પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના સાહસ મેસર્સ રિચાર્ડ્સન એન્ડ ક્રૂડાસ (1972) લિમિટેડ (આરએન્ડસી)ને સક્ષમ બનાવવા માટે તેને ઔદ્યોગિક અને નાણાકીય પુનર્ગઠન (બીઆઇએફઆર)ના કાર્યક્ષેત્રમાંથી બહાર લાવવાની ભારે ઉદ્યોગ વિભાગની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ હેતુ માટે મંત્રીમંડળે ભારત સરકારે કંપનીને આપેલી રૂ. 101.78 કરોડની લોનને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી છે, જેની સાથે આ લોન પર રૂ. 424.81 કરોડનું વ્યાજ સામેલ છે.
મંત્રીમંડળે સૈદ્ધાંતિક રીતે કંપનીના નાગપુર અને ચેન્નાઈ એકમોના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની તથા મુંબઈની જમીન પરથી કામગીરી કંપનીના અન્ય સ્થળોએ ખસેડવાની મંજૂરી આપી હતી. જોકે મુંબઈમાં કંપનીની જમીનને ભાડાપટ્ટામાંથી “ઓક્યુપેશન ક્લાસ ટૂ”માં ફેરવવામાં આવશે, જેથી કંપની સરકારી માર્ગદર્શિકા મુજબ જમીનના આ ટુકડાનો મહત્તમ ઉપયોગ કરવા સક્ષમ બને.
AP/Jkhunt/TR/GP