Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે રાષ્ટ્રીય સ્ટીલ નીતિ 2017ને મંજૂરી આપી


સ્થાનિક વપરાશ વધારવા, ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્ટીલનું ઉત્પાદન કરવા અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સેક્ટર બનાવવા પર ધ્યાન કેન્દ્રીત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સ્ટીલ નીતિ (એનએસપી), 2017 માટે મંજૂરી આપી છે.

આ નવી સ્ટીલ નીતિ સ્ટીલ સેક્ટરને વેગ આપવા સરકારના લાંબા ગાળાના વિઝનને સ્થાપિત કરે છે. તેનો આશય સ્ટીલના સ્થાનિક વપરાશને વધારવાનો અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્ટીલનું ઉત્પાદન સુનિશ્ચિત કરવાનો તથા આધુનિક ટેકનોલોજીકલ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્ટીલ ઉદ્યોગ ઊભો કરવાનો છે.

એનએસપી 2017ની મુખ્ય વિશેષતાઓ છે:

1. નીતિગત સમર્થન અને ખાનગી ઉત્પાદનો, એમએસએમઇ સ્ટીલ ઉત્પાદકો, સીપીએસઇ દ્વારા સ્ટીલ ઉત્પાદનમાં સ્વનિર્ભરતા ઊભી કરવી

2. ક્ષમતામાં પર્યાપ્ત વધારાને પ્રોત્સાહન આપવું,

3. વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્ટીલ ઉત્પાદન ક્ષમતાનો વિકાસ,

4. વાજબી ખર્ચે ઉત્પાદન

5. આયર્ન ઓર, કોકિંગ કોલ અને કુદરતી ગેસની સ્થાનિક ઉપલબ્ધતા

6. વિદેશી રોકાણની સુલભતા

7. કાચા માલની અસ્કયામતનું એક્વિઝિશન અને

8. સ્થાનિક બજારમાં સ્ટીલની માગને પ્રોત્સાહન.

નીતિમાં વર્ષ 2030-31 સુધીમાં 300 મિલિયન ટન (એમટી)ની ક્રૂડ સ્ટીલની ક્ષમતા, 225 એમટી ઉત્પાદન અને મજબૂત ફિનિશ્ડ સ્ટીલ માથાદીઠ વપરાશ 158 કિલોગ્રામ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જ્યારે અત્યારે માથાદીઠ વપરાશ 61 કિલોગ્રામ છે. નીતિમાં હાઈ ગ્રેડ ઓટોમોટિવ સ્ટીલ, ઇલેક્ટ્રિકલ સ્ટીલ, સ્પેશિયલ સ્ટીલ અને વ્યૂહાત્મક ઉપયોગિતાની સંપૂર્ણ માગ પૂર્ણ કરવા તથા વોશ કોકિંગ કોલની સ્થાનિક ઉપલબ્ધતા વધારવાની કલ્પના પણ કરવામાં આવી છે, જેથી વર્ષ 2030-31 સુધીમાં કોકિંગ કોલની આયાત પરની નિર્ભરતા 85 ટકાથી ઘટીને આશરે 65 ટકા થાય.

નવી સ્ટીલ નીતિની કેટલીક મુખ્ય બાબતો

 છેલ્લાં થોડા વર્ષોમાં ભારતીય સ્ટીલ સેક્ટર વૃદ્ધિ પામ્યું છે અને અત્યારે વિશ્વમાં ત્રીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક.દેશ છે, જે દેશની જીડીપીમાં આશરે 2 ટકા પ્રદાન કરે છે. ભારતે પણ 2016-17માં વેચાણ માટે ઉત્પાદનમાં 100 એમટીનું સીમાચિહ્ન સર કર્યું છે

 નવી સ્ટીલ નીતિ, 2017 વર્ષ 2030 સુધીમાં સ્ટીલ ઉત્પાદનની ક્ષમતા 300 એમટી હાંસલ કરવાની આકાંક્ષા ધરાવે છે. આ માટે વર્ષ 2030-31 સુધીમાં રૂ. 10 લાખ કરોડનું વધારાનું રોકાણ કરવું પડશે. .

AP/J.Khunt/TR/GP