પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વસ્તુ અને સેવા કર (જીએસટી) અપીલેટ ટ્રિબ્યુનલની નેશનલ બેન્ચ (જીએસટીએટી)ની રચનાને મંજૂરી આપી દીધી છે.
અપીલેટ ટ્રિબ્યુનલની નેશનલ બેન્ચ નવી દિલ્હીમાં બેસશે. જીએસટીએટીની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ કરશે અને એમાં એક ટેકનિકલ સભ્ય (કેન્દ્ર) અને એક ટેકનિકલ સભ્ય (રાજ્ય) સામેલ હશે.
જીએસટીએટીની નેશનલ બેન્ચ પર એકલ ખર્ચ રૂ. 92.50 લાખ થશે, જ્યારે રિકરિંગ ખર્ચ વર્ષે રૂ. 6.86 કરોડ થશે.
વિગતઃ
વસ્તુ અને સેવા કર અપીલેટ ટ્રિબ્યુનલ, જીએસટી કાયદામાં બીજી અપીલનો મંચ છે અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદનાં સમાધાન માટેનો પ્રથમ સહિયારો મંચ છે. કેન્દ્ર અને રાજ્ય, વસ્તુ અને સેવા કર કાયદા અંતર્ગત અપીલેટ ટ્રિબ્યુનલ દ્વારા જાહેર થયેલી પ્રથમ અપીલોમાં આપેલા આદર્શો વિરૂદ્ધ અપીલ, જીએટી અપીલેટ ટ્રિબ્યુનલ સમક્ષ દાખલ થાય છે, જે કેન્દ્ર અને રાજ્ય જીએસટીનાં કાયદા અંતર્ગત એક થાય છે. સમાન મંચ હોવાને કારણે જીએસટી અપીલેટ ટ્રિબ્યુનલ સુનિશ્ચિત કરશે કે જીએસટી અંતર્ગત ઉત્પન્ન થતાં વિવાદોનું સમાધાનમાં એકરૂપતા રહે અને આ રીતે સંપૂર્ણ દેશમાં જીએસટીનો એકસમાન રીતે અમલ થશે.
વસ્તુ અને સેવા કર કાયદાનાં પ્રકરણ XVIIIમાં જીએસટી વહીવટ અંતર્ગત વિવાદનાં સમાધાન હેતુ અપીલેટ અને સમીક્ષા તંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રીય વસ્તુ અને સેવા કર કાયદાની કલમ 109 કેન્દ્ર સરકારને શક્તિ પ્રદાન કરે છે કે પરિષદની ભલામણ પર અધિસૂચના દ્વારા ભલામણમાં સૂચિત તારીખથી અમલી કરી બને તે રીતે વસ્તુ અને સેવા કર અપીલેટ ટ્રીબ્યુનલની રચના કરી શકે, જે અપીલેટ ઓથોરીટી કે રીવીઝનલ ઓથોરીટી દ્વારા અપાયેલા આદેશો વિરુદ્ધ સુનાવણી હાથ ધરી શકે.
NP/J.Khunt/GP