Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમને ચાલુ રાખવા અને પુનર્ગઠન માટે મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ (એનઆરડીડબલ્યુપી)ને ચાલુ રાખવા અને પુનર્ગઠન માટે મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ કાર્યક્રમને પરિણામ આધારિત, સ્પર્ધાત્મક બનાવવાનો છે અને નિર્ભરતા (કાર્યક્ષમતા) વધારવા ધ્યાન કેન્દ્રિત કરી તેનાં પર વધારે સારી રીતે નજર રાખવાનો છે, જેથી ગ્રામીણ વસતિને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવા પ્રદાન કરી શકાય.

 

વર્ષ 2017-18થી વર્ષ 2019-20નાં ચૌદમાં નાણાં પંચ (એફએફસી)એ કાર્યક્રમ માટે કુલ રૂ. 23,050 કરોડ મંજૂર કર્યા છે. કાર્યક્રમ સમગ્ર દેશની ગ્રામીણ વસતિને આવરી લેશે. પુનર્ગઠન આ કાર્યક્રમને અનુકૂળ, પરિણામલક્ષી, સ્પર્ધાત્મક બનાવશે તથા મંત્રાલયને પાઇપ દ્વારા અસ્ખલિત પાણી પુરવઠો વધારવાનાં લક્ષ્યાંક સુધી પહોંચવા સક્ષમ બનાવશે.

 

આ નિર્ણયની વિગત નીચે મુજબ છેઃ

  

  1. રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ (એનઆરડીડબલ્યુપી) 14માં નાણાં પંચ ચક્ર માર્ચ, 2020 અનુસાર ચાલુ રહેશે.
  2. રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ (એનઆરડીડબલ્યુપી)નાં પુનર્ગઠન સાથે જાપાનીઝ એન્સેફેલિટિસ (જેઇ)/એક્યુટ એન્સેફેલિટિસ સીન્ડ્રોમ (એઇએસ) અસરગ્રસ્ત વિસ્તારો માટે 2 ટકા નાણાંની વ્યવસ્થા કરવામાં આવશે.
  3. એનઆરડીડબલ્યુપી હેઠળ એક નવો પેટા-કાર્યક્રમ રાષ્ટ્રીય જળ ગુણવત્તા પેટા-અભિયાન (એનડબલ્યુક્યુએસએમ) 28000 આર્સેનિક અને ફ્લોરાઇડ અસરગ્રસ્ત વિસ્તારો (ઓળખ થઈ ગઈ છે)માં પીવાનું સ્વચ્છ પાણી પ્રદાન કરવાની તાતી જરૂરિયાતને પૂર્ણ કરશે. આ પેટા-કાર્યક્રમ પેયજલ અને સાફસફાઈ મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી, 2017માં શરૂ કરવામાં આવ્યો હતો. વિવિધ અંદાજો મુજબ, માર્ચ, 2021 સુધી ચાર વર્ષ માટે કેન્દ્ર સરકાર રૂ. 12,500 કરોડનો હિસ્સો આપશે. આ ભંડોળ એનઆરડીડબલ્યુપી હેઠળ ફાળવવામાં આવશે.
  4. સંમત યોજનાઓ માટે બીજા હપ્તાની રકમની અડધોઅડધ રકમને સમકક્ષ આગોતરૂ ધિરાણ રાજ્ય સરકારો કરશે, જેને પાછળથી કેન્દ્ર સરકારનાં ભંડોળમાંથી પરત કરવામાં આવશે. જો રાજ્ય(યો) નાણાકીય વર્ષમાં 30 નવેમ્બર સુધીમાં આ રકમનો દાવો નહીં કરે, તો આ ભંડોળ સામાન્ય ભંડોળનો ભાગ બનશે, જેને સારી કામગીરી કરતાં રાજ્યોને આપવામાં આવશે, જેમણે વહેલા તે પહેલાનાં ધોરણે ભારત સરકારનાં પર્યાપ્ત હિસ્સામાં આગોતરૂ ધિરાણ કર્યું છે.
  5. ફંડનાં બીજા હપ્તાનો અન્ય 50 ટકા હિસ્સો રાજ્યોને પૂર્ણ થનાર પાઇપ દ્વારા પાણી પુરવઠા યોજનાઓની કાર્યદક્ષતાને આધારે આપવામાં આવશે, જેનું મૂલ્યાંકન ત્રીજા પક્ષ દ્વારા થશે.
  6. મંત્રીમંડળે 2017-18થી 2019-20નાં એફએફસી ગાળા માટે આ કાર્યક્રમ પેટે રૂ. 23,050 કરોડ મંજૂર કર્યા છે.

 

એનડબલ્યુક્યુએસએમનો ઉદ્દેશ માર્ચ, 2021 સુધીમાં સ્થાયી ધોરણે આર્સેનિક/ફ્લોરાઇડ અસરગ્રસ્ત તમામ ગ્રામીણ વિસ્તારોને પીવાનું સ્વચ્છ પાણી પ્રદાન કરવાનો છે. રાજ્યોને કાર્યક્રમ હેઠળ ઘટકોની સંખ્યા ઘટાડીને એનઆરડીડબલ્યુપી ભંડોળનો ઉપયોગ કરવામાં વધારે અનુકૂળતા આપવામાં આવી છે.

 

પેયજલ અને સાફસફાઈ મંત્રાલયનાં ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (આઇએમઆઇએસ) મુજબ, ભારતમાં આશરે 77 ટકા ગ્રામીણ સમુદાયોએ સંપૂર્ણ કવર્ડ (એફસી) દરજ્જો હાંસલ કર્યો છે, (દરરોજ માથાદીઠ 40 લિટર) તથા 56 ટકા ગ્રામીણ વસતિને જાહેરમાં ઊભા કરવામાં આવેલા સ્ટેન્ડ મારફતે નળનાં પાણીની સુલભતા ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં 16.7 ટકા ઘરગથ્થું જોડાણ સામેલ છે.

 

પૃષ્ઠભૂમિ:

 

એનઆરડીડબલ્યુપીની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી, જેમાં મુખ્યત્વે ભાર પીવાને યોગ્ય, પર્યાપ્ત, અનુકૂળ, વાજબી અને સમાન ધોરણે પાણીની સ્થાયી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર મૂકવામાં આવ્યો હતો. એનઆરડીડબલ્યુપી કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ભંડોળની વહેંચણી સમાન પ્રમાણમાં એટલે કે 50:50નાં ધોરણે કરવામાં આવે છે. આ વર્ષો દરમિયાન એનઆરડીડબલ્યુપીનાં અમલીકરણ દરમિયાન હાંસલ થયેલી સફળતા અને અનુભવાયેલી ખામીઓમાંથી શીખવા મળ્યું છે, કે વર્તમાન માર્ગદર્શિકામાં ચોક્કસ સુધારાની જરૂર છે અને કાર્યક્રમને વધારે પરિણામલક્ષી અને સ્પર્ધાત્મક બનાવવા રાજ્યોને ફંડ આપવાની પ્રક્રિયા આવશ્યક છે.

 

એનઆરડીડબલ્યુપીને વધારે પરિણામલક્ષી બનાવવા રાજ્યો વચ્ચે સ્પર્ધાને વધારે પ્રોત્સાહન આપવા અને સ્થાયીપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્યો, વિવિધ સંબંધિત પક્ષો/ક્ષેત્રનાં નિષ્ણાતો/આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને નીતિ આયોગ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી, કાર્યક્રમની માર્ગદર્શિકામાં કેટલાંક સુધારાવધારા રજૂ કરવામાં આવ્યાં છે. કાર્યક્રમ હેઠળ ઘટકોની સંખ્યા ઘટાડીને એનઆરડીડબલ્યુપી ફંડનાં ઉપયોગમાં રાજ્યોને વધારે અનુકૂળતા આપવામાં આવી છે. તેમાં પાઇપ દ્વારા પાણી પુરવઠાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, સેવા પ્રદાન કરવાનું સ્તર વધારવામાં આવ્યું છે, જળની નબળી ગુણવત્તા ધરાવતા વિસ્તારો (આર્સેનિક અને ફ્લોરાઇડ ધરાવતાં વિસ્તારોમાં જળની ગુણવત્તા નિયંત્રણમાં લેવા રાષ્ટ્રીય જળ ગુણવત્તા પેટા-અભિયાન, જેઇ/એઇએસ વિસ્તારો)ને આવરી લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે, ઓપન ડિફેકેશન ફ્રી (ઓએફડી) એટલે કે ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર થયેલા ગામડાઓને આવરી લેવામાં આવ્યાં છે, એસએજીવાય જીપી, ગંગા જીપી, સંકલિત કાર્ય યોજના (આઇએપી) જિલ્લાઓ, પાઇપ દ્વારા પાણી પુરવઠા સાથે બોર્ડર આઉટ પોસ્ટ (બીઓપી) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તથા પાણી પુરવઠાની મિલકતોનાં યોગ્ય ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે સંસ્થાની રચના કરવામાં આવી છે. 

 

RP