Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે 01.07.2023થી મળનારા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો જાહેર કરવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (ડીએ)નો વધારાનો હપ્તો અને પેન્શનર્સને મોંઘવારી રાહત (ડીઆર)નો વધારાનો હપ્તો આપવા માટે મંજૂરી આપી દીધી છે, જે 01.07.2023થી લાગુ પડશે, જે ભાવવધારા સામે વળતર આપવા માટે મૂળ પગાર/પેન્શનનાં હાલનાં 42 ટકાનાં દર કરતાં 4 ટકાનો વધારો દર્શાવે છે. આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલા અનુસાર છે, જે 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે.

મોંઘવારી ભથ્થા અને મોંઘવારીમાં રાહત એમ બંનેના કારણે સરકારી તિજોરી પર વાર્ષિક રૂ.12,857 કરોડની સંયુક્ત અસર થશે. તેનાથી કેન્દ્ર સરકારના આશરે 48.67 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનર્સને લાભ થશે.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com