પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મંત્રીમંડળે આગામી પાંચ વર્ષમાં (2018-19 થી 2022-23) દરમિયાન અનુક્રમે રૂ. 620.42 કરોડ અને રૂ. 205.758 કરોડની કેન્દ્રિય સહાય રાજસ્થાન ફીડર નહેરના આરડી 119700 થી 447927 સુધીના રિલાઈનીંગ અને સરહિંદ ફીડર નહેરના પંજાબમાં આરડી 179000 થી 496000 સુધીના રિલાઈનીંગ માટે મંજૂરી આપી છે.
અસરઃ
આ બંને પ્રોજેક્ટને કારણે દક્ષિણ પશ્ચિમ પંજાબમાં મુક્તસર, ફરીદકોટ અને ફિરોજ઼પુર જિલ્લાની 84,800 હેક્ટર જમીનમાં પાણીના ભરાવાની સમસ્યાનું સમાધાન થશે.
ખર્ચઃ
પૂર્વભૂમિકાઃ
સરહિંદ અને રાજસ્થાન ફીડર્સ હરીકે હેડ-વર્ક આગળથી અપસ્ટ્રીમ તરફ આગળ વધે છે અને રાજસ્થાનમાં જતા પહેલાં પંજાબમાં થઈ પસાર થાય છે. આ બંને કેનાલો સરખો કાંઠો ધરાવે છે અને તેમનું બાંધકામ વર્ષ 1960માં ઈંટોથી લાઈન કરીને કરવામાં આવ્યું હતું. આ બંને કેનાલો પંજાબ અને રાજસ્થાનમાં પાણી લઈ જાય છે અને કમાંડ વિસ્તાર ધરાવે છે.
પંજાબ સરકારે એવો અહેવાલ આપ્યો હતો કે સરહિંદ અને રાજસ્થાન ફીડર, બંનેના લાઈનીંગમાં નુકસાન થવાના કારણે નોંધપાત્ર પ્રમાણમાં પાણી શોષાઈ જવાને કારણે આ બંને કેનાલોમાં પાણીનો પ્રવાહ ઘટે છે અને તેના કારણે નજીકના વિસ્તારોમાં પાણીના ભરાવાની સમસ્યા ઉભી થતી હોવાથી ખેતીને ભારે નુકશાન થઈ રહ્યું છે.
આ પ્રોજેક્ટથી બંને કેનાલોમાં પાણીના ભરાવાની સમસ્યા હલ થશે અને પાણીના પ્રવાહ/પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે.
NP/J.Khunt/RP