Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ગ્રૂપ ‘એ’ ઓફિસર્સની કેડર સમીક્ષાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં કેન્દ્રિય મંત્રીમંડળે ડેપ્યુટી કમાન્ડન્ટથી લઈને સ્પેશ્યલ ડીજી રેન્કની વિવિધ રેન્કના 90 પદના ચોખ્ખા વધારા સાથે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ગ્રૂપ ‘એ’ એક્ઝિક્યુટિવ ઓફિસર્સની કેડર સમીક્ષાને મંજૂરી આપી હતી. સીઆરપીએફમાં આ પદો ઊભા કર્યા પછી દળની કામગીરીની અસરકારકતા વધશે અને વધારાની ક્ષમતા ઊભી થશે, જેમાં વહીવટી ક્ષમતાઓમાં વધારો થશે.

કેડર સમીક્ષા હેઠળ, ગ્રૂપ ‘એ’ પદોનું હાલનું માળખું 4210થી વધીને 4300 થયું છે, જે નીચે મુજબ છેઃ

1. સ્પેશ્યલ ડીજી (એચએજી + સ્તર)ના એક પદનો વધારો.

2. ઇન્સ્પેક્ટર જનરલ (એસએજી સ્તર)ના 11 પદનો ચોખ્ખો વધારો.

3. ડીઆઇજી/કમાન્ડન્ટ/2-l/C (જેએજી લેવલ)ના 277 પદનો ચોખ્ખો વધારો.

4. ડેપ્યુટી કમાન્ડન્ટ્સ (એસટીએસ સ્તર)ના 199 પદનો ચોખ્ખો ઘટાડો

પૃષ્ઠભૂમિ:

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ – કેન્દ્રિય રિઝર્વ પોલીસ બળ) કેન્દ્ર સરકારનું સશસ્ત્ર પોલીસ દળ છે. તેની સ્થાપના 1939માં થઈ હતી. આ સેવાની પ્રથમ કેડર સમીક્ષા 1983માં અને બીજી તથા છેલ્લી કેડર સમીક્ષા 1991માં હાથ ધરવામાં આવી હતી. 1991 પછી કોઈ ઔપચારિક કેડર સમીક્ષા હાથ ધરવામાં આવી નથી તેમ છતાં મહત્ત્વપૂર્ણ સંવર્ધન-કમ-પુનર્ગઠન 2004થી 2009 વચ્ચે કરવામાં આવ્યું હતું. આ સંવર્ધન દરમિયાન સુપરવાઇઝરી અને સપોર્ટ સ્ટાફમાં સપ્રમાણ વધારો કર્યા વિના વધારાની ટુકડીઓ ઊભી કરવામાં આવી હતી.

J.Khunt/T