પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મેટ્રો કોરિડોરને દિલશાદ ગાર્ડનથી ગાઝિયાબાદનાં નવા બસ ટર્મિનલ સુધી લંબાવવાની મંજૂરી આપી દીધી છે. આ લાઇનની કુલ લંબાઈ 9.41 કિલોમીટર હશે. મંત્રીમંડળે આ માટે કેન્દ્રીય નાણાકીય સહાયતા સ્વરૂપે રૂ. 324.87 કરોડનું પ્રદાન આપવાની મંજૂરી આપી દીધી છે. વધારેલી લાઇનનો કુલ ખર્ચ રૂ. 1,781.21 કરોડ છે.
યોજનાનાં અમલથી એનસીઆરમાં જાહેર પરિવહન માળખાની સુવિધા મળશે, જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી.
દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડ (ડીએમઆરસી) આ યોજનાનો અમલ કરી રહી છે. ડીએમઆરસી એ ભારત સરકાર અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી (જીએનસીટીડી)નાં એક વિશિષ્ટ ઉદ્દેશ માટે બનેલી કંપની (એસપીવી) છે.
NP/J.Khunt/GP