 1200 કરોડ રૂપિયાનાં મૂડીરોકાણ સાથે રાષ્ટ્રીય વાંસ મિશનમાં પણ સુધારો કરી રહી છે. આ નિર્ણયથી મણિપુર જેવા રાજ્યોને ઘણો ફાયદો થશે.
મિત્રો,
ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ એક સમૃદ્ધ વિરાસત ધરાવે છે. ભારતના કેટલાક સૌથી મહાન વૈજ્ઞાનિકો જેવા કે આચાર્ય જે. સી. બોઝ, સી. વી. રામન, મેઘનાદ સાહા અને એસ. એન. બોઝ દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું હતું. ન્યુ ઇન્ડિયાએ આ મહાન વૈજ્ઞાનીકો દ્વારા સ્થાપવામાં આવેલ શ્રેષ્ઠતાના ઉચ્ચ માનાંકોમાંથી પ્રેરણા લેવી જોઈએ. વિવિધ પ્રસંગોએ આપણી વચ્ચે થયેલી વાતચીત દરમિયાન, મેંઆપણા વૈજ્ઞાનિકોને આપણી સામાજિક આર્થિક સમસ્યાઓનાં ઉકેલ શોધવા માટે પ્રોત્સાહન આપ્યું છે. મેં તેમને સમાજના ગરીબ અને પછાત વર્ગના લોકોને લાભ થાય તેવા નવા પડકારો ઝીલવા માટે પણ વિનંતી કરી છે.
આ સંદર્ભમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવેલ વિષય તદ્દન યોગ્ય છે: “વિજ્ઞાન અને ટેકનોલોજીનાં માધ્યમથી પછાત સુધી પહોંચવું”. આ વિષય મારા હૃદયની ખુબ જ નજીક છે.
2018માં પદ્મ શ્રીથી સન્માનિત થયેલ રાજગોપાલન વાસુદેવનનું ઉદાહરણ લો. તે મદુરાઈના એક અધ્યાપક છે કે જેમણે રસ્તાના નિર્માણમાં પ્લાસ્ટિકના કચરાનો ફરી ઉપયોગ કરવા માટેની એક નવીન પદ્ધતિ વિકસાવી અને તેને પેટન્ટ કરાવી. આ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ રસ્તાઓ વધુ ટકાઉ, જળ પ્રતિરોધક અને વધુ ભાર વહન ક્ષમતા ધરાવનાર છે. આ સાથે જ તેમણે પ્લાસ્ટિકનાં કચરાની બલુનીંગ સમસ્યાનો પણ એક રચનાત્મક ઉપયોગ શોધી કાઢ્યો છે. પ્રો. વાસુદેવને સરકારને આ ટેકનોલોજી મફતમાં આપી છે. આ ટેકનોલોજીનો 11 રાજ્યોમાં 5000 કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ કરવા માટે પહેલા જ ઉપયોગ કરી લેવામાં આવ્યો છે.
એ જ રીતે, અરવિંદ ગુપ્તાને વૈજ્ઞાનિક પ્રયોગો માટે રમકડા બનાવવા કચરો અને ઘરની વસ્તુઓનો ઉપયોગ કરીને નકામી વસ્તુઓમાંથી વિજ્ઞાન શીખવા માટે વિદ્યાર્થીઓની પેઢીને પ્રેરણા આપવા બદલ 2018માં પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ચિંતા કીન્ડી મલેશાને લક્ષ્મી એએસયુ મશીન કે જે સાડી વણવા માટે જરૂરી સમય અને શ્રમમાં નોંધપાત્ર ઘટાડો કરે છે તેની શોધ કરવા બદલ 2017માં પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો. આથી જ હું આપ સૌને વિનંતી કરું છું કે તમારા સંશોધન અને નવીનીકરણને આપણા હાલના સમયની સમસ્યાઓને ઉકેલવા માટે અને લોકોની મહત્વકાંક્ષાને સંતોષવા તરફ કાર્યરત કરો. વૈજ્ઞાનિક સામાજિક જવાબદારી એ અત્યારના સમયની તાતી જરૂરિયાત છે.
મિત્રો,
આ સત્રની વિષય પણ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરે છે. શું આપણે એ બાબતની ખાતરી કરી છે કે ભારતના બાળકો વિજ્ઞાન તરફ પૂરતા પ્રમાણમાં જાગૃત થાય? શું આપણે તેમને તેમની અંદર રહેલા કૌશલ્યને ઉજાગર કરવા માટે એક અનુકુળ વાતાવરણ પૂરું પાડી રહ્યા છીએ? આપણી વૈજ્ઞાનિક સિદ્ધિઓ સમાજ સુધી સ્પષ્ટ પણે પહોંચવી જોઈએ. આમ કરવાથી યુવાનોમાં વૈજ્ઞાનિક સ્વભાવનું નિર્માણ કરવામાં મદદ મળશે. તે આપણા યુવાન બુદ્ધિજીવીઓને વિજ્ઞાન ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે પણ પ્રોત્સાહિત અને આકર્ષિત કરશે. આપણે આપણા રાષ્ટ્રીય સંસ્થાનો અને પ્રયોગશાળાઓ આપણા બાળકો માટે ખુલ્લા મુકવાના છે. હું વૈજ્ઞાનિકોને શાળાએ જતા બાળકો સાથે વાતચીત કરી શકાય તે માટે એક યોગ્ય વ્યવસ્થાનું નિર્માણ કરવાની વિનંતી કરું છું. હું તેમને ધોરણ 10, 11 અને 12ના 100 વિદ્યાર્થીઓ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા જુદા જુદા પાસાઓની ચર્ચા કરીને દર વર્ષે 100 કલાક ફાળવવાની પણ વિનંતી કરું છું. 100 કલાક અને 100 વિદ્યાર્થીઓ, કલ્પના કરો કે આ રીતે આપણે કેટલા વૈજ્ઞાનિકોનું નિર્માણ કરી શકીએ તેમ છીએ.
મિત્રો,
અમે 2030 સુધીમાં વીજળીના સંયોજનમાં પુનઃ પ્રાપ્ય બળતણના હિસ્સાની ક્ષમતાને 40 ટકાથી પર પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ. અનેક રાષ્ટ્રોવાળા આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ અને મિશન ઇનોવેશનમાં ભારત એક નેતા છે. સ્વચ્છ ઉર્જા માટે સંશોધન અને વિકાસમાં આ પ્રકારની જૂથ રચનાઓ એક બહોળું પ્રેરકબળ પૂરું પાડે છે. પરમાણું ઉર્જા મંત્રાલય પ્રત્યેક 700 મેગા વોટની ક્ષમતા ધરાવતા દસ નવા સ્થાનીય પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રીએક્ટરની સ્થાપના કરી રહ્યું છે. સ્થાનિક પરમાણું ઉદ્યોગ માટે આ એક મોટુંપ્રોત્સાહન છે. તે ભારતની એક મોટા પરમાણું ઉત્પાદન રાષ્ટ્ર તરીકેની ઓળખને મજબૂતી આપે છે. તાજેતરના સમયમાં સીએસઆઈઆર દ્વારા એક હેન્ડ હેલ્ડ મિલ્ક ટેસ્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જે દરેક પરિવારને થોડીક જ સેકંડમાંદૂધની ગુણવત્તા ચકાસવામાં મદદ કરે છે. સીએસઆઈઆરએ ખેડૂતોની આવક વધારવા માટે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતાઉચ્ચ ગુણવતા ધરાવતા ખુશ્બુદાર અને ઔષધીય છોડવા તેમજ દુર્લભ જીનેટિક બીમારીઓ માટે ડાયગ્નોસ્ટીક કિટનું નિર્માણ કરીને પણ એક અદ્વિતીય સફળતા પ્રાપ્ત કરી છે.
અમે ભારતમાંથી ટીબીને જડમૂળમાંથી નાબુદ કરવાની સિદ્ધિ હાંસલ કરવા માટેના સંયુક્ત પ્રયાસો કરી રહ્યા છીએ. કેટલાક દિવસો પહેલા, નવી દિલ્હીમાં ‘ટીબી અંત લાવો’પરિષદ પ્રસંગે અમે ટીબીને ભારતમાંથી 2025 સુધીમાં નાબુદ કરવાની અમારી પ્રતિબદ્ધતા રજુ કરી હતી કે જે વિશ્વ આરોગ્ય સંસ્થા – હુ ના 2030ના લક્ષ્ય કરતા પાંચ વર્ષ પહેલાની છે. આપણા અવકાશ સંશોધન કાર્યક્રમો એક જ વારમાં એકસોથી વધુ ઉપગ્રહોને અવકાશમાં તરતા મુકવાની ક્ષમતા ધરાવે છે. આ બાબત ભારતીય વૈજ્ઞાનિકોના સખત પરિશ્રમ અને સમર્પણ ભાવનાના લીધે જ શક્ય બની શકી છે.
ચંદ્રયાન – 1ની સફળતા બાદ હવે અમે આગામી મહિનાઓમાં ચંદ્રયાન – 2ને લોન્ચ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. આ સંપૂર્ણ સ્વદેશી પ્રયાસમાં રોવર મારફતે ચંદ્રની સપાટી પરઉતરાણ અને પ્રવાસનો સમાવેશ થાય છે. ગઈ સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને ‘ગુરુત્વાકર્ષણીય મોજાઓ’ વિષેનો સિદ્ધાંત આપ્યો હતો. આપણા સૌની માટે તે અત્યંત ગર્વની વાત છે કે નવ ભારતીય સંસ્થાનોમાંના 37 ભારતીય વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવીટેશનલ વેવ ઓબ્ઝરવેટરી (લીગો) જોડાણમાં ભાગ લીધો હતો અને ત્રણ વર્ષ પહેલા જ આ સિદ્ધાંતને સાચો સાબિત કર્યો હતો. આપણી સરકારે દેશમાં ત્રીજા લીગો ડિટેકટરની સ્થાપના કરવા માટેની મંજુરી આપી દીધી છે. તે લેઝર્સ, લાઈટ વેવ્સ, અને કંપ્યુટીંગના ક્ષેત્રોમાં મૂળભૂત વિજ્ઞાનમાં આપણા જ્ઞાનને વિસ્તારવાનું કાર્ય કરશે. મને જણાવવામાં આવ્યું છે કે આપણા વૈજ્ઞાનિકો આને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે અથાકપણે પ્રયાસો કરી રહ્યા છે. મેં અગત્યના વૈજ્ઞાનિક સંસ્થાનોની આસપાસના શહેરોમાં વિજ્ઞાન ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના કેન્દ્રોનું નિર્માણ કરવા અંગે પણ વાત કરી છે. તેનો ઉદ્દેશ્ય શહેર આધારિત સંશોધન અને વિકાસ સમુદાયોનું નિર્માણ કરવાનો છે કે જેઓ શિક્ષણ શાખાઓથી લઈને સંસ્થાનો સુધીમાં અને ઉદ્યોગોથી લઈને નવા સાહસોમાં તમામ વિજ્ઞાન અને ટેકનોલોજી ભાગીદારોને સાથે લાવવાનું કામ કરશે.તે નવા સંશોધનોને પ્રોત્સાહન આપવામાં અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વિશાળ સંશોધનો કેન્દ્રોની રચના કરવામાં સહાય કરશે.
અમે તાજેતરમાં જ એક નવી “પ્રાઈમ મીનીસ્ટર્સ રીસર્ચ ફેલો” યોજનાને મંજુરી આપી છે. આ યોજના હેઠળ દેશના શ્રેષ્ઠ સંસ્થાનો જેવા કે આઈઆઈએસસી, આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએસઈઆર અને આઇઆઇઆઇટીના તેજસ્વી વિદ્યાર્થીઓને આઈઆઈટી અને આઈઆઈએસસીમાં પી એચ ડી કાર્યક્રમ હેઠળ સીધો પ્રવેશ આપવામાં આવશે. આ યોજના આપણા દેશમાંથી બહાર જઈ રહેલા બુદ્ધિજીવીઓને રોકવામાં સહાય કરશે. તે વિજ્ઞાન અને ટેકનોલોજીના અગ્રણી ક્ષેત્રોમાં સ્વદેશી સંશોધનને પ્રોત્સાહન આપવામાં સહાયભૂત બનશે.
મિત્રો,
ભારત મોટા સામાજિક આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે કે જે આપણી વસ્તીના મોટા સમુદાયને અસર કરી રહ્યા છે. આપણે એવા વિજ્ઞાન અને ટેકનોલોજીની જરૂર છે કે જે ભારતને સ્વચ્છ, હરિયાળું અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરે. અહી હું વૈજ્ઞાનિકો પાસેની મારી કેટલીક અપેક્ષાઓનું પુનઃઉચ્ચારણ કરું છું. આપણા આદિવાસીઓનો મોટો સમુદાય સિકલ સેલ એનીમિયાથી અસરગ્રસ્ત છે. શું આપણા વૈજ્ઞાનિકો આ સમસ્યા માટે નજીકના સમયમાં કોઈ સરળ અને સસ્તા ઉપાય શોધી શકે તેમ છે? આપણા બાળકોમાંથી મોટો હિસ્સો કુપોષણનો શિકાર બનેલો છે. આ સમસ્યાને ઉકેલવા માટે ભારત સરકારે રાષ્ટ્રીય પોષણ મિશનનો પ્રારંભ કર્યો છે. તમારા સૂચનો અને ઉકેલો આ મિશનના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ નીવડશે.
ભારતને કરોડો નવા ઘરોની જરૂર છે. શું આપણા વૈજ્ઞાનિકો આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે 3ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી અપનાવવા માટે અમારી મદદ કરી શકે? આપણી નદીઓ પ્રદુષિત છે. તેને સ્વચ્છ કરવા માટે તમારા રચનાત્મક વિચારો અને નવીન ટેકનોલોજીની જરૂર છે. આપણે હાલઅસરકારક સૂર્ય અને પવન ઉર્જા, ઉર્જા સંગ્રહ અને ઇલેક્ટ્રિક મોબિલિટી સોલ્યુશન, સ્વચ્છ રસોઈ, કોલસાને બદલે સ્વચ્છ ઇંધણ જેવા કે મિથેનોલનો ઉપયોગ, કોલસામાંથી સ્વચ્છ ઉર્જા, સ્માર્ટ ગ્રીડ, માઈક્રો ગ્રીડ અને બાયો ફયુલ જેવા બહુ આયામી દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂર છે.
અમે 2022 સુધીમાં 100 ગીગા વોટ ઇન્સ્ટોલ્ડ સોલાર પાવરના ધ્યેયને હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. વર્તમાન સમયમાં બજારમાં ઉપલબ્ધ સોલાર મોડ્યુલની ચોકસાઈ 17% થી 18% જેટલી છે.
શું આપણા વૈજ્ઞાનિકો વધુ ચોક્કસ એવા સોલાર મોડ્યુલનું નિર્માણ કરી શકે કે જે ભારતમાં તે જ કિંમત પર ઉત્પાદન કરી શકાય? આ રીતે કામ કરવાથી આપણે જે સંસાધનો બચાવીશું તેની કલ્પના કરી જુઓ. ઈસરો અવકાશમાં ઉપગ્રહો ચલાવવા માટે સૌથી શ્રેષ્ઠ બેટરીઓમાની એક બેટરી સીસ્ટમનો ઉપયોગ કરે છે.અન્ય સંસ્થાનો પણ મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રિક કાર માટે વધુ ચોક્કસ અને સસ્તી બેટરી સીસ્ટમનું નિર્માણ કરવા માટે ઈસરો સાથે ભાગીદારી કરી શકે છે. આપણે અદ્રશ્ય મારકો જેવા કે મેલેરિયા અને જાપાનીઝ એન્સીફેલાઈટીસમાંથી મુક્તિ મેળવવા માટેનવી પદ્ધતિઓ, દવાઓ અને રસીઓનું નિર્માણ કરવાની જરૂર છે.યોગ, રમતગમત અને પારંપરિક જ્ઞાન જેવી શાખાઓમાં પણ સંશોધન કરવાની જરૂર છે. આજની પેઢીને રોજગાર પૂરો પાડવા માટે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ એકમો એ મુખ્ય કેન્દ્રો છે. વૈશ્વિક સ્પર્ધા સાથે તેઓ વધુમાં વધુ પડકારોનો સામનો કરી રહ્યા છે. શું આપણા વૈજ્ઞાનિકો અને ટેકનીકલ સંસ્થાનો એમએસએમઈ સેક્ટરના હિત માટે બીડું ઝડપી શકે છે અને આ એકમોને તેમની પ્રક્રિયા અને ઉત્પાદનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે?
મિત્રો,
દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે અતિ મહત્વની ટેકનોલોજીનું ભવિષ્યમાં અમલીકરણ કરવા માટે સજ્જ રહેવાનું છે. ટેકનોલોજી આપણા દેશના નાગરિકો સુધી શિક્ષણ, આરોગ્ય કાળજી અને બેન્કિંગ જેવી સુવિધાઓને વધુ ઊંડાણ સુધી પહોંચાડવામાં મદદ કરશે. ભારત 2020 સુધીમાં 5-જી બ્રોડબેન્ડ ટેલી-કમ્યુનિકેશન નેટવર્ક માટે ટેકનોલોજી, સાધનો, ગુણવત્તા અને ઉત્પાદનનું નિર્માણ કરવામાં એક મહત્વનું પ્રદાન કરનાર દેશ બનવો જોઈએ.કૃત્રિમ બુદ્ધિમત્તા, બીગ ડેટા એનાલિટીક્સ, મશીન લર્નિંગ અને સાયબર ફીઝીકલ સીસ્ટમની સાથે મળીને અસરકારક કમ્યુનિકેશન એ સ્માર્ટ ઉત્પાદન, સ્માર્ટ સીટી અને ઉદ્યોગો 4.0માં આપણી સફળતા માટે એક મહત્વનું તત્વ બની રહેશે. ચાલો આપણે સૌ સાથે મળીને 2030 સુધીમાં ભારતને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ટોચના 10 દેશોમાં સ્થાન અપાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરીએ.
મિત્રો,
આજથી ચાર વર્ષ પછી આપણે આપણી સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઉજવતા હોઈશું. આપણે સૌએ સાથે મળીને 2022 સુધીમાં ન્યુ ઇન્ડિયાનું નિર્માણ કરવાનો સંકલ્પ લીધો છે. આપણે સૌએ ‘સૌનો સાથ સૌનો વિકાસ’ આ ધ્યેયમંત્ર સાથે સહભાગી સમૃદ્ધિ તરફ કામ કરવાની જરૂર છે.આ લક્ષ્યાંક માટે આપ દરેકના સંપૂર્ણ હૃદયપૂર્વકના યોગદાનની જરૂર છે. ભારતીય અર્થતંત્ર હાલ બહોળા વિકાસના માર્ગ પર પ્રશસ્ત છે. પરંતુ આપણે માનવ વિકાસ સૂચકાંકમાં પાછળ રહી ગયા છીએ. આ માટેના કારણોમાનું એક મહત્વનું કારણ છે આંતર રાજ્ય અને રાજ્યોની અંદર રહેલ વિષમતા. આને ઉકેલવા માટે અમે 100 મહત્વકાંક્ષી જીલ્લાઓના દેખાવને સુધારવા માટેનો એક સંયુક્ત પ્રયાસ હાથ ધર્યો છે. આપણે આરોગ્ય અને પોષણ, શિક્ષણ, કૃષિ અને જળ સંસાધન, નાણાકીય સમાવેશતા, કૌશલ્ય વિકાસ અને પાયાના માળખાગત બાંધકામો જેવા મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરીશું. આ બધા જ ક્ષેત્રોને નવીન ઉપાયોની જરૂર છે કે જે સ્થાનિક પડકારો અને જરૂરિયાતોને પહોંચી વળવામાં સહાય કરે. આ બાબતમાં બધાને એક જ માપદંડથી ચલાવવાનો દ્રષ્ટિકોણ કામમાં નહિં આવે. શું આપણા વૈજ્ઞાનિક સંસ્થાનો આ મહત્વકાંક્ષી જીલ્લાઓની સેવા કરી શકે ખરા? શું તેઓ રચનાત્મકતાને કાર્યાન્વિત કરીને અને યોગ્ય ટેકનોલોજીનું મિશ્રણ કરી શકે કે જે કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતાને જન્મ આપે?
માઁ ભારતી માટે આ સૌથી શ્રેષ્ઠ સેવા હશે. ભારત સમૃદ્ધ પરંપરા અને શોધખોળ તથા વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગનો લાંબો ઈતિહાસ ધરાવે છે. હવે સમય આવી ગયો છે કે આપણે આ ક્ષેત્રના આગળની હરોળમાં ઉભેલા રાષ્ટ્રો વચ્ચે આપણું સાચું સ્થાન પુનઃ પ્રાપ્ત કરવાનો દાવો કરીએ. હું વૈજ્ઞાનિક સમુદાયને તેમના સંશોધનોને ‘લેબથી લેન્ડ’ સુધી વિસ્તારીત કરવાનું આહવાન કરું છું. મને પૂરો વિશ્વાસ છે કે આપણા વૈજ્ઞાનિકોના સમર્પિત પ્રયાસોથી આપણે વધુ ઉજ્જવળ ભવિષ્ય માટેની એક નવીન કેડી કંડારી શકીશું. એક એવું ભવિષ્ય જે આપણે આપણી પોતાની માટે અને આપણા બાળકો માટે જોવા માંગીએ છીએ.
આભાર!
RP
I am told that this is just the second time in over a century, that the Indian Science Congress is being held in the North-East. This is a testimony to the resurgent spirit of the North East. It bodes well for the future: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 16, 2018
The time is ripe to redefine ‘R&D’ as ‘Research’ for the ‘Development’ of the nation. Science is after all, but a means to a far greater end; of making a difference in the lives of others, of furthering human progress and welfare: PM
— PMO India (@PMOIndia) March 16, 2018
An 'Ethno-Medicinal Research Centre' has been set up in Manipur to undertake research on the wild herbs available in the North-East region, which have unique medicinal and aromatic properties.
— PMO India (@PMOIndia) March 16, 2018
State Climate Change Centres have been set up in 7 North-Eastern States: PM
Our scientific achievements need to be communicated to society. This will help inculcate scientific temper among youth. We have to throw open our institutions & laboratories to our children. I call upon scientists to develop a mechanism for interaction with school-children: PM
— PMO India (@PMOIndia) March 16, 2018
We are committed to increasing the share of non-fossil fuel based capacity in the electricity mix above 40% by 2030. India is a leader in the multi-country Solar Alliance and in Mission Innovation. These groupings are providing a thrust to R&D for clean energy: PM
— PMO India (@PMOIndia) March 16, 2018
Our Government has already given the go-ahead to establish 3rd LIGO detector in the country. It will expand our knowledge in basic sciences in the areas of lasers, light waves & computing. I am told that our scientists are tirelessly working towards making this a reality: PM
— PMO India (@PMOIndia) March 16, 2018
Our Government has already given the go-ahead to establish 3rd LIGO detector in the country. It will expand our knowledge in basic sciences in the areas of lasers, light waves & computing. I am told that our scientists are tirelessly working towards making this a reality: PM
— PMO India (@PMOIndia) March 16, 2018
We have set a target of 100 GW of installed solar power by 2022. Efficiency of solar modules currently available in the market is around 17%-18%. Can our scientists take a challenge to come up with a more efficient solar module, which can be produced in India at the same cost: PM
— PMO India (@PMOIndia) March 16, 2018
We have to be future ready in implementing technologies vital for the growth and prosperity of the nation. Technology will allow far greater penetration of services such as education, healthcare, and banking to our citizens: PM
— PMO India (@PMOIndia) March 16, 2018
India has a rich tradition and a long history of both discovery and use of science and technology. It is time to reclaim our rightful place among the front-line nations in this field. I call upon the scientific community to extend its research from the labs to the land: PM
— PMO India (@PMOIndia) March 16, 2018
I am confident that through the dedicated efforts of our scientists, we are embarking on the road to a glorious future. The future we wish for ourselves and for our children: PM
— PMO India (@PMOIndia) March 16, 2018