પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ચાર વર્ષ (2023 પછી) સુધી ચાલનારી કેન્દ્રીય ક્ષેત્રની યોજના સ્વરૂપે ઇકોર્ટ પ્રોજેક્ટનાં ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે, જેમાં રૂ.7210 કરોડનો નાણાકીય ખર્ચ થશે.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ“ના વિઝનને અનુરૂપ ઇકોર્ટ્સ મિશન મોડ પ્રોજેક્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ન્યાયની સુલભતા વધારવા માટેનો મુખ્ય પ્રેરક પ્રોજેક્ટ છે. રાષ્ટ્રીય ઈ–ગવર્નમેન્ટ યોજનાનાં ભાગરૂપે ભારતીય ન્યાયતંત્રનાં આઇસીટી સક્ષમીકરણ માટે વર્ષ 2007થી ઇ–કોર્ટ પ્રોજેક્ટ અમલમાં છે, જેનો બીજો તબક્કો વર્ષ 2023માં પૂર્ણ થયો છે. ભારતમાં ઇ–કોર્ટ પ્રોજેક્ટનો ત્રીજો તબક્કો “સુલભતા અને સર્વસમાવેશકતા“ની ફિલસૂફીમાં રહેલો છે.
પ્રથમ તબક્કા અને ફેઝ-2નાં લાભોને આગામી સ્તર પર લઈ જવા માટે ઇ–કોર્ટનાં ત્રીજા તબક્કાનો ઉદ્દેશ વારસાગત રેકોર્ડ સહિત સંપૂર્ણ કોર્ટ રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરીને ડિજિટલ, ઓનલાઇન અને પેપરલેસ કોર્ટ તરફ આગળ વધીને અને ઇ–સેવા કેન્દ્રો સાથે તમામ કોર્ટ સંકુલોની સંતૃપ્તિ મારફતે ઇ–ફાઇલિંગ/ઇ–પેમેન્ટનું સાર્વત્રિકીકરણ કરીને ન્યાયની મહત્તમ સરળતાની વ્યવસ્થા ઊભી કરવાનો છે. તે કેસોના સમયપત્રક અથવા પ્રાથમિકતા આપતી વખતે ન્યાયાધીશો અને રજિસ્ટ્રીઝ માટે ડેટા–આધારિત નિર્ણય લેવાને સક્ષમ બનાવતી બુદ્ધિશાળી સ્માર્ટ સિસ્ટમ્સ સ્થાપિત કરશે. ત્રીજા તબક્કાનો મુખ્ય ઉદ્દેશ ન્યાયતંત્ર માટે એકીકૃત ટેકનોલોજી પ્લેટફોર્મ ઊભું કરવાનો છે, જે અદાલતો, મુકદ્દમો અને અન્ય હિતધારકો વચ્ચે અવિરત અને પેપરલેસ ઇન્ટરફેસ પ્રદાન કરશે.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત ત્રીજા તબક્કાની યોજનાનો અમલ ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયના ન્યાય વિભાગ અને ભારતની સર્વોચ્ચ અદાલતની સમિતિની સંયુક્ત ભાગીદારી હેઠળ સંબંધિત ઉચ્ચ અદાલતો મારફતે વિકેન્દ્રિત રીતે કરવામાં આવી રહ્યો છે, જેથી એક એવી ન્યાયિક વ્યવસ્થા વિકસિત થઈ શકે કે જે વ્યવસ્થાને તમામ હિતધારકો માટે વધુ સુલભ, વાજબી, ભરોસાપાત્ર, અનુમાનિત અને પારદર્શક બનાવીને ન્યાયની સરળતાને પ્રોત્સાહન આપે.
ઇકોર્ટ્સ ફેઝ IIIના ઘટકો નીચે મુજબ છે:
|
1 |
કેસ રેકોર્ડ્સનું સ્કેનિંગ, ડિજિટાઇઝેશન અને ડિજિટલ જાળવણી |
2038.40 |
||
|
2 |
ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર |
1205.23 |
||
|
3 |
હાલની અદાલતોમાં વધારાના હાર્ડવેર |
643.66 |
||
|
4 |
નવી રચાયેલી અદાલતોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર |
426.25 |
||
|
5 |
1150 વર્ચ્યુઅલ કોર્ટની સ્થાપના |
413.08 |
||
6
|
4400 સંપૂર્ણપણે કાર્યરત ઇસેવા કેન્દ્ર |
394.48 |
|||
7 |
પેપરલેસ કોર્ટ |
359.20 |
|||
8 |
સિસ્ટમ અને એપ્લિકેશન સોફ્ટવેર વિકાસ |
243.52 |
|||
9 |
Solar Power Backup |
229.50 |
|||
10 |
વિડીયો મંત્રણા સેટ–અપ |
228.48 |
|||
11 |
ઇ– ફાઇલિંગ |
215.97 |
|||
12 |
જોડાણ (પ્રાથમિક + રીડન્ડન્સી) |
208.72 |
|||
13 |
ક્ષમતા નિર્માણ |
208.52 |
|||
14 |
300 કોર્ટ કોમ્પ્લેક્સ કોર્ટરૂમમાં ક્લાસ (લાઇવ–ઓડિયો વિઝ્યુઅલ સ્ટ્રીમિંગ સિસ્ટમ) |
112.26 |
|||
15 |
માનવ સંસાધન |
56.67 |
|||
16 |
ભવિષ્યની તકનીકી પ્રગતિઓ |
53.57 |
|||
17 |
ન્યાયિક પ્રક્રિયા રિ–એન્જિનિયરિંગ |
33.00 |
|||
18 |
નિષ્ક્રિય કરેલ મૈત્રીપૂર્ણ ICT સક્રિય થયેલ સુવિધાઓ |
27.54 |
|||
19 |
NSTEP |
25.75 |
|||
20 |
ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન (ઓડીઆર) |
23.72 |
|||
21 |
જાણકારી વ્યવસ્થાપન સિસ્ટમ |
23.30 |
|||
22 |
ઉચ્ચ અદાલતો અને જિલ્લા અદાલતો માટે ઈ–ઓફિસ |
21.10 |
|||
23 |
ઇન્ટર–ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (આઇસીજેએસ) સાથે સંકલન |
11.78 |
|||
24 |
S3WAAS પ્લેટફોર્મ |
6.35 |
|||
|
કુલ |
7210 |
|||
|
|
|
|
|
S.No. | પધ્ધતિ ઘટક | ખર્ચનો અંદાજ (કુલ રૂ. કરોડમાં) |
---|
આ યોજનાનાં અપેક્ષિત પરિણામો નીચે મુજબ છેઃ
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
With the Cabinet approval of eCourts Project Phase III, we are ushering in a new era of justice delivery in India. Integrating advanced technology will make our judicial system more accessible and transparent. https://t.co/sjbrBZyPUp https://t.co/SdiLn3sNpN
— Narendra Modi (@narendramodi) September 13, 2023