Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંત્રીએ કોરોના વાયરસ સ્થિતિઅંગેનીસંબંધિત મંત્રાલયો સાથેસમીક્ષાબેઠક કરી


માનનીય મંત્રીમંત્રીએ નોવેલ કોરોના વાયરસ (COVID 19) અંગેની પ્રવર્તતીસ્થિતિ તથાઅત્યાર સુધી વિવિધ મંત્રાલયોએ લીધેલાં પગલાંની તા. 7 માર્ચ, 2020ના રોજ સવારે 11-30 કલાકે મળેલી બેઠકમાં સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ડો. હર્ષ વર્ધન, ભારત સરકારના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી અશ્વિનીકુમાર ચૌબે, કેબિનેટ સેક્રેટરી શ્રી રાજીવ ગૌબા, નીતિ આયોગના સભ્ય ડો. વિનોદ કે પૌલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત તથા આરોગ્ય, નાગરિક ઉડ્ડયન,વિદેશ વિભાગ, આરોગ્ય અનેસંશોધન,ગૃહ, શિપિંગ, એનડીએમએ વિભાગના સચિવો તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આરોગ્ય અને પરિવાર કલ્યાણના સચિવે હાલની સ્થિતિ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા અન્ય સહયોગી મંત્રાલયોએ નોવેલ કોરોના વાયરસસંબંધે લીધેલાં પગલાં અંગે તેમજ તેને પ્રાપ્ત થયેલા પ્રતિભાવઅંગે પ્રેઝન્ટેશનમારફતેરજૂઆત કરી હતી. આ પ્રેઝન્ટેશનમાં પ્રવેશના સ્થળે તથા વિવિધ સમુદાયોમાંલેવાયેલાં મહત્વનાં કદમ તથા લેબોરેટરી સપોર્ટ, હટસ્પિટલોની તૈયારી લોજીસ્ટીકસ, અને જોખમોબાબતે પ્રચાર અંગે માહિતી આપી હતી.ફાર્મા વિભાગના સચિવે જાણ કરી હતી કે ભારતમાં દવાઓ, એક્ટિવ ફાર્માસ્ટુટિકલ ઈન્ગ્રેડીયન્ટસ (API)તથા વપરાશી ચીજોનો પૂરતો જથ્થો ઉપલબ્ધછે.

તમામ વિમાન મથકો, સી પોર્ટ, તથા જ્યાં જમીની સરહદોપૂરી થતીહોય ત્યાંચોકસાઈ જારી રાખવાની આવશ્યકતા, આઈસોલેશનમાં રખાયેલા દર્દીઓ માટે પથારીની પૂરતી સગવડ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ડો. હર્ષ વર્ધન રાજયો તરફથી સમયસર પ્રતિભાવ મળી રહે તે બાબતે ભારપૂર્વક વાત કરી હતી. નીતિ આયોગના સભ્યે હોસ્પિટલોમાં દાખલ થઈ જવામાં થતા ધસારાઅંગે વાત કરી હતી. ઈરાનમાંથી ભારતના લોકોનુ સ્થળાંતર કરાવવાની બાબતે વિશેષ જરૂરિયાત હોવા અંગે ભારપૂર્વક જણાવ્યુંહતું

માનનીય પ્રધાનમંત્રીએ અત્યાર સુધીમાં હાથ ધરાયેલી કામગીરીની પ્રશંસાકરી હતી અને જણાવ્યું હતું કે ભારતે બદલાતી જતી સ્થિતિ અંગે પ્રતિભાવ આપવા માટે સજજ રહેવુ જોઈએ. દરેક વિભાગે એક બીજા સાથે મળીને રોગ અને તે સામે લેવાની જરૂરી સાવચેતી લેવા અંગેતથા વિવિધ સમુદાયોને જાણકારી આપતાં પગલાં લેવાં જોઈએ. તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે અધિકારીઓએ નોવેલ કોરોના વાયરસની સ્થિતિ હલ કરવા અંગેવિશ્વમાંઅપનાવવામાંઆવતીઉત્તમ પ્રણાલીઓ અંગે જાણકારી આપવી જોઈએ અને રાજ્યો તેનો અમલ કરે તેની ખાત્રી રાખવી જોઈએ.

તેમણે જણાવ્યુ હતું કે નિષ્ણાતોનાકહે છે તે મુજબ લોકોને મોટી સંખ્યામાં એકત્ર થતા અટકાવવા જોઈએ. અધિકારીઓએ સત્વરેટેસ્ટીંગ કરવુ જોઈએ તથા ઈરાનમાંથી ભારતીયોના સ્થળાંતરને અગ્રતા આપવા કહ્યું હતું. લોકોએ શું કરવુ જોઈએ તથા શું નહી કરવુ જોઈએ તે અંગે તેમને સમજ આપવી જોઈએ. તેમણે જાહેર આરોગ્યની દ્રષ્ટીએ આ ચેપી રોગ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આગોતરા અને પૂરતા આયોજનની તથા સમયસર પ્રતિભાવ આપવાનુ મહત્વ જરૂરી ગણાવ્યું હતું.

SD/GP/DS