પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં “હિજરતીઓ અને સ્વદેશ પરત ફરેલા લોકોને રાહત આપવા અને તેમનાં પુનર્વસન“ની મૂળ યોજના હેઠળ હિજરતીઓ અને સ્વદેશ પરત ફરનાર લોકો માટે માર્ચ, 2020 સુધી ગૃહ મંત્રાલયની હાલની આઠ યોજનાઓને ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે.
નાણાકીય અસરઃ
આ ઉદ્દેશ માટે વર્ષ 2017-18થી વર્ષ 2019-2020નાં સમયગાળા માટે રૂ. 3183 કરોડનો ખર્ચ થશે. યોજનાનાં વર્ષ મુજબ તબક્કાવાર ખર્ચ આ રીતે થશે – 2017-18માં રૂ. 911 કરોડ, 2018-19માં રૂ. 1372 કરોડ અને 2019-2020માં રૂ. 900 કરોડ.
ફાયદા:
આ યોજનાઓ શરણાર્થીઓ, વિસ્થાપિત વ્યક્તિઓ, આતંકવાદ/સામુદાયિક/નક્સલવાદ કે માઓવાદી હિંસાથી પીડિત તથા સરહદ પારનાં ગોળીબાર અને ભારતીય વિસ્તારમાં ખાણ/આઇઇડી વિસ્ફોટોથી પીડિત નાગરિકો તથા વિવિધ દુર્ઘટનાઓનાં પીડિતો વગેરેને રાહત પ્રદાન કરશે અને તેમનાં પુનર્વસનમાં મદદ કરશે.
વિગત:
જે આઠ યોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, એ અત્યારે કાર્યરત છે અને દરેક યોજના અંતર્ગત લાભ માન્યતા પ્રાપ્ત માપદંડોને અનુરૂપ ઇચ્છિત લાભાર્થીઓને આપવામાં આવશે.
આ યોજનાઓ નીચે મુજબ છેઃ
પૃષ્ઠભૂમિ:
હિજરત કરનારા અને સ્વદેશ પરત ફરનાર લોકોને સક્ષમ બનાવવા, જેમને એક યા બીજા કારણસર વિસ્થાપન કરવાની ફરજ પડી છે, તેમને ઉચિત આવક કરવા સક્ષમ બનાવવા અને મુખ્ય પ્રવાહની આર્થિક પ્રવૃત્તિઓમાં સામેલ કરવાની સુવિધા આપવા સરકારે વિવિધ સમયે 8 યોજનાઓ શરૂ કરી હતી. આ યોજનાઓ પાકિસ્તાનનાં કબજામાં રહેલાં જમ્મુ-કાશ્મીર અને છામ્બમાં વિસ્થાપિત પરિવારોનાં રાહત અને પુનર્વસન માટે મદદ પ્રદાન કરે છે; શ્રીલંકાનાં શરણાર્થીઓને રાહત સહાય, ત્રિપુરામાં રાહત છાવણીઓમાં રહેતાં બ્રુ કુટુંબોને રાહત સહાય; ત્રિપુરાથી મિઝોરમમાં બ્રુ/રીઆંગ પરિવારોનાં પુનર્વસન માટે સહાય; વર્ષ 1984માં થયેલા શીખવિરોધ રમખાણોનાં પીડિતોને રાહતની રકમમાં વધારો કરે છે, તેમજ આતંકવાદી/સામુદાયિક/નક્સલવાદ કે માઓવાદથી અસરગ્રસ્ત હિંસા અને વિદેશી ગોળીબાર તથા ભારતીય વિસ્તારમાં માઇન/આઇઇડી વિસ્ફોટથી પીડિત નાગરિકો/કુટુંબોને સહાય કરે છે તેમજ વિદેશમાંથી ભારત પર મોકલવામાં આવેલા કેદીઓનાં પુનર્વસન માટે સહાય કરે છે. ઉપરાંત કેન્દ્રીય તિબેટિયન રાહત સમિતિ (સીટીઆરસી)ને અનુદાન સહાય કરે છે. સરકાર બાંગ્લાદેશમાં અગાઉ ભારતીય વિદેશી થાણાંમાંથી પરત ફરેલા 911 લોકોનાં પુનઃવસન માટે કૂચ બિહાર જિલ્લામાં સ્થિત ભારતમાં અગાઉનાં 51 બાંગ્લાદેશી વિદેશી થાણામાં માળખાગત સુવિધા વિકસાવવા માટે પશ્ચિમ બંગાળની સરકારને પણ અનુદાન સહાય પ્રદાન કરે છે.
NP/J.Khunt/GP/RP