Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે હિંદુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ (એચયુઆરએલ) દ્વારા ભારતીય ફર્ટિલાઇઝર્સ નિગમ લિમિટેડ (એફસીઆઈએલ)નાં ગોરખપુર અને સિંદરી એકમો તથા હિંદુસ્તાન ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશન લિમિટેડ (એચએફસીએલ)નાં બરૌની એકમનાં પુનર્ગઠન માટે કન્સેશન સમજૂતી અને ભાડાપટ્ટા સમજૂતી તથા ભાડાપટ્ટ પર જમીન ઉપલબ્ધ કરાવવા માટે મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની સમિતિએ નીચેનાં પ્રસ્તાવોને મંજૂરી આપી હતી –

  • હિંદુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ (એચયુઆરએલ)ને ભાડાપટ્ટે જમીન ઉપલબ્ધ કરાવવી.
  • હિંદુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ (એચયુઆરએલ) દ્વારા ભારતીય ઉર્વરક નિગમનાં ગોરખપુર અને સિંદરી એકમો તથા  હિંદુસ્તાન ઉર્વરક લિમિટેડ (એચએલસીએલ)નાં બરૌની એકમનાં પુનર્ગઠન માટે કન્સેશન સમજૂતી અને ભાડાપટ્ટાની સમજૂતી કરાવી.
  • ગોરખપુર, સિંદરી અને બરૌનીની ત્રણ યોજના માટે એચયુઆરએલ અને એફસીઆઈએલ/એચએફસીએલ વચ્ચે સમજૂતીને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક સમજૂતીઓ અને અન્ય સમજૂતીઓને મંજૂરી આપવા માટે આંતર-મંત્રાલય સમિતિને અધિકૃત કરવી.

અસરઃ

એફસીઆઈએલ/એચએફસીએલનાં ગોરખપુર, સિંદરી અને બરૌની એકમોનાં પુનર્ગઠનથી ખાતર ક્ષેત્રમાં પર્યાપ્ત રોકાણ સુનિશ્ચિત થશે. આ એકમો જગદીશપુર-હલ્દિયા પાઇપલાઇન (જેએચપીએલ) ગેસ પાઇપલાઇનનાં મુખ્ય ગ્રાહક સ્વરૂપે કામ કરશે, જેને પૂર્વ ભારતમાં મહત્ત્વપૂર્ણ માળખાગત વિકાસ માટે પાથરવામાં આવે છે. જેનાથી વિસ્તારમાં રોજગારીની તકો પેદા થશે અને પૂર્વ ભારત/રાજ્યનાં અર્થતંત્રમાં વૃદ્ધિ થશે. ખાતર એકમોનાં પુનર્ગઠનથી યૂરિયાનું સ્થાનિક ઉત્પાદન વધશે અને પરિણામસ્વરૂપે યૂરિયામાં સ્વનિર્ભરતા આવશે. 

વિગત:

  • એનટીપીસી, આઇઓસીએલ, સીઆઇએલ અને એફસીઆઈએલ/એચએફસીએલની સંયુક્ત સાહસની કંપની એચયુઆરએલની રચના જૂન, 2016માં કરવામાં આવી હતી, જેથી ગોરખપુર, સિંદરી અને બરૌનીમાં ખાતર પુનર્ગઠન યોજનાઓનો અમલ થઈ શકે.
  • આ ત્રણ સ્થળો પર ખાતર યોજનાની સ્થાપનામાં એચયુઆરએલની સહાયતા માટે એફસીઆઈએલ/એચએફસીએલ દ્વારા એચયુઆરએલની સાથે ભાડાપટ્ટાની સમજૂતી પર હસ્તાક્ષર થવાનાં છે. જમીનને 55 વર્ષ માટે ભાડાપટ્ટે આપવામાં આવશે.
  • ભાડાપટ્ટાનાં ધારક (એચયુઆરએલ) દર વર્ષે ભાડાપટ્ટાદાતા (એફસીઆઈએલ/એચએફસીએલ)ને એક લાખ રૂપિયાનો આંશિક પટ્ટો ભાડે આપશે.
  • એફસીઆઈએલની સિંદરી અને ગોરખપુર એકમો તથા એચએફસીએલની બરૌની એકમ માટે કન્સેશન સમજૂતીને ધ્યાનમાં રાખીને એફસીઆઈએલ/એચએફસીએલ તથા એચયુઆરએલ (કન્સેશન સાથે) વચ્ચે સમજૂતી થવાની છે. જે અંતર્ગત એચયુઆરએલને ડિઝાઇન, એન્જિનીયરિંગ, નિર્માણ, ખરીદ, પરીક્ષણ, તપાસ, સંચાલન, ખનીજ મશીનરીની દેખરેખ અને એનાં ઉત્પાદનનું માર્કેટિંગ કરવાનો અધિકાર થઈ શકે.
  • એચયુઆરએલને ભંડોળ મેળવવા માટે જમીન ફાળવણીનાં ઉદ્દેશને ધ્યાનમાં રાખીને એફસીઆઈએલ/એચએફસીએલ, વિશેષ યોજના માટે ઋણદાતા પ્રતિનિધિ અને એચયુઆરએલ વચ્ચે થનારી વૈકલ્પિક સમજૂતી, જે એક ત્રિપક્ષીય સમજૂતી છે, આ માટે દરેક યોજનાઓનાં સંબંધમાં ઋણદાતા સમૂહ દ્વારા હસ્તાક્ષર કર્યા પછી આ સમજૂતી પર હસ્તાક્ષર કરવાની જરૂર પડશે.

 

RP