પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકનેઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડીકલ રીસર્ચ (આઈસીએમઆર) અને ફ્રાન્સના ઇન્સ્ટીટયુટ નેશનલ દે લા સાંતિત દે લા રિસર્ચે મેડીકાલે (આઇએનઈઆરએમ) વચ્ચે માર્ચ 2018માં હસ્તાક્ષર કરવામાં આવેલ સમજૂતિ કરારો (એમઓયુ) બાબતે માહિતી આપવામાં આવી હતી.
વિશેષતાઓ:
આ સમજૂતિનો ઉદ્દેશ મેડીકલ, જૈવ વિજ્ઞાન અને સ્વાસ્થ્ય સંશોધન ક્ષેત્રે પારસ્પરિક હિત માટે સહયોગ આપવાનો છે. બંને પક્ષોની વધુ સારી વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધાર પર બંને દેશોની વચ્ચે નીચે મુજબના ક્ષેત્રો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા અંગે સહમતી સાધવામાં આવી:
આ સમજૂતિ વડે આઈસીએમઆર અને આઈએનએસઈઆરએમની વચ્ચે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સહયોગના માળખા અંતર્ગત પારસ્પરિક હિતના ક્ષેત્રોમાં સંબંધો વધુ મજબુત બનશે. બંને પક્ષોની વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતા વડે ચોક્કસ ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય સંશોધન પર સફળ કાર્ય કરવામાં મદદ મળશે.
NP/RP