પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ઇન્ડિયન નેવલ મટિરિયલ મેનેજમેન્ટ સર્વિસ (આઇએનએમએમએસ) નામની ગ્રૂપ ‘એ’એન્જિનીયરિંગ સર્વિસ રચવાની દરખાસ્તને મંજૂરી આપી છે. તેના પરિણામે ભારતીય નૌકાદળના નેવલ સ્ટોર ઓફિસરના હાલના ગ્રૂપ ‘એ’ કેડરના કેડર માળખામાં ફેરફાર થશે.
ગ્રૂપ ‘એ’ની રચના ઉપલબ્ધ શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષશે અને ટેકનિકલ લાયકાત ધરાવતા મટિરિયલ મેનેજર્સને લાવશે. તે નેવલ સ્ટોર્સના મટિરિયલ મેનેજમેન્ટની કાર્યકારી કાર્યદક્ષતા સુધારશે અને હંમેશા માટે નૌકાદળની કાર્યકારી સજ્જતા સુનિશ્ચિત કરશે.
પ્રસ્તાવિત આઇએનએમએમએસ ઉપલબ્ધ શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષશે અને ભારતીય નૌકાદળના મટિરિયલ્સ મેનેજમેન્ટની કામગીરીનું સંચાલન કરવા ટેકનિકલ લાયકાત ધરાવતા મટિરિયલ મેનેજર્સનો પુરવઠો ઊભો કરશે. તે નેવલ સ્ટોર્સના મટિરિયલ મેનેજમેન્ટની કાર્યકારી કાર્યદક્ષતા સુધારશે અને હંમેશા નૌકાદળની સજ્જતા સુનિશ્ચિત કરશે તેમજ નવા અધિકારીઓ માટે કારકિર્દીની શ્રેષ્ઠ તક પ્રદાન કરશે.
TR