નમસ્કાર,
સાહિબ બંદગી,
આજે હું પોતાને ખૂબ જ મોટો નસીબદાર વ્યક્તિ માનું છુ કારણ કે મહાન સૂફી સંત કબીરદાસજીની સ્મૃતિમાં થઈ રહેલા આ આયોજનમાં આ ધરતીને વંદન કરવાની મને તક મળી છે. આજે અમને અહીં આવીને ઘણું સારૂં લાગે છે. હું આ પવિત્ર ધરતીને પ્રણામ કરૂ છું અને સાથે-સાથે આપ સૌ લોકોને પણ પ્રણામ કરૂં છું.
રાજ્યના લોકપ્રિય અને યશસ્વી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્ર સરકારના મંત્રીમંડળના મારા સાથી શ્રીમાન મહેશ શર્માજી, કેન્દ્રના મંત્રીમંડળના મારા સાથી શ્રીમાન શિવ પ્રસાદ શુક્લાજી, રાજ્ય સરકારનાં મંત્રી ડૉ. રીટા બહુગુણાજી, રાજ્ય સરકારના મંત્રી શ્રીમાન લક્ષ્મીનારાયણ ચૌધરીજી, સંસદના મારા સાથી અને ઉત્તરપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને મારા મિત્ર ડૉકટર મહેન્દ્રનાથ પાંડેજી, અમારી સંસદના એક પ્રગતિશીલ યુવા, સક્રિય, નમ્ર અને વિવેકપૂર્ણ એવા આ ધરતીના સંતાન, અમારા સાંસદ શરદ ત્રિપાઠીજી, ઉત્તરપ્રદેશના સચિવ શ્રીમાન રાજીવ કુમાર, અહીં હાજર રહેલા તમામ અન્ય મહાનુભવો અને દેશના ખૂણે-ખૂણેથી આવેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજે મને મગહરની પાવન ધરતી ઉપર આવવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેનાથી મનને એક વિશેષ સંતોષની અનુભૂતિ થઈ.
ભાઈઓ અને બહેનો, દરેક વ્યક્તિના મનમાં એક ઈચ્છા રહેતી હોય છે કે આવા યાત્રા ધામોમાં જવા મળે, મારી આ મનોકામના આજે પૂર્ણ થઈ છે. થોડા વખત પહેલાં મને સંત કબીરદાસજીની સમાધિ પર પુષ્પાંજલિ કરવાનું અને તેમની કબર પર ચાદર ચડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું એ ગુફાને પણ જોઈ આવ્યો કે જ્યાં કબીરદાસજી સાધના કરતા હતા. સમાજને સદીઓથી દિશા ચીંધી રહ્યા છે, માર્ગદર્શક, સમતા અને સમતાના પ્રતિબિંબ સમા મહાત્મા કબીરને તેમની જ નિર્વાણ ભૂમિમાં ફરી એક વખત હું કોટિ-કોટિ વંદન કરૂં છું.
એવું કહેવામાં આવે છે કે અહિંયા સંત કબીરદાસ, નાનક દેવ અને બાબા ગોરખનાથજીએ એક સાથે બેસીને આધ્યાત્મિક ચર્ચા કરી હતી. મગહરમાં આવીને હું ધન્યતાનો અનુભવ કરી રહ્યો છું. આજે જ્યેષ્ઠ શુક્લ પૂર્ણિમા છે. આજના દિવસે જ ભગવાન ભોળાનાથની યાત્રા શરૂ થઈ રહી છે. હું તીર્થ યાત્રિઓને સુખદ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવું છું.
કબીરદાસજીની પાંચસોમી પુણ્યતિથી પ્રસંગે અહિં સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા કબીર મહોત્સવની શરૂઆત થઈ છે. સંપૂર્ણ માનવતા માટે કબીરદાસજી જે ઉમદા સંપત્તિ છોડી ગયા છે તેનો લાભ આપણે સૌને મળવાનો છે. ખુદ કબીરજીએ જ કહ્યું હતું કેઃ
તિર્થી ગયે તો એક ફલ, સંત મિલે ફલ ચાર,
સદગુરૂ મિલે અનેક ફલ, કહે કબીર વિચાર.
આનો અર્થ એવો થાય છે કે તિર્થ ધામે જવાથી પુણ્ય મળે છે અને સંત સાથેના સમાગમથી ચાર પુણ્ય પ્રાપ્ત થઈ છે. મગહરની આ ધરતી પર યોજાયેલ કબીર મહોત્સવ આવું જ પુણ્ય આપનાર બની રહેશે.
ભાઈઓ અને બહેનો, થોડી વાર પહેલાં જ અહીં સંત કબીર અકાદમીનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. લગભગ ચોવીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને અહીં મહાત્મા કબીર સાથે જોડાયેલી સ્મૃતિઓને જીવંત રાખનારી સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવશે. કબીરે જે સામાજીક ચેતના જગાવવા માટે પોતાના સમગ્ર જીવન દરમિયાન કામ કર્યું હતું, જેમાં કબીરના ભજનો, તાલિમ ભવન, કબીર નૃત્ય તાલિમ ભવન, સંશોધન કેન્દ્ર, લાયબ્રેરી, ઓડિટોરિયમ, છાત્રાલય, આર્ટ ગેલેરી વિકસીત કરવાની યોજનાનો સમાવેશ થાય છે.
સંત કબીર અકાદમી ઉત્તરપ્રદેશની પ્રાદેશિક ભાષાઓ અને લોકવિદ્યાઓના વિકાસ અને સંરક્ષણ માટે પણ કામ કરશે. ભાઈઓ અને બહેનો, કબીરજીનું સમગ્ર જીવન સત્યની ખોજ અને અસત્યના ખંડનમાં વ્યતિત થયું હતું. કબીરજીના સાધનાનો માનવાથી નહીં, પણ જાણવાથી આરંભ થાય છે. મસ્તકથી માંડીને પગ સુધી મસ્ત મૌલા સ્વભાવના તે ફક્કડ આદમી હતી. આદતમાં અક્કડ હતા. ભગતની સામે સેવક હતા, બાદશાહ સામે ખૂબ જ દિલેર, દિલના સાફ, દિમાગથી તંદુરસ્ત, અંદરથી કોમળ અને બહારથી કઠોર વ્યક્તિ હતા. તે પોતાના જન્મજાત વ્યવસાયને કારણે નહીં, પરંતુ પોતાના કર્મોને કારણે વંદનીય બની ગયા છે.
મહાત્મા કબીરદાસ કે જે ધૂળમાંથી ઉભા થયા હતા, પરંતુ માથાનુ ચંદન બની ગયા હતા. મહાત્મા કબીરદાસ વ્યક્તિમાંથી અભિવ્યક્તિ બની ગયા અને તેનાથી પણ આગળ વધીને શબ્દથી શબ્દ બ્રહ્મ થઈ ગયા. તે વિચાર બનીને અને વ્યવહાર બનીને અમર થઈ ગયા. સંત કબીર દાસજીએ સમાજને માત્ર દ્રષ્ટિ આપવાનું જ કામ નહીં, પરંતુ સમાજની ચેતનાને જાગૃત કરવાનું પણ કામ કર્યું છે અને આ સમાજની જાગૃતિ માટે તે કાંસીથી મગહર આવ્યા હતા અને મગહરને તેમણે પ્રતિક સ્વરૂપે પસંદ કર્યું હતું.
કબીર સાહેબે કહ્યું હતું કે જો હૃદયમાં રામ વસતો હોય તો મગહર પણ સૌથી પવિત્ર જગ્યા છે અને તેમણે કહ્યું હતું કેઃ
ક્યા કાસી, ક્યા ઉસર મગહર, રામ હૃદય બસો મોરા.
તે કોઈના શિષ્ય નહીં, રામાનંદ પાસેથી ચેતના પામેલા ચેલા હતા. સંત કબીરદાસથી કહેતા હતા કેઃ
સંત કાસીમેં પ્રગટ હુએ હૈ, રામાનંદ ચેતાએ.
કાશીએ કબીરને આદ્યાત્મિક ચેતના અન ગુરૂ સાથે મેળાપ કરાવી આપ્યો હતો.
ભાઈઓ અને બહેનો, કબીરને ભારતની આત્માના ગીત, રસ અને સાર કહેવામાં આવે છે. તેમણે સામાન્ય ભારતીય ગ્રામીણ વ્યક્તિના મનની વાતને તેની જ બોલચાલની ભાષામાં પરોવી હતી. ગુરૂ રામાનંદના શિષ્ય હોવાથી તે જાતિમાં કેવી રીતે માને. તેમણે જાતિના ભેદભાવ તોડ્યા હતા.
સબ માનસ કી એક જાતિ – એવી ઘોષણા કરી હતી અને પોતાની અંદરના અહંકારને ખતમ કરીને તેમાં બિરાજેલા ઈશ્વરનું દર્શન કરવા માટે કબીરજીએ રસ્તો બતાવ્યો હતો. તે સૌના હતા એટલે સૌ તેમના થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે –
કબીરા ખડા બજાર મેં, માંગે સબ કી ખૈર,
ના કાહુ સે દોસ્તી, ના કાહુ સે બૈર.
તેમના દોહાઓ સમજવા માટે કોઈ શબ્દકોષની જરૂર પડતી નથી. સાધારણ બોલચાલની મારી અને તમારી ભાષા, હવાની સહજતા સાથે તે જીવનના ગહન રહસ્યોને જન જન સુધી પહોંચાડી શક્યા હતા. પોતાની અંદર બેઠેલા રામને જુઓ, હરિ તો મનમાં જ છે. બહારના આડંબરોમાં શા માટે સમય બગાડો છો, તમારી જાતને સુધારો તો હરિ મળી જશે.
જબ મૈં થા તબ હરિ નહીં, જબ હરિ હૈં મેં નહીં
સબ અંધિયારા મિટ ગયા દિપક દેખા માંહિ.
હું જ્યારે મારા અહંકારમાં ડૂબેલો હતો ત્યારે પ્રભુને જોઈ શકતો ન હતો, પરંતુ ગુરૂએ જ્યારે જ્ઞાનનો દિપક મારી અંદર પ્રગટાવ્યો ત્યારે મારી અંદરનો અંધકાર દૂર થઈ ગયો.
સાથીઓ, આ આપણાં દેશની મહાન ધરતીનું તપ છે. તેની એ પુણ્યતા છે કે સમયની સાથે સાથે સમાજમાં આવેલી આંતરિક ખરાબીઓને સમાપ્ત કરવા માટે જે તે સમયે ઋષિઓ અને મુનિઓ, આચાર્યો અને ભગવંતો તથા સંતોએ માર્ગદર્શન આપ્યું છે. સેંકડો વર્ષની ગુલામીના કાળખંડમાં જો દેશનો આત્મા બચી શક્યો હોય તો, દેશનો સમભાવ અને સદભાવ બચી શક્યો હોય તો તે આવા મહાન, તેજસ્વી અને તપસ્વી સંતોને કારણે જ થયું છે.
સમાજને માર્ગ બતાવવા માટે ભગવાન બુદ્ધ પેદા થયા, મહાવીર આવ્યા, સંત કબીર, સંત સૂરદાસ, સંત નાનક જેવા અનેક સંતોની શ્રૃંખલા આપણને માર્ગ દેખાડતી રહી છે. ઉત્તર હોય કે દક્ષિણ, પૂર્વ હોય કે પશ્ચિમ, કુરિવાજો સામે દેશના દરેક ક્ષેત્રમાં એવા પુણ્યાત્માઓએ જન્મ લીધો અને તેમણે દેશની ચેતનાને બચાવવાનું અને તેને સંરક્ષણ આપવાનું કામ કર્યું.
દક્ષિણમાં માધવાચાર્ય, નિમ્બાગારાચાર્ય, વલ્લભાચાર્ય, સંત બસવેશ્વક, સંત તિરૂગલ, તિરૂવલ્લર, રામાનુજાચાર્ય અને જો આપણે પશ્ચિમ તરફ નજર માંડીએ તો મહર્ષિ દયાનંદ, મીરાંબાઈ, સંત એકનાથ, સંત તુકારામ, સંત રામદાસ, સંત જ્ઞાનેશ્વર અને નરસિંહ મહેતા, જો ઉત્તર તરફ નજર માંડીએ તો રામાનંદ, કબીરદાસ ગોસ્વામી તુલસીદાસ, સૂરદાસ, ગુરૂ નાનકદેવ, સંત રઈદાસ અને પૂર્વ તરફ નજર માંડીએ તો રામકૃષ્ણ પરમહંસ, ચૈતન્ય મહાપ્રભુ અને આચાર્ય શંકરદેવ જેવા સંતોના વિચારોએ આપણાં માર્ગમાં રોશની પૂરી પાડી છે. આ જ સંતો અને મહાપુરૂષોનો એવો પ્રભાવ હતો કે એ સમયે હિંદુસ્તાન તમામ આપત્તિઓ સહન કરતાં રહીને આગળ વધી શક્યું હતું અને ખુદ પોતાને બહાર કાઢી શક્યું હતું.
કર્મ અને ચર્મના નામ ઉપર ભેદભાવ રાખ્યા વગર ઈશ્વર ભક્તિનો જે માર્ગ રામાનુજાચાર્યએ દેખાડ્યો એ માર્ગ પર ચાલતા રહીને સંત રામાનંદે તમામ જાતિઓ અને સંપ્રદાયના લોકોને પોતાના શિષ્ય બનાવીને જાતિવાદ ઉપર આકરો પ્રહાર કર્યો છે. સંત રામાનંદે સંત કબીરને રામ નામનો માર્ગ દેખાડ્યો હતો. આ જ રામ નામના સહારે આજ સુધી કબીર તમામ પેઢીઓને સચેત કરી રહ્યા છે.
ભાઈઓ અને બહેનો, સમયના લાંબા કાળખંડમાં સંત કબીર પછી રઈદાસ આવ્યા. તેના સેંકડો વર્ષો પછી મહાત્મા ફૂલે અને મહાત્મા ગાંધી આવ્યા. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર આવ્યા. સમાજમાં ફેલાયેલી અસમાનતાને દૂર કરવા માટે આ તમામ લોકોએ પોતાના અનોખા માર્ગો દ્વારા સમાજને રસ્તો ચિંધ્યો હતો.
બાબા સાહેબે આપણને દેશનું બંધારણ આપ્યું. એક નાગરિક તરીકે આપ સૌને એક સરખો અધિકાર આપ્યો છે. કમનસીબે આજે આ મહાપુરૂષોના નામ પર રાજનૈતિક સ્વાર્થનો એક એવો પ્રવાહ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેમાં સમાજને તોડવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. કેટલાક રાજનૈતિક પક્ષોને સમાજમાં શાંતિ અને વિકાસ ગમતો નથી, પરંતુ કલહ અને અશાંતિની ઈચ્છા હોય છે. તેમને એવું લાગે છે કે જેટલો અસંતોષ અને અશાંતિનું વાતાવરણ બનાવીશું તેટલો તેમને રાજનીતિમાં લાભ થશે. પરંતુ સાચી વાત એ છે કે આવા લોકો જમીનથી અળગા થઈ ગયા છે. તેમને ખ્યાલ નથી કે સંત કબીર, મહાત્મા ગાંધી, બાબા સાહેબ આંબેડકર વગેરેને માનનારા આપણાં દેશનો મૂળ સ્વભાવ શું છે.
કબીર કહેતા હતા કે, પોતાની અંદર નજર નાંખો તો સત્ય મળશે, પરંતુ આ લોકોએ ક્યારેય પણ કબીરને ગંભીરતાથી વાંચ્યા જ નથી. સંત કબીરદાસજી કહેતા હતા કેઃ
પોથી પઢી પઢી જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ,
ઢાઈ આખર પ્રેમ કા, પઢે સો પંડિત હોઈ.
જનતા તરફ, દેશ તરફ અને પોતાના સમાજ તરફ તથા તેની પ્રગતિ તરફ મન લગાવશો તો વિકાસ માટે વિકાસનો જે હરિ છે તે વિકાસનો હરિ મળી જશે. પરંતુ આ લોકોનું મન પોતાના આલિશાન બંગલાઓમાં જ લાગેલુ છે. મને યાદ છે કે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર વસાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી ત્યારે અગાઉની સરકાર હતી. તેમનું વલણ કેવું હતું?
અમારી સરકારે અનેક વખત પત્રો લખ્યા, અનેક વખત ફોન પર વાત કરી. એ સમયે યુપી સરકાર આગળ આવીને ગરીબો માટે બનાવેલા ઘરની કમ સે કમ સંખ્યા તો બતાવે. પરંતુ તે એવી સરકાર હતી કે જેને બંગલામાં રૂચિ હતી અને તે હાથ પર હાથ ધરીને બેસી રહ્યા. જ્યારે યોગીજીની સરકાર આવી તે પછી ઉત્તરપ્રદેશમાં ગરીબો માટે વિક્રમી સંખ્યામાં આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે.
સાથીઓ, કબીરે સમગ્ર જીવન દરમિયાન સિદ્ધાંતો પર ધ્યાન આપ્યું હતું. દુનિયાના સિદ્ધાંતો નહીં, પરંતુ પોતાના બનાવેલા અને સાચી સમજ ધરાવતા સિદ્ધાંતો પર જ ધ્યાન આપ્યું હતું. મગહરમાં આવવા પાછળ પણ આવું જ કોઈ કારણ હતું. તેમણે મોક્ષ માટે મોહ રાખ્યો નહીં, પરંતુ ગરીબોને ખોટા દિલાસા આપનારા સમાજવાદ અને બહુજન સમાજની વાતો કરનારા તથા સત્તા માટેની લાલચ ધરાવનારા લોકોને આપણે સારી રીતે જોઈ શકીએ છીએ.
હજુ હમણાં જ બે દિવસ પહેલા દેશમાં કટોકટીને 43 વર્ષ થયા છે. સત્તાની લાલચ એવી હોય છે કે એ સમયે કટોકટી લાદનારા લોકો અને તે સમયે કટોકટીનો વિરોધ કરનાર લોકો આજે એક બીજા સાથે ખભેથી ખભો મિલાવી ખુરશી હાંસલ કરવાની ફિરાકમાં ઘૂમી રહ્યા છે. તે દેશ નહીં, સમાજ નહીં, પરંતુ માત્ર પોતાના અને પોતાના પરિવારના હિતોની રક્ષા માટે જ ચિંતીત છે. ગરીબો, દલિતો, પછાતો, વંચિતો, શોષિતો વગેરેને દગો કરીને પોતાના માટે કરોડો રૂપિયાના બંગલા બનાવવાવાળા લોકો છે. પોતાના ભાઈઓ અને પોતાના સગા સંબંધિઓને કરોડો, અબજો રૂપિયાની સંપત્તિના માલિક બનાવનાર લોકો છે. આવા લોકોથી ઉત્તરપ્રદેશ અને દેશના લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.
સાથીઓ, આપણાં દેશમાં ત્રણ તલાકની બાબતમાં પણ આ લોકોનું વલણ જોઈ લીધુ છે. આજે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજની બહેનો તમામ ધમકીઓની પરવાહ કર્યા વગર ત્રણ તલાક દૂર કરવા માટે અને આ કુરિવાજથી સમાજને મુક્ત કરવા માટે સતત માંગણી કરી રહી છે. પરંતુ આ રાજનૈતિક પક્ષો સત્તા મેળવવા માટે વોટબેંકની રમત રમનાર લોકો ત્રણ તલાકનું બીલ સંસદમાં પસાર થતું અટકાવવા માટે અવરોધો સર્જી રહ્યા છે. તે પોતાના હિત માટે સમાજને હંમેશા કમજોર રાખવા માંગે છે. આવા દૂષણોથી તે દેશને મુક્ત કરવા માંગતા નથી.
સાથીઓ, કબીરજીનું પ્રાગટ્ય જે સમયે થયું હતું ત્યારે ભારતની ઉપર એક ભયંકર આક્રમણનું જોખમ હતું. દેશનો સામાન્ય નાગરિક પરેશાન હતો. સંત કબીરદાસજીએ તે સમયના બાદશાહ સામે પડકાર ફેંક્યો હતો. અને કબીરજીનો પડકાર એ હતો કે –
દર કી બાત કહો દરવેસા, બાદશાહ હૈ કૌન ભેંસા
કબીરે કહ્યું હતું કે જે વ્યક્તિ જનતાની પીડા સમજી શકે તે જ આદર્શ શાસક બની શકે છે અને તેને દૂર કરવાનો પ્રયાસ કરતો રહે છે. તેમણે શાસકના આદર્શ તરીકે રાજા રામની કલ્પના કરી હતી. તેમની કલ્પનાનું રાજ્ય લોકતાંત્રિક અને પંથ નિરપેક્ષ હતું. પરંતુ અફસોસ એ બાબતનો છે કે ઘણાં પરિવારો પોતાને જનતાના ભાગ્યવિધાતા સમજીને સંત કબીરદાસજીએ કહેલી વાતોને પૂર્ણ રીતે નકારવામાં લાગી ગયા છે. એ લોકો આ બાબત ભૂલી જાય છે કે આપણાં સંઘર્ષ અને આદર્શનો પાયો કબીર જેવા મહાન પુરૂષો હતા.
કબીરજીએ કોઈપણ રીતે લાજ શરમ રાખ્યા વગર કુરિવાજો પર સીધો પ્રહાર કર્યો હતો. મનુષ્યથી મનુષ્ય સાથે ભેદભાવ રાખનારી તમામ વ્યવસ્થા સામે તેમણે પડકાર ફેંક્યો હતો. જે લોકો દબાયેલા અને કચડાયેલા હતા, જે લોકો વંચિત હતા, જે લોકોનું શોષણ કરવામાં આવી રહ્યું હતું. કબીર એવા લોકોને સશક્ત બનાવવા માંગતા હતા, તેમને યાચક બનાવીને રાખવા માંગતા ન હતા.
સંત કબીરદાસજી કહેતા હતા કે –
માંગન મરણ સમાન હૈ, મત કોઈ માંગો ભીખ
માંગન તે મરના ભલા, યહ સતગુરૂ કી શીખ.
કબીર પોતે શ્રમજીવી હતા અને તે શ્રમનું મહત્વ સમજતા હતા, પરંતુ આઝાદી પછીના ઘણાં વર્ષો સુધી નીતિ ઘડનારા આપણાં લોકો કબીરજીના આ વિચારધારા સમજી શક્યા નહીં. ગરીબી દૂર કરવાના નામે તેમમે ગરીબોને વોટ બેંકના રાજકારણના આશ્રિત બનાવીને રાખ્યા.
સાથીઓ, વિતેલા ચાર વર્ષમાં અમે આવી નીતિ રીતિ બદલવા માટે ભરપૂર પ્રયાસો કર્યા છે. અમારી સરકાર ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત, મહિલાઓ, નવયુવાનોને સશક્ત બનાવવાના માર્ગે આગળ ધપી રહી છે. જનધન યોજના હેઠળ ઉત્તરપ્રદેશમાં લગભગ પાંચ કરોડ ગરીબોના બેંકના ખાતા ખોલાવીને 80 લાખથી વધુ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસના મફત જોડાણ આપીને લગભગ એક કરોડ સિત્તેર લાખ ગરીબોને મહિને એક રૂપિયામાં અને દિવસના નેવુ પૈસાના પ્રિમિયમથી સુરક્ષા વીમા કવચ આપીને, યુપીના ગામોમાં સવા કરોડ શૌચાલયો બનાવીને, લોકોના બેંકના ખાતાઓમાં પૈસા સીધા હસ્તાંતરીત કરીને ગરીબોને સશક્ત બનાવવાનું કામ કર્યું છે. આયુષ્માન ભારત દ્વારા આપણાં ગરીબ પરિવારોને સસ્તી, સુલભ અને સર્વ શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવા આપવાનો એક ખૂબ મોટો પડકાર આપણે ઉઠાવ્યો છે. ગરીબના આત્મસન્માન અને તેના જીવનને સરળ બનાવવાની બાબતને સરકારે પોતાની અગ્રતા આપી છે.
સાથીઓ, કબીર શ્રમયોગી હતા, કર્મયોગી હતા. કબીરે કહ્યું હતું કે–
કાલ કરે સો આજ કર.
કબીર કામમાં વિશ્વાસ રાખતા હતા. તે પોતાના રામમાં વિશ્વાસ રાખતા હતા. આજે ઝડપભેર પૂરી થતી યોજનાઓ, બે ગણી ઝડપતી બનતી સડકો, નવા ધોરીમાર્ગો, બે ગણી ગતિથી થતું રેલવે લાઈનોનું વિજળીકરણ, ઝડપભેર બની રહેલા નવા હવાઈમથકો, બે ગણાં કરતાં વધુ ઝડપથી બની રહેલા ઘર, દરેક પંચાયત સુધી બિછાવવામાં આવેલું ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક જેવા કાર્યોની ગતિ કબીરના માર્ગનું પ્રતિબિંબ જ છે. આ અમારી સરકારના સબ કા સાથ, સબ કા વિકાસ મંત્રની ભાવના છે.
સાથીઓ, જે પ્રકારે કબીરના સમયમાં મગહરને નકામું અને શ્રાપિત માનવામાં આવતું હતું. બરાબર તે જ રીતે આઝાદીના આટલા વર્ષો સુધી દેશના થોડાંક જ વિસ્તારોમાં વિકાસની રોશની પહોંચી શકી છે. ભારતનો એક ખૂબ મોટો હિસ્સો પોતાને અળગો રહેલો અનુભવી રહ્યો છે. પૂર્વોત્તર પ્રદેશથી માંડીને પૂર્વ અને ઉત્તર, ઉત્તર–પૂર્વ ભારત વિકાસ માટે તલસી રહ્યું હતું. જે રીતે કબીરે મગહરને આ અભિશ્રાપમાંથી મુક્ત કર્યું તે જ રીતે અમારી સરકારનો પ્રયાસ ભારતની ભૂમિની એક-એક ઈંચની જમીનને વિકાસની ધારા સાથે જોડવાનો રહ્યો છે.
ભાઈઓ અને બહેનો, સમગ્ર દુનિયા મગહરને સંત કબીરની નિર્માણ ભૂમિ તરીકે ઓળખી રહી છે, પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી અહિંયા જેવી હોવી જોઈએ તેવી સ્થિતિ નથી. 14 થી 15 વર્ષ પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી અહીં આવ્યા હતા ત્યારે આ જગા માટે તેમણે એક સપનું જોયું હતું. તેમના સપનાને સાકાર કરવા માટે મગહરના આંતરરાષ્ટ્રીય માનચિત્રમાં સદભાવ અને સમરસતાના કેન્દ્ર તરીકે વિકસીત કરવાનું કામ અમે ઝડપભેર આગળ ધપાવી રહ્યા છીએ.
સમગ્ર દેશમાં મગહરના જેવી આસ્થા અને આદ્યાત્મના કેન્દ્ર તરીકે સ્વદેશ દર્શનની સ્કીમ હેઠળ વિકસીત કરવાનો પડકાર સરકારે ઉઠાવ્યો છે. રામાયણ સર્કીટ હોય, બૌદ્ધ સર્કીટ હોય, સૂફી સર્કીટ હોય કે પછી તેના જેવી અલગ અલગ સર્કીટ બનાવીને અલગ અલગ જગાઓને વિકસીત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સાથીઓ માનવતાની રક્ષા, વિશ્વ બંધુત્વ અને પરસ્પર પ્રેમ માટે કબીરની વાણી એક ખૂબ મોટું સરળ માધ્યમ છે. તેમની વાણી, સર્વ પંથ માટે સમભાવ અને સામાજીક સમરસતાના ભાવ સાથે એટલી ઓતપ્રોત બની ગઈ હતી કે જે આજે આપણાં માટે પથ–પ્રદર્શક બની રહ્યા છે.
જરૂરિયાત છે કબીર સાહેબની વાણીને જન જન સુધી પહોંચાડવાની અને તેમણે ચિંધેલા માર્ગને આચરણમાં મૂકવાની. હું આશા રાખું છું કે કબીર અકાદમી આ કામગીરીમાં મહત્વની ભૂમિકા નિભાવશે. ફરી એક વાર બહારથી આવેલા શ્રધ્ધાળુઓને કબીરની આ ધરતી પર પધારવા બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંત કબીરના અમૃત વચનોને જીવનમાં ઢાળીને આપણે ન્યૂ ઈન્ડિયાનો સંકલ્પ સિધ્ધ કરી શકીશું.
આ વિશ્વાસની સાથે હું મારી વાણીને અહિં વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
સાહિબ બંદગી, સાહિબ બંદગી, સાહિબ બંદગી.
J.Khunt/GP/RP
आज मेरी बरसों की कामना पूरी हुई है..
— PMO India (@PMOIndia) June 28, 2018
संत कबीर दास जी की समाधि पर फूल चढ़ाने का,
उनकी मजार पर चादर चढ़ाने का, सौभाग्य प्राप्त हुआ।
मैं उस गुफा में भी गया, जहां कबीर दास जी साधना करते थे: PM
आज ज्येष्ठ शुक्ल पूर्णिमा है..
— PMO India (@PMOIndia) June 28, 2018
आज ही से भगवान भोलेनाथ की यात्रा शुरु हो रही है।
मैं तीर्थयात्रियों को सुखद यात्रा के लिए शुभकामनाएं भी देता हूं।
कबीर दास जी की 500वीं पुण्यतिथि के अवसर पर आज से ही यहां कबीर महोत्सव की शुरूआत हुई है: PM
थोड़ी देर पहले यहां संत कबीर अकादमी का शिलान्यास किया गया है।
— PMO India (@PMOIndia) June 28, 2018
यहां महात्मा कबीर से जुड़ी स्मृतियों को संजोने वाली संस्थाओं का निर्माण किया जाएगा।
कबीर गायन प्रशिक्षण भवन, कबीर नृत्य प्रशिक्षण भवन, रीसर्च सेंटर,
लाइब्रेरी,
ऑडिटोरियम,
हॉस्टल,
आर्ट गैलरी विकसित किया जाएगा: PM
कबीर की साधना ‘मानने’ से नहीं, ‘जानने’ से आरम्भ होती है..
— PMO India (@PMOIndia) June 28, 2018
वो सिर से पैर तक मस्तमौला, स्वभाव के फक्कड़
आदत में अक्खड़
भक्त के सामने सेवक
बादशाह के सामने प्रचंड दिलेर
दिल के साफ
दिमाग के दुरुस्त
भीतर से कोमल
बाहर से कठोर थे।
वो जन्म के धन्य से नहीं, कर्म से वंदनीय हो गए: PM
वो धूल से उठे थे लेकिन माथे का चन्दन बन गए।
— PMO India (@PMOIndia) June 28, 2018
वो व्यक्ति से अभिव्यक्ति और इससे आगे बढ़कर शब्द से शब्दब्रह्म हो गए।
वो विचार बनकर आए और व्यवहार बनकर अमर हुए।
संत कबीर दास जी ने समाज को सिर्फ दृष्टि देने का काम ही नहीं किया बल्कि समाज को जागृत किया: PM
कबीर ने जाति-पाति के भेद तोड़े,
— PMO India (@PMOIndia) June 28, 2018
“सब मानुस की एक जाति” घोषित किया,
और अपने भीतर के अहंकार को ख़त्म कर उसमें विराजे
ईश्वर का दर्शन करने का रास्ता दिखाया।
वे सबके थे, इसीलिए सब उनके हो गए: PM
ये हमारे देश की महान धरती का तप है, उसकी पुण्यता है कि समय के साथ, समाज में आने वाली आंतरिक बुराइयों को समाप्त करने के लिए समय-समय पर ऋषियों, मुनियों, संतों का मार्गदर्शन मिला।
— PMO India (@PMOIndia) June 28, 2018
सैकड़ों वर्षों की गुलामी के कालखंड में अगर देश की आत्मा बची रही, तो वो ऐसे संतों की वजह से ही हुआ: PM
कुछ दलों को शांति और विकास नहीं, कलह और अशांति चाहिए
— PMO India (@PMOIndia) June 28, 2018
उनको लगता है जितना असंतोष और अशांति का वातावरण बनाएंगे
उतना राजनीतिक लाभ होगा।
सच्चाई ये है ऐसे लोग जमीन से कट चुके हैं
इन्हें अंदाजा नहीं कि संत कबीर, महात्मा गांधी, बाबा साहेब को मानने वाले हमारे देश का स्वभाव क्या है: PM
समाजवाद और बहुजन की बात करने वालों का सत्ता के प्रति लालच आप देख रहे हैं
— PMO India (@PMOIndia) June 28, 2018
2 दिन पहले देश में आपातकाल को 43 साल हुए हैं। सत्ता का लालच ऐसा है कि आपातकाल लगाने वाले और उस समय आपातकाल का विरोध करने वाले एक साथ आ गए हैं।
ये समाज नहीं, सिर्फ अपने और अपने परिवार का हित देखते हैं: PM
जनधन योजना के तहत उत्तर प्रदेश में लगभग 5 करोड़ गरीबों के बैंक खाते खोलकर,
— PMO India (@PMOIndia) June 28, 2018
80 लाख से ज्यादा महिलाओं को मुफ्त गैस कनेक्शन देकर,
करीब 1.7 करोड़ गरीबों को बीमा कवच देकर,
1.25 करोड़ शौचालय बनाकर,
गरीबों को सशक्त करने का काम किया है: PM
14-15 वर्ष पहले जब पूर्व राष्ट्रपति अब्दुल कलाम जी यहां आए थे, तब उन्होंने इस जगह के लिए एक सपना देखा था।
— PMO India (@PMOIndia) June 28, 2018
उनके सपने को साकार करने के लिए,
मगहर को अंतरराष्ट्रीय मानचित्र में सद्भाव-समरसता के मुख्य केंद्र के तौर पर विकसित करने का काम अब किया जा रहा है: PM