Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમડંળે વહીવટી ક્ષમતા, અમલીકરણ અને નજર રાખવાનાં માળખાને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ ભંડોળ (એનએસડીએફ) અને રાષ્ટ્રીય વિકાસ નિગમ પરિષદ (એનએસડીસી)નાં પુનર્ગઠનને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વહીવટી ક્ષમતા, અમલીકરણ અને નજર રાખવા માટેનાં માળખાગત કાર્યક્રમને સશક્ત બનાવવા માટે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ કોષ (એનએસડીએફ) અને રાષ્ટ્રીય વિકાસ નિગમ પરિષદ (એનએસડીસી)ને પુનર્ગઠનને મંજૂરી આપી હતી.

આ પુનર્ગઠનથી એનએસડીસીનાં કામકાજમાં વધારે પારદર્શકતા અને જવાબદારી આવશે તથા ઉત્તમ કોર્પોરેટ વહીવટી ક્ષમતા સુનિશ્ચિત થવાની સાથે જ એનએસડીએફની નજર રાખવાની ભૂમિકા પણ સશક્ત થશે. મંજૂર પ્રસ્તાવથી એનએસડીએફ બોર્ડનાં માળખાગત પુનર્ગઠન સાથે જ એનએસડીસીની વહીવટી ક્ષમતા, અમલીકરણ અને જાળવણીનાં માળખાને મજબૂતી મળશે.

પૃષ્ઠભૂમિ :

કૌશલ્ય વિકાસનાં ક્ષેત્રમાં શ્રેષ્ઠ સમન્વય સ્થાપિત કરવા માટે નાણાં મંત્રાલય તરફથી એનએસડીસી અને એનએસડીએફની રચના તથા નોંધણી ક્રમશઃ જુલાઈ, 2008 અને જાન્યુઆરી, 2009માં કરવામાં આવી હતી. એનએસડીએફ ટ્રસ્ટની રચના સરકાર, દ્વિપક્ષીય/બહુપક્ષીય અને અન્ય એજન્સીઓ દ્વારા નાણાકીય મદદ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા વિશેષ કાર્યક્રમોનાં માધ્યમમાં ભારતીય યુવાનોમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

દેશમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય વિકાસ કૌશલ્ય અભિયાનનાં લક્ષિત ઉદ્દેશોને પૂર્ણ કરવા માટે પોતાનાં ભંડોળનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે એનએસડીએફે એનએસડીસી સાથે ઇન્વેસ્ટમેન્ટ મેનજેમેન્ટ સમજૂતી કરી છે. આ સમજૂતી અંતર્ગત એનએસડીએફને એનએસડીસીનાં કામકાજનાં સંચાલનની જવાબદારી પણ મળી છે.

RP