પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળને ભારતીય ટપાલ વિભાગ અને વિયેતનામ ટપાલ વિભાગ વચ્ચે સંયુક્ત પણે ટપાલ ટિકિટ માટે થયેલી સમજૂતિ અંગે માહિતી આપવામાં આવી હતી.
ભારત-વિયેતનામ : ‘પ્રાચીન વાસ્તુશિલ્પ’ વિષય પર સંયુક્ત પણે ટપાલ ટિકિટ બહાર પાડવા માટે સંચાર મંત્રાલયના ટપાલ વિભાગ અને વિયેતનારા પોસ્ટ વચ્ચે સમજૂતિ કરવામાં આવી હતી. આ સંયુક્ત ટપાલ ટિકિટ 25-01-2018ના રોજ બહાર પાડવામાં આવી હતી.
ભારત-વિયેતનામની સ્મારક ટપાલ ટિકિટ પર ભારતના સાંચી સ્તૂપ અને વિયેતનામના મિન્હ પગોડાને ચિત્રાંકિત કરવામાં આવ્યા છે. ભારતીય ટપાલ વિભાગ અને વિયેતનામ ટપાલ વિભાગ દ્વારા 18-12-2017ના રોજ આ સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
NP/RP