આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે ઔદ્યોગિક વિકાસ યોજના (આઇડીએસ), 2017 માટે રૂ. 1164.53 કરોડની રકમને મંજૂરી આપી છે.
ભારત સરકારે વર્ષ 2018માં, 23 એપ્રિલ ૨૦૧૮ તારીખનાં જાહેરનામા નં.2(2)/2018–એસ.પી.એસ. અંતર્ગત ઔદ્યોગિક વિકાસ યોજના, 2017ની જાહેરાત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્ય માટે કરી હતી, જેમાં આ યોજના હેઠળ કુલ રૂ.131.90 કરોડનો નાણાકીય ખર્ચ થયો હતો. આ ફાળવેલ ભંડોળ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ખતમ થઈ ગયું છે. ઉપરાંત વર્ષ 2028-2029 સુધી પ્રતિબદ્ધ જવાબદારીઓ પૂર્ણ કરવા માટે વધારાનાં ભંડોળની જરૂરિયાત રૂ.1164.53 કરોડ છે. આ વધારાનાં નાણાકીય ખર્ચની ફાળવણી માટે ઔદ્યોગિક વિકાસ યોજના, 2017 હેઠળ મંત્રીમંડળની મંજૂરી માગવામાં આવી હતી.
તમામ પાત્રતા ધરાવતા નવા ઔદ્યોગિક એકમો અને વર્તમાન ઔદ્યોગિક એકમોને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ક્યાંય પણ સ્થિત ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર વિસ્તરણ પર રૂ. 5.00 કરોડની ઉપલી મર્યાદા સાથે પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણના 30 ટકાના દરે એક્સેસ ટુ ક્રેડિટ (સીસીઆઈઆઈએસી) માટે સેન્ટ્રલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સેન્ટિવ પ્રદાન કરવામાં આવશે.
એચપી અને ઉત્તરાખંડમાં ક્યાંય પણ સ્થિત તમામ પાત્રતા ધરાવતા નવા ઔદ્યોગિક એકમો અને વર્તમાન ઔદ્યોગિક એકમો તેમના નોંધપાત્ર વિસ્તરણ પર વાણિજ્યિક ઉત્પાદન/કામગીરી શરૂ થયાની તારીખથી મહત્તમ 5 વર્ષ માટે મકાન અને પ્લાન્ટ અને મશીનરીના વીમા પર 100 ટકા વીમા પ્રીમિયમની ભરપાઈ માટે પાત્ર બનશે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્ય માટે આઇડીએસ, 2017નો નાણાકીય ખર્ચ ફક્ત રૂ. 131.90 કરોડ હતો, જે વર્ષ 2021-2022 દરમિયાન રીલિઝ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વર્ષ 2028-29 સુધી આ યોજના હેઠળ ભંડોળની વધારાની જરૂરિયાત મારફતે પ્રતિબદ્ધ જવાબદારીઓને પહોંચી વળવા મંત્રીમંડળે આ યોજના હેઠળ રૂ. 1164.53 કરોડનાં વધારાનાં નાણાકીય ખર્ચને મંજૂરી આપી છે.
૭૭૪ નોંધાયેલા એકમો દ્વારા લગભગ ૪૮૬૦૭ લોકો માટે સીધી રોજગારની તકો ઉભી થવાની ધારણા છે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com