Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે રાષ્ટ્રીય આપત્તિ મોરચા દળની વધુ ચાર બટાલિયન રચવા માટે મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળીય સમિતિએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની વધુ ચાર બટાલિયનને મંજૂરી આપી દીધી છે, જેથી ભારતમાં આપત્તિના સમયે ત્વરિત કામગીરીને વધારે વેગ આપી શકાય. આ માટે અંદાજે રૂ. 637 કરોડનો ખર્ચ થશે.

વિગત:

  • વધુ ચાર બટાલિયનની રચના પાછળનો ઉદ્દેશ દેશનાં વિશાળ ભૌગોલિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કટોકટીનું નિવારણ કરવાની કામગીરીનો સમય ઘટાડવાનો છે.
  • આ ચાર બટાલિયનો શરૂઆતમાં ભારત-તિબેટ સીમા પોલીસ (આઈટીબીપી)માં વધુ બે બટાલિયનો અને સરહદ સુરક્ષા દળ (બીએસએફ) તથા અસમ રાઇફલ્સ (એઆર)માં એક-એક બટાલિયન સ્વરૂપે તૈયાર કરવામાં આવશે.
  • ત્યારબાદ આ ચાર બટાલિયનને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ બટાલિયનોમાં બદલવામાં આવશે. મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ચાર બટાલિયનોને જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તૈનાત કરવામાં આવશે.

પૃષ્ઠભૂમિ:                 

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એક નિષ્ણાત દળ છે, જેની રચના વર્ષ 2006માં કરવામાં આવી હતી. એની રચનાનો ઉદ્દેશ કુદરતી અને માનવસર્જિત આપત્તિ કે જોખમની સ્થિતિનો સામનો કરવા માટે વિશેષ પ્રયાસ કરવાનો છે. અત્યારે આ દળમાં 12 બટાલિયન છે, જે સમગ્ર દેશમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ સ્થાનો પર સ્થિત છે, જેથી ત્વરિત પ્રતિક્રિયા આપી શકાય.

 

RP