આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીમંડળે નીચેની બાબતોને મંજૂરી આપી છેઃ
પ્રોજેક્ટ 6 રાજ્યોને આવરી લેશે, જેમાં હિમાચલપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને ઓડિશા સામેલ છે. ઓળખ કરાયેલા રાજ્યોને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વિવિધ કાર્યક્રમો માટે સાથસહકાર આપવામાં આવશે. આ પ્રોજેક્ટ ઉપરાંત ગુજરાત, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઝારખંડ અને અમસ એમ 5 રાજ્યોમાં આ જ પ્રકારના એડીબી (એશિયન ડેવલપમેન્ટ બેંક) ફંડના પ્રોજેક્ટનો અમલ કરવાનો વિચાર પણ કરવામાં આવ્યો છે. આ તમામ રાજ્યો તેમના અનુભવો અને શ્રેષ્ઠ રીતો એકબીજા સાથે વહેંચવા માટે જોડાણ કરશે.
STARS પ્રોજેક્ટનો આશય શિક્ષણના પરિણામો સુધારવા અને શ્રમ બજારમાં વધારે અસરકારક પરિણામો મેળવવા શાળામાંથી રોજગારલક્ષી પરિવર્તનને સુધારવા સીધું જોડાણ કરીને વિવિધ કાર્યક્રમો વિકસાવવાનો, એનો અમલ કરવાનો, એનું મૂલ્યાંકન કરવાનો અને એમાં સુધારાવધારા કરવાનો છે. STARS પ્રોજેક્ટના ઘટકો અને એનું સંપૂર્ણપણે ધ્યાન ગુણવત્તા આધારિત શિક્ષણના પરિણામો મેળવવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020ના ઉદ્દેશો સાથે સુસંગત છે.
પ્રોજેક્ટમાં પસંદગીના રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ભારતીય શાળા શિક્ષણ પદ્ધતિમાં સંપૂર્ણ નિરીક્ષણ અને મૂલ્યાંકનની પ્રવૃત્તિઓમાં સુધારો કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. અગાઉ ભારતીય શાળા શિક્ષણ પદ્ધતિમાં ઇનપુટની જોગવાઈ અને પરિણામો જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું, પરંતુ હવે આ પ્રોજેક્ટમાં આ પરિણામો માટે ફંડની પ્રાપ્ત અને વહેંચણીને જોડીને વાસ્તવિક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
STARS પ્રોજેક્ટ બે મુખ્ય ઘટક ધરાવે છે:
ઉપરાંત STARS પ્રોજેક્ટમાં રાષ્ટ્રીય ઘટક સાથે આકસ્મિક કટોકટી પ્રતિસાદ ઘટક (સીઇઆરસી) સામેલ છે, જે એને કોઈ પણ કુદરતી, માનવસર્જિત અને આરોગ્યલક્ષી કટોકટીઓમાં વધારે જવાબદારી સાથે કામ કરવા સક્ષમ બનાવશે. આ સરકારને સ્થિતિસંજોગો અનુસાર વધુ સારી રીતે પ્રતિભાવ આપવા માટે પણ મદદરૂપ થશે, ખાસ કરીને શાળા બંધ રહેવાથી/માળખાગત સુવિધાને નુકસાન થવાથી, અપર્યાપ્ત સુવિધાઓને અભાવ જેવી સ્થિતિમાં. આ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને રિમોટ લર્નિંગ (દૂરસ્થ શિક્ષણ)ની સુવિધા આપવામાં આવશે. સીઇઆરસી ઘટક ધિરાણનાં ઝડપી પુનઃવર્ગીકરણની સુવિધા આપશે અને ધિરાણની વિનંતીની પ્રક્રિયાઓનો ઉપયોગ કરશે.
STARS પ્રોજેક્ટનો ઉદ્દેશ પીએમ ઇ-વિદ્યા, પાયાની સાક્ષરતા અને આંકડાલક્ષી અભ્યાસનું અભિયાન તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે બાળપણમાં સારસંભાળ અને શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રની પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
આ પ્રોજેક્ટના કેટલાંક મૂલ્યાંકન કરી શકાય એવા પરિણામોમાં પસંદગીના રાજ્યોમાં ધોરણ 3માં ભાષાની લઘુતમ કુશળતા, માધ્યમિક શાળામાં અભ્યાસ પૂર્ણ કરવાના દરમાં સુધારો, વહીવટી સૂચકાંક સ્કોરમાં સુધારો, શિક્ષણનું મૂલ્યાંકન કરવા માટેની વ્યવસ્થાઓને મજબૂત કરવી, રાજ્યો વચ્ચે પારસ્પરિક અનુભવો વહેંચવાની સુવિધા વિકસાવવા જોડાણ તથા BRCs અને CRCsની તાલીમ આપીને વિકેન્દ્રિકૃત વ્યવસ્થાપન માટે આયોજનને મજબૂત કરવું અને વ્યવસ્થાપન ક્ષમતા વધારવા જેવી પ્રાદેશિક સ્તરે સેવાની ડિલિવરીમાં સુધારો કરવો, શૈક્ષણિક સેવા પ્રદાન કરવામાં સુધારા માટે હેડ ટીચર્સ અને આચાર્યોને તાલીમ આપીને શાળાના વ્યવસ્થાપનને મજબૂત કરવું સામેલ છે.
SD/GP/BT
The STARS project, which was approved by the Cabinet today, strengthens our efforts to transform the education sector and improve the quality of learning. https://t.co/HaJJVI72t5
— Narendra Modi (@narendramodi) October 14, 2020