Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે મોટર વાહન (સુધારા) ખરડા 2016ને મંજૂરી આપીઃ માર્ગોને સલામત બનાવવા અને લાખો નિર્દોષ જીવોને બચાવવા તરફ ઐતિહાસિક કદમ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મોટર વાહન (સુધારા) ખરડા, 2016ને મંજૂરી આપી દીધી છે. આ સુધારાનો ઉદ્દેશ નીચેની સ્થિતિ સુધારવાનો છે

 

દેશમાં દર વર્ષે 5 લાખ માર્ગ અકસ્માતો નોંધાય છે, જેમાં 1.5 લાખ લોકો જીવ ગુમાવે છે. સરકાર આગામી પાંચ વર્ષમાં અકસ્માતો અને મૃત્યુઆંકમાં 50 ટકા ઘટાડો કરવા પ્રતિબદ્ધ છે.

 

માર્ગ સલામતીની સમસ્યાનું સમાધાન કરવા એનડીએ સરકાર સત્તામાં આવ્યા પછી ટૂંક સમયમાં માર્ગ પરિવહન અને સલામતી ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે મોટા ભાગના રાજ્યોએ તેની સામે વાંધો ઉઠાવ્યો છે.

 

પરિવહન વિભાગ, માર્ગ પરિવહન અને હાઇવેઝ મંત્રાલયે માર્ગ સલામતીની સમસ્યાનું સમાધાન કરવા અને નાગરિકોની સુવિધા વધારવા રાજ્યોના પરિવહન પ્રધાનો (જીઓએમ)ના જૂથની રચના કરી છે. રાજસ્થાનના આદરણીય પરિવહન પ્રધાન શ્રી યૂનુસ ખાનના નેતૃત્વમાં જીઓએમની ત્રણ બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 18 પરિવહન પ્રધાનોએ ભાગ લીધો હતો અને તેમણે વચગાળાના ત્રણ અહેવાલો સુપરત કર્યા છે.

 

જીઓએમએ ભલામણ કરી હતી કે માર્ગ સલામતી અને પરિવહન ક્ષેત્રની સમસ્યાઓનું સમાધાન કરવા સરકારે વર્તમાન મોટર વાહન ધારામાં તાત્કાલિક સુધારો કરવો જોઈએ. જીઓએમની ભલામણો અને અન્ય જરૂરિયાતોને આધારે માર્ગ, પરિવહન અને હાઇવેઝ મંત્રાલયે મોટર વાહન (સુધારા) ખરડો 2016 મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કર્યો હતો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રીમંડળે આજે આ ખરડાને મંજૂરી આપી છે.

 

વર્તમાન મોટર વાહન ધારામાં કુલ 223 કલમ છે. ખરડાનો ઉદ્દેશ આ કલમોમાંથી 68 કલમોને સુધારવાનો, પ્રકરણ 10ને રદ કરવાનો અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ દાવા તથા પતાવટની પ્રક્રિયા સરળ બનાવવા પ્રકરણ 11માં નવી કલમો ઉમેરીને તેમાં ફેરફાર કરવાનો છે.

 

ખરડાની મહત્ત્વપૂર્ણ જોગવાઈઓમાં હિટ એન્ડ રન કેસો માટે વળતર રૂ. 25000થી વધારીને રૂ. 2 લાખ કરવાની જોગવાઈ સામેલ છે. તે માર્ગ અકસ્માતોમાં થતી જાનહાનિઓમાં રૂ. 10 લાખ સુધીનું વળતર ચુકવવાની જોગવાઈ પણ ધરાવે છે.

 

ખરડામાં 28 નવી કલમો ઉમેરવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. આ સુધારા મુખ્યત્વે માર્ગ સલામતી વધારવા, નાગરિકોની સુવિધા વધારવા સાથે સંબંધિત છે. ગ્રામીણ પરિવહનને મજબૂત કરવા, છેવાડાના વિસ્તારો સુધી જોડાણ કરવા અને જાહેર પરિવહન, ઓટોમેશન અને કમ્પ્યુટરાઇઝેશન તથા ઓનલાઇન સેવાઓ સક્ષમ બનાવવાની જોગવાઈ પણ તેમાં છે.

 

ખરડો ગ્રામીણ પરિવહન, સરકારી પરિવહન, છેવાડાના વિસ્તારો સુધી કનેક્ટિવિટી માટે તથા પેસેન્જરની અનુકૂળતા અને માર્ગ સલામતી વધારવા સ્ટેજ કેરિજ અને કોન્ટ્રાક્ટ કેરિજ મંજૂરીમાં રાજ્યોને અનુદાનની મુક્તિ આપીને દેશમાં પરિવહન ક્ષેત્રની સ્થિતિ સુધારવાનો ઉદ્દેશ ધરાવે છે.

 

ખરડો દરખાસ્ત રજૂ કરે છે કે રાજ્ય સરકાર એકથી ઓછા નહીં અને 10થી વધારે નહીં તેવા ગુણાંક નક્કી કરી શકે છે, જે આ કાયદા હેઠળ દરેક દંડ અને આ પ્રકારના સુધારેલા દંડને લાગુ થશે.

 

ખરડામાં દરખાસ્ત કરવામાં આવી છે કે રાજ્ય સરકાર પદયાત્રીઓના જાહેર સ્થળ અને આ પ્રકારના પરિવહનના માધ્યમોમાં પ્રવૃત્તિઓનું નિયમન કરી શકે છે.

 

આ બિલનો એક મુખ્ય ઉદ્દેશ ઇ-ગવર્નન્સનો ઉપયોગ કરીને હિતધારકોને સેવા આપવામાં સુધારો કરવાનો છે. તેમાં ઓનલાઇન લર્નિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ માટે વેલિડિટી સમયગાળામાં વધારો, પરિવહન લાઇસન્સ માટે શૈક્ષણિક લાયકાતની જરૂરિયાતો દૂર કરવી જેવી કેટલીક ખાસિયતો સામેલ છે.

 

ખરડો કિશોરો દ્વારા થતા અપરાધોની દરખાસ્તો રજૂ કરે છે. જેતે કાયદા હેઠળ કિશોરો દ્વારા થતા અપરાધોના કિસ્સાઓમાં સંરક્ષકો/માલિકોને ગુનેગાર ઠરાવવામાં આવશે. મોટર વાહનોનું રજિસ્ટ્રેશન રદબાતલ ગણાશે

 

નવા વાહનો માટેની નોંધણી પ્રક્રિયામાં સુધારો કરવા ડિલરનું રજિસ્ટ્રેશન સક્ષમ બનાવવામાં આવશે અને કામચલાઉ નોંધણી પર નિયંત્રણો લાદવામાં આવશે.

 

ખરડો માર્ગ પર સલામતી વધારવા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને નિયંત્રણમાં લાવવા દંડ વધારવાની દરખાસ્ત રજૂ કરે છે. કિશોર વયના બાળકો દ્વારા ડ્રાઇવિંગ, નશામાં ડ્રાઇવિંગ, લાઇસન્સ વિના ડ્રાઇવિંગ, ખતરનાક ડ્રાઇવિંગ, વધારે પડતી ઝડપ, ઓવરલોડિંગ વગેરે જેવા અપરાધોના સંબંધમાં કડક જોગવાઈઓની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નિયમોના ઉલ્લંઘનનું ઇલેક્ટ્રોનિક ડિટેક્શન ઉપરાંત હેલ્મેટ માટેની કડક જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. માર્ગ અકસ્માતના પીડિતોને મદદ કરવા સારા નાગરિક બનવા માટેની માર્ગદર્શિકાને ખરડામાં જોડવામાં આવી છે. ખરડો પરિવહન વાહનો માટે ઓટોમેટેડ ફિટનેસ પરીક્ષણ ફરજિયાત કરવાની જોગવાઈ પણ ધરાવે છે, જે 1 ઓક્ટોબર, 2018થી લાગુ પડશે. તેનાથી પરિવહન વિભાગમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે, ત્યારે વાહનની માર્ગ પરની ગુણવત્તામાં વધારો થશે. બોડી બિલ્ડર્સ અને સ્પેર પાર્ટ સપ્લાયર્સ દ્વારા સલામતી/પર્યાવરણીય નિયમોના ઇરાદાપૂર્વકના ઉલ્લંઘનો બદલ દંડ કરવાની જોગવાઈ પણ રજૂ કરવામાં આવી છે.

 

નોંધણી અને લાઇસન્સિંગ પ્રક્રિયા વચ્ચે સુમેળ સ્થાપિત કરવા “વાહન” અને “સારથિ” પ્લેટફોર્મ મારફતે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે રાષ્ટ્રીય રજિસ્ટર અને વાહનની નોંધણી માટે રાષ્ટ્રીય રજિસ્ટર બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તેનાથી સમગ્ર દેશમાં પ્રક્રિયાની એકરૂપતા ઊભી થશે.

 

ઓટોમોબાઇલ્સ માટે પરીક્ષણ અને સર્ટિફિકેશન માટેની પ્રક્રિયાનું નિયમન વધારે અસરકારક રીતે કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ઓટોમોબાઇલ મંજૂરીઓ આપતી પરીક્ષણ એજન્સીઓને કાયદાના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવી છે.

 

ડ્રાઇવિંગની તાલીમ પ્રક્રિયા પરિવહન લાઇસન્સને ઝડપથી ઇશ્યૂ કરવા સક્ષમ બનાવે છે. તેનાથી દેશમાં વ્યાવસાયિક ડ્રાઇવર્સની ખેંચ ઘટાડવામાં મદદ મળશે.

 

દિવ્યાંગ માટે પરિવહન સોલ્યુશનની સુવિધા ઊભી કરવા ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા તેમજ દિવ્યાંગોના ઉપયોગ માટે વાહનમાં ફિટ કરવામાં આવેલા ફેરફારોના સંબંધમાં અવરોધો દૂર કરવામાં આવ્યા છે

 

આદરણીય પરિવહન પ્રધાન શ્રી નીતિન ગડકરીએ મંત્રીમંડળે મંજૂર કરેલ મોટર વાહન (સુધારા) 2016ને માર્ગ સલામતી અને પરિવહન ક્ષેત્રમાં સૌથી મોટો સુધારો ગણાવ્યો છે. તેમણે આદરણીય પ્રધાનમંત્રીનો તેમના માર્ગદર્શન અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે આ સુધારા માટે પ્રયાસો કરવા બદલ રાજ્યોના પરિવહન પ્રધાનોના જૂથની વિશેષ પ્રશંસા પણ કરી છે. સંસદ આગામી અઠવાડિયામાં આ સુધારણા પર ચર્ચા કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ પક્ષોને ખરડાને ટેકો આપવા અપીલ કરી છે, જે  જનતા માટે અનુકૂળ અને સલામત પરિવહન ઇકો સિસ્ટમ પ્રદાન કરવા યોગ્ય કદમ છે.

 

મોટર વાહન સુધારા ખરડો – 2016 હેઠળ વિવિધ દંડોમાં સુધારાની દરખાસ્ત

 

177

સાધારણ

રૂ. 100

રૂ. 500

નવું 177A

માર્ગ નિયમનના નિયમોનું ઉલ્લંઘન

રૂ. 100

રૂ. 500

178

ટિકિટ વિના મુસાફરી

રૂ. 200

રૂ. 500

179

સત્તામંડળના આદેશનું ઉલ્લંઘન

રૂ. 500

રૂ. 2000

180

લાઇસન્સ વિના વાહનોનો બિનઅધિકૃત ઉપયોગ

રૂ. 1000

રૂ. 5000

181

લાઇસન્સ વિના ડ્રાઇવિંગ

રૂ. 500

રૂ. 5000

182

લાયકાત ન હોવા છતાં ડ્રાઇવિંગ

રૂ. 500

રૂ. 10,000

182 B

વધારે મોટું વાહન

New

રૂ. 5000

183

વધારે ઝડપ

રૂ. 400

એલએમવી માટે રૂ. 1000

મધ્યમ પેસેન્જર વાહન માટે રૂ. 2000

184

જોખમકારક ડ્રાઇવિંગનો દંડ

રૂ. 1000

રૂ. 5000 સુધી

185

નશામાં ડ્રાઇવિંગ

રૂ. 2000

રૂ. 10,000

189

ઝડપ/રેસિંગ

રૂ. 500

રૂ. 5,000

192 A

પરમિટ ન ધરાવતું વાહન

રૂ. 5000 સુધી

રૂ. 10,000 સુધી

193

એગ્રીગેટર (લાઇસન્સની શરતોનું ઉલ્લંઘન)

નવું

રૂ. 25,000થી

રૂ. 1,00,000

194

ઓવરલોડિંગ

વધારાના ટન દીઠ રૂ. 2000 અને

રૂ. 1000

વધારાના ટન દીઠ
રૂ. 20,000 અને

રૂ. 2000

194 A

વધારે પડતાં પેસેન્જર

 

દરેક વધારાના પેસેન્જર દીઠ રૂ. 1000

194 B

સીટ બેલ્ટ

રૂ. 100

રૂ. 1000

194 C

ટૂ વ્હીલરમાં ઓવરલોડિંગ

રૂ. 100

રૂ. 2000, લાઇસન્સ 3 મહિના માટે ગેરલાયક

194 D

હેલ્મેટ

રૂ. 100

રૂ. 1000 લાઇસન્સ 3 મહિના માટે ગેરલાયક

194 E

ઇમરજન્સી વાહનોને માર્ગ ન આપવો

નવી

રૂ. 10,000

196

વીમા વિના ડ્રાઇવિંગ

રૂ. 1000

રૂ. 2000

199

કિશોર વયના બાળકો દ્વારા અપરાધ

નવી

સંરક્ષકો/માલિકોને દોષિત ગણવામાં આવશે. 3 વર્ષની જેલ સાથે
રૂ. 25,000. જેતે કાયદા હેઠળ કિશોરવયના બાળકો માટે. મોટર વાહનનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે.

206

દસ્તાવેજો જપ્ત કરવા અધિકારીને સત્તા

 

ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવું કલમ 183, 184, 185, 190, 194સી, 194ડી, 194ઇ હેઠળ

210 B

લાગુ સત્તામંડળના અપરાધો

 

પ્રસ્તુત કલમ હેઠળ દંડ બમણો

કલમ   જૂની જોગવાઈ / દંડ નવી પ્રસ્તાવિત જોગવાઈ / લઘુમત દંડ

 

AP/TR/GP