પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડ (એફઆઇપીબી)ને રદ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ દરખાસ્તમાં એફઆઇપીબીને નાબૂદ કરવાની અને એફડીઆઈ માટે જરૂરી સરકારી મંજૂરી મેળવવા અરજીઓ પર પ્રક્રિયા હાથ ધરવા વહીવટી મંત્રાલયો/વિભાગોને મંજૂરી આપવામાં આવી છે.
હવેથી હાલ પ્રચલિત એફડીઆઈ નીતિ અને ફેમા હેઠળ એફડીઆઇ માટે અરજીઓ પર કામગીરી હાથ ધરવા અને સરકારી મંજૂરીઓ સાથે સંબંધિત કાર્ય વાણિજ્ય મંત્રાલયના ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગ (ડીઆઇપીપી) સાથે ચર્ચા કરીને સંબંધિત મંત્રાલયો/વિભાગો હાથ ધરશે, જે અરજીઓ પર પ્રક્રિયા કરવા અને હાલ પ્રચલિત એફડીઆઇ નીતિ હેઠળ સરકારના નિર્ણયો માટે પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયા (એસઓપી) પણ ઇશ્યૂ કરશે.
આ ઉપરાંત વિદેશી રોકાણકારોને ભારત રોકાણ કરવા વધારે આકર્ષક જણાશે અને તેના પરિણામે દેશમાં એફડીઆઇનો પ્રવાહ વધશે. આ પગલું વેપારવાણિજ્યને સરળ બનાવશે તથા મહત્તમ શાસન અને લઘુતમ સરકારના સિદ્ધાંતને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
પૃષ્ઠભૂમિ
મંત્રીમંડળે 24-05-2017ના રોજ તેની બેઠકમાં એફઆઇપીબીને રદ કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. અત્યારે નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ (ડીઇએ)માં એફઆઇપીબી દ્વારા અરજીઓ પર વિચાર કરવામાં આવે છે, જેમાં એફડીઆઇની અરજીઓ પર ભલામણ કરવા ભારત સરકારના વિવિધ સચિવો સામેલ છે. મંત્રીમંડળના નિર્ણય પછી તેનું સંચાલન ક્ષેત્ર મુજબ વહીવટી મંત્રાલયો દ્વારા સ્વતંત્રપણે કરવામાં આવશે.
TR