Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે વર્ષ 2017-18માં ઇન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (આઇડબલ્યુએઆઈ) દ્વારા ભારત સરકારના બોન્ડ્સ તરીકે રૂ. 660 કરોડના એક્સ્ટ્રા બજેટરી રિસોર્સ (ઇબીઆર) ઊભા કરવાની મંજૂરીને પુનઃમાન્યતા આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2017-18માં ઇન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (આઇડબલ્યુએઆઈ) દ્વારા ભારત સરકારના બોન્ડ્સ તરીકે રૂ. 660 કરોડના એક્સ્ટ્રા બજેટરી રિસોર્સ (ઇબીઆર) ઊભા કરવાની મંજૂરીને પુનઃમાન્યતા આપી છે.

બોન્ડ્સમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ આઇડબલ્યુએઆઈ દ્વારા રાષ્ટ્રીય જળમાર્ગ કાયદા, 2016 (12.4.2016થી લાગુ) હેઠળ રાષ્ટ્રીય જળમાર્ગો (એનડબલ્યુ)ના વિકાસ અને જાળવણી માટે થશે. ઇશ્યૂ થયેલા બોન્ડ મારફતે પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ માળખાગત ભંડોળને સુધારવા મૂડીગત ખર્ચ માટે જ થશે.

પદ્ધતિઓ

વર્ષ 2017-18માં ઓળખ કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ પર રાષ્ટ્રીય જળમાર્ગો વિકસાવવા માટે હાથ ધરવામાં આવનાર રોકાણ અંદાજે રૂ. 2412.50 કરોડ છે. વિશ્વ બેંકે 12.04.2017ના રોજ જલ માર્ગ વિકાસ પ્રોજેક્ટ (જેએમવીપી) માટે 375 મિલિયન ડોલરની લોન મંજૂર કરી છે. વર્ષ 2017-18 દરમિયાન જેવીએમપી માટે અંદાજિત ખર્ચ રૂ. 1715 કરોડમાંથી વિશ્વ બેંક રૂ. 857.50 કરોડની લોન રકમ રેમિટ કરશે તેવી અપેક્ષા છે. તે મુજબ, વર્ષ 2017-18માં જરૂરી કુલ ભંડોળ રૂ. 2412.50 કરોડ છે. વર્ષ 2016-17 દરમિયાન આઇડબલ્યુએઆઈએ મૂડી અસ્કયામતોના સર્જન માટે કુલ રૂ. 296.60 કરોડની ફાળવણી કરી હતી, જે 2017-18માં ઘટાડીને રૂ. 228 કરોડ કરવામાં આવી છે. આ ફરક દૂર કરવા બોન્ડ્સ બહાર પાડવામાં આવ્યા છે.

રૂ. 660 કરોડના ઇબીઆરના સંબંધમાં મુદ્દલ અને વ્યાજનું ફાઇનાન્સ ભારત સરકાર કરશે. આ માટે ભારત સરકાર જહાજ મંત્રાલયની માગને અનુકૂળ અંદાજપત્રીય જોગવાઈઓ કરશે, જેથી જ્યારે જેટલી જરૂર ઊભી થાય એટલી બોન્ડ સર્વિસ જરૂરિયાતો પૂર્ણ કરી શકાય. તેમાં વ્યાજની ચુકવણી અર્ધવાર્ષિક ધોરણે અને પાકતી મુદ્દલ પર કરવામાં આવશે.

આ સંપૂર્ણ કવાયત આઇડબલ્યુએઆઈ સેબી સાથે સંકલન સાધીને અને લીડ મેનેજર્સની નિમણૂક કરીને કરશે. ફંડ 2 હપ્તામાં આપવામાં આવશે, જેમાં ઋણધારકો પાસેથી આકર્ષક વળતર મળે તેવી સાઇઝ જાળવવામાં આવશે. વર્ષ 2017-18ના અંતિમ ક્વાર્ટરમાં, ખાસ કરીને વર્ષ 2017-18ના છેલ્લાં બે મહિના દરમિયાન, ઋણ ટાળવામાં આવશે.

પૃષ્ઠભૂમિ:

ભારત સરકાર પાસેથી કુલ અંદાજપત્રીય સહકાર અને રાષ્ટ્રીય જળમાર્ગ ધારા, 2016 હેઠળ 106 નવા રાષ્ટ્રીય જળમાર્ગોના વિકાસ અને જાળવણી માટે ફંડિંગ માટે બાહ્ય નાણાકીય ટેકો સંપૂર્ણપણે જોઈએ તો પૂરતો નથી. એટલે રૂ. 660 કરોડની બાકીની રકમનું ઇબીઆર ઊભું કરવાની પુનઃમંજૂરી લેવાની તાતી જરૂર છે (વર્ષ 2016-17 દરમિયાન રૂ. 1000 કરોડ ઊભા કરવામાં આવ્યા અને રૂ. 340 કરોડનો ઉપયોગ કરવામાં આવ્યો).

વર્ષ 2016-17ના બજેટ ભાષણમાં માનનીય નાણાં મંત્રીએ નીચે મુજબ જાહેરાત કરી હતીઃ

“માળખાગત ફંડિગ વધુ વધારવા સરકાર વર્ષ 2016-17 દરમિયાન એનએચએઆઈ, આરએફસી, આરઇજી, આઇઆરઇડીએ, નાબાર્ડ અને આઇડબલ્યુએઆઈ દ્વારા બોન્ડ ઇશ્યૂ કરીને રૂ. 31,300 કરોડ સુધીનું વધારાનું ફાઇનાન્સ ઊભું કરવાની મંજૂરી માંગશે.”

આ જાહેરાત મુજબ, આઇડબલ્યુએઆઈને વર્ષ 2016-17 દરમિયાન પ્રથમ વખત રૂ. 1000 કરોડના માળખાગત બોન્ડ્સ ઇશ્યૂ કરવાની મંજૂરી મળી હતી. આ તેમનો પ્રથમ પ્રયાસ હોવાથી તેમને વર્ષ 2016-17 દરમિયાન આંતરિક જળમાર્ગો અને જહાજ માળખાના વિકાસ માટે ઇ-બિડિંગ માટે 01.03.2017 સુધી 7.9 ટકાના વ્યાજદરે રૂ. 340 કરોડ ઊભા કરવામાં સફળતા મળી હતી.

TR