પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય પશુધન મિશનમાં નીચે મુજબની વધારાની પ્રવૃત્તિઓને સામેલ કરીને તેમાં વધુ સુધારાને મંજૂરી આપી હતીઃ
પાશ્વભૂમિકા:
એનએલએમની શરૂઆત વર્ષ 2014-15માં ચાર પેટા–મિશન (1) ઘાસચારા અને ખાદ્ય વિકાસ પર પેટા–મિશન (2) પશુધન વિકાસ પર પેટા–મિશન (2) પૂર્વોત્તર ક્ષેત્રમાં ડુક્કર વિકાસ પર પેટા–મિશન (3) કૌશલ્ય વિકાસ, ટેકનોલોજી હસ્તાંતરણ અને વિસ્તરણ પર પેટા–મિશન, જેમાં 50 પ્રવૃત્તિઓ સામેલ છે.
આ યોજના વર્ષ 2021-22 દરમિયાન પુનઃજોડાણ કરવામાં આવી હતી અને વિકાસ કાર્યક્રમ હેઠળ જુલાઈ, 2021માં સીસીઈએ દ્વારા રૂ.2300 કરોડનાં ખર્ચ સાથે તેને મંજૂરી આપવામાં આવી હતી.
હાલ પુનઃજોડાણ ધરાવતી એનએલએમ ત્રણ પેટા–મિશન ધરાવે છે, જેમાં (1) પશુધન અને મરઘાં ઉછેરની જાતિમાં સુધારો કરવા પર પેટા–મિશન (2) ફીડ અને ઘાસચારાનું પેટા–મિશન તથા (3) નવીનતા અને વિસ્તરણ પર પેટા–મિશન સામેલ છે. પુનઃજોડાણ ધરાવતી એનએલએમ 10 પ્રવૃત્તિઓ ધરાવે છે અને ઉદ્યોગસાહસિકતાનો વિકાસ, ફીડ અને ચારા વિકાસ, સંશોધન અને નવીનતા, પશુધન વીમા માટે લક્ષ્યાંક ધરાવે છે.
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com