પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (અમૃત 2.0 – અટલ શહેરી કાયાકલ્પ અને પરિવર્તન 2.0 અભિયાન)ને વર્ષ 2025-26 સુધી મંજૂરી આપી હતી. આ મંજૂરી આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ વધારવા માટેના પગલાં સ્વરૂપે આપવામાં આવી છે, જેનો ઉદ્દેશ પાણીના ફરતા અર્થતંત્ર મારફતે જળ સુરક્ષિત અને આત્મનિર્ભ બનાવવાનો છે. મંત્રીમંડળ સમજે છે કે, શહેરી કુટુંબોને વિશ્વસનિય અને વાજબી જળ પુરવઠો અને સાફસફાઈ માટેની સેવાઓ પ્રદાન કરવી રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. આ તમામ ઘરોમાં નળ વાટે પાણીનું જોડાણ પ્રદાન કરીને, જળ સંસાધનોનું સંરક્ષણ/વિસ્તરણ, જળાશયો અને કૂવાઓનું નવીનીકરણ કરીને, વપરાશ થયેલા પાણીનું રિસાઇકલિંગ કરીને/ટ્રીટમેન્ટ કરીને ફરી ઉપયોગ કરીને હાંસલ થશે. પ્રોજેક્ટ પાઇપ મારફતે પાણીનો પુરવઠો પ્રદાન કરીને જીવનને સરળતા અને શહેરી ઘરોને સુએજ/સેપ્ટેજ સુવિધા તરફ દોરી જશે.
અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત)એ જૂન, 2015માં સૌપ્રથમ રાષ્ટ્રીય જળ અભિયાન પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. એમાં 500 શહેરોમાં નાગરિકોનું જીવન સરળ બનાવવા નળ વાટે પાણીનું જોડાણ અને નહેરનું જોડાણ પ્રદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી 1.1 કરોડ ઘરોમાં નળ વાટે પાણીનું જોડાણ પ્રદાન કરવામાં આવ્યું છે અને 85 લાખ સેપ્ટેજ જોડાણો પ્રદાન કરવામાં આવ્યાં છે. 6,000 એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ ક્ષમતા વિકસાવવામાં આવી છે, જેમાંથી 1,210 એમએલડી ક્ષમતા ઊભી થઈ છે, જેમાં 907 એમએલડી ટ્રીટમેન્ટ થયેલા સુએજનો પુનઃઉપયોગ કરવા માટેની જોગવાઈ છે. જ્યારે 3,600 એકર વિસ્તાર ધરાવતા 1,820 પાર્ક વિકસાવવામાં આવ્યાં છે, ત્યારે અન્ય 1,800 એકર વિસ્તારને હરિયાળો બનાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 1,700 ફ્લડિંગ પોઇન્ટ રદ થયા છે.
અમૃત હેઠળ નોંધપાત્ર હરણફાળ ભરવા અમૃત 2.0નો લક્ષ્યાંક તમામ કાયદેસર 4,378 નગરોમાં ઘરોને નળ વાટે પાણીના જોડાણો પ્રદાન કરીને પાણીના પુરવઠાનું સાર્વત્રિક કવરેજ પ્રદાન કરવાનો છે. 500 અમૃત શહેરોમાં ઘરોને સુએજ/સેપ્ટેજ મેનેજમેન્ટનું 100 ટકા કવરેજ અન્ય એક ઉદ્દેશ છે. ઇચ્છિત પરિણામ મેળવવા 2.68 કરોડ નળ વાટે પાણીના જોડાણ પ્રદાન કરવા અને 2.64 કરોડ સેપ્ટેજ/નહેર જોડાણ પ્રદાન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
અમૃત 2.0 માટે કુલ અંદાજિત ખર્ચ ₹2,77,000 કરોડ છે, જેમાં નાણાકીય વર્ષ 2021-22થી નાણાકીય વર્ષ 2025-26 સુધી પાંચ વર્ષ માટે કેન્દ્ર સરકારનો હિસ્સો ₹76,760 કરોડ છે.
મિશન પર ટેકનોલોજી આધારિત મજબૂત પોર્ટલ દ્વારા નજર રાખવામાં આવશે. તમામ પ્રોજેક્ટ જિઓ-ટેગ હશે. પેપર-લેસ અભિયાન બનાવવાનો પ્રયાસ થશે. શહેરો શહેરી જળ સંતુલન યોજના દ્વારા તેમના જળ સંસાધનો, વપરાશ, ભવિષ્યની જરૂરિયાત અને પાણીના નુકસાનનું મૂલ્યાંકન કરશે. આને આધારે શહેર જળ કાર્યયોજનાઓ તૈયાર થશે, જે રાજ્ય જળ કાર્યયોજના સ્વરૂપે તૈયાર થશે અને એને મકાન અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવશે. પ્રોજેક્ટ્સ માટે ફંડ કેન્દ્ર, રાજ્ય અને યુએલબી (શહેરી સ્થાનિક મંડળો) દ્વારા વહેંચવામાં આવશે. કેન્દ્ર સરકાર રાજ્યને ફંડની ફાળવણી રાજ્યની જળ કાર્યયોજનાને આધારે ત્રણ હપ્તામાં કરશે.
અમૃત 2.0 (શહેરી)ની અન્ય મુખ્ય ખાસિયતોમાં પેય જલ સર્વેક્ષણ છે, જે માપદંડ સમાન શહેરી જળ સેવાઓ માટે શહેરો વચ્ચે સ્પર્ધાને પ્રોત્સાહન આપશે. મિશન 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોના પ્રોજેક્ટનાં 10 ટકા મૂલ્યને સરકારી ખાનગી ભાગીદારી મારફતે બજારમાંથી ધિરાણ સ્વરૂપે ઊભું કરવા પણ પ્રોત્સાહન આપવામાં આવશે. મિશન ટેકનોલોજી સબ-મિશન મારફતે દુનિયામાં જળ ક્ષેત્રોમાં અગ્રણી ટેકનોલોજીઓ પણ લાવશે. ઉદ્યોગસાહસિકો/સ્ટાર્ટ-અપ્સને જળ ઇકોસિસ્ટમમાં પ્રોત્સાહન આપવામાં આવશે. જળ સંરક્ષણ વિશે લોકોને વચ્ચે જાગૃતિ લાવવા માહિતી શિક્ષણ અને સંચાર (આઇસીઇ) અભિયાન હાથ ધરવામાં આવશે.
મિશન યુએલબીની નાણાકીય સ્થિતિ અને જળ સુરક્ષા માટે સુધારાલક્ષી એજન્ડા ધરાવે છે. રિસાયકલ થયેલા પાણી, પાણી સિવાયની આવક ઘટાડીને 20 ટકાથી ઓછી કરી અને જળાશયોના કાયાકલ્પ મારફતે પાણીની 20 ટકા માગ – જળ સાથે સંબંધિત મુખ્ય સુધારાઓ છે. મિલકત વેરા, યુઝર ચાર્જ અને યુએલબીની ધિરાણપાત્રતા વધારવા માટે સુધારા અન્ય મહત્વપૂર્ણ સુધારા છે. યુએલબીને સુધારાઓ કરવા બદલ પ્રોત્સાહન આપવામાં આવશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com