પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રીમંડળ દ્વારા જાહેર સેવા ક્ષમતા નિર્માણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ (NPCSCB)નો પ્રારંભ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં નીચે ઉલ્લેખ કર્યા અનુસાર સંસ્થાગત માળખું તૈયાર કરવામાં આવ્યું છે:-
(I) પ્રધાનમંત્રીની જાહેર માનવ સંસાધન (HR) પરિષદ,
(ii) ક્ષમતા નિર્માણ આયોગ
(iii) ડિજિટલ અસ્ક્યામતની માલિકી અને પરિચાલન માટે સ્પેશિયલ પર્પઝ વ્હિકલ અને ઑનલાઇન પ્રશિક્ષણ માટે ટેકનોલોજીકલ પ્લેટફોર્મ
(iv) કેબિનેટ સચિવના નેતૃત્વમાં સંકલન એકમ
મુખ્ય વિશેષતાઓ
જાહેર સેવકોમાં ક્ષમતા નિર્માણ કરવાનો પાયો નાંખવાના ઉદ્દેશ સાથે ખૂબ જ કાળજીપૂર્વક NPCSCBની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જેથી જ્યારે તે શ્રેષ્ઠ સંસ્થાઓ પાસેથી શીખે અને સમગ્ર દુનિયામાંથી શ્રેષ્ઠ આચરણો શીખે ત્યારે પોતાના મૂળની મદદથી ભારતીય સંસ્કૃતિ અને સંવેદનશીલતામાં તે જડિત રહે અને સતત જોડાયેલ રહે. આ કાર્યક્રમ એકીકૃત સરકારી ઑનલાઇન તાલીમ – iGOTકર્મયોગી પ્લેટફોર્મ દ્વારા પૂરો પાડવામાં આવશે. આ કાર્યક્રમના મૂળભૂત માર્ગદર્શક સિદ્ધાંતો નીચે દર્શાવ્યા અનુસાર છે:
ઉદ્દેશો
એવી પણ દરખાસ્ત મૂકવામાં આવી છે કે ક્ષમતા નિર્માણ આયોગનું ગઠન કરવામાં આવે, જેથી સહયોગ અને સહ–આદાનપ્રદાનના આધારે ક્ષમતા નિર્માણ ઇકોસિસ્ટમનું વ્યવસ્થાપન અને નિયમન કરવાનો એકસમાન અભિગમ સુનિશ્ચિત કરી શકાય.
આયોગની ભૂમિકા નીચે ઉલ્લેખ કર્યા અનુસાર રહેશે–
IGOT- કર્મયોગી પ્લેટફોર્મ ભારતમાં બે કરોડ કરતા વધુ અધિકારીઓની ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવા માટે ઉત્કૃષ્ટ અને પોતાના વર્ગમાં શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવે છે.આ પ્લેટફોર્મ સામગ્રી માટેના વાઇબ્રન્ટ અને વિશ્વકક્ષાના બજાર સ્થળ તરીકે ઉભરી આવશે તેવી અપેક્ષા છે જ્યાં કાળજીપૂર્વક અને ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવેલી ડિજિટલ ઇ–લર્નિંગ સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ક્ષમતા નિર્માણની સાથે-સાથે, પ્રોબેશનના સમયગાળાની પછી કાયમી થવું, નિયુક્તિ, કામની ફાળવણી, જગ્યાઓ માટેની સૂચનાઓ વગેરે સેવાકીય બાબતો પણ પ્રસ્તાવિત સુસંગતા માળખા સાથે સંકલિત કરવામાં આવશે.
મિશન કર્મયોગીનો ઉદ્દેશ ભારતીય જાહેર સેવકોને વધુ સર્જનાત્મક, રચનાત્મક, કલ્પનાશીલ, પૂર્વસક્રિય, પ્રોફેશનલ, પ્રગતિશીલ, ઉર્જાવાન, સામર્થ્યવાન, પારદર્શક અને ટેકનોલોજીથી સજ્જ બનાવીને તેમને ભવિષ્ય માટે વધુ કાર્યદક્ષ બનાવવાનો છે. વિશેષ ભૂમિકાની સુસંગતતા સાથે, જાહેર સેવકો સર્વોચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે સુનિશ્ચિત પણે તેમની કાર્યદક્ષ સેવાઓ જનતા સુધી પહોંચાડી શકશે.
આર્થિક અસરો
46 લાખ કેન્દ્રીય કર્મચારીઓને આવરી લેવા માટે આગામી 5 વર્ષમાં એટલે કે 2020-21થી 2024-25 સુધીમાં રૂ.510.86 કરોડ ખર્ચવામાં આવશે.આ ખર્ચ માટે 50 મિલિયન અમેરિકી ડૉલરની રકમ અનુસાર બહુપક્ષીય સહાય દ્વારા આંશિક અનુદાન આપવામાં આવ્યું છે. NPCSCB માટે કંપની અધિનિયમ, 2013ની ધારા 8 અનુસાર સંપૂર્ણ માલિકીનું સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (SPV) તૈયાર કરવામાં આવશે.SPV એક “બિન નફાકારક” કંપની રહેશે અને તે iGOT- કર્મયોગી પ્લેટફોર્મની માલિકી મેળવશે તેમજ તેનું વ્યવસ્થાપન કરશે. SPV દ્વારા સામગ્રી, બજાર સ્થળનું સર્જન અને પરિચાલન કરવામાં આવશે અને સામગ્રીની માન્યતા, સ્વતંત્ર અધિકારી દ્વારા આકલન અને ટેલિમેટ્રી ડેટાની ઉપલબ્ધતા સંબંધિત iGOT- કર્મયોગી પ્લેટફોર્મની મુખ્ય વ્યાવસાયિક સેવાઓનું વ્યવસ્થાપન કરવામાં આવશે. SPV ભારત સરકાર વતી તમામ બૌદ્ધિક સંપદાઓની માલિકીનો અધિકાર ધરાવશે.યોગ્ય દેખરેખ અને મૂલ્યાંકન માળખું તૈયાર કરવામાં આવશે જેથી iGOT- કર્મયોગી પ્લેટફોર્મના તમામ વપરાશકર્તાની કામગીરીનું મૂલ્યાંકન થઇ શકે જેથી મુખ્ય કામગીરી સૂચકાંકોને જોવા માટે ડેશબોર્ડ તૈયાર કરી શકાય.
પૃષ્ઠભૂમિ
જાહેર સેવાઓક્ષમતાઓ, વિપુલ સંખ્યામાં વૈવિધ્યપૂર્ણ સેવાઓ પૂરી પાડવામાં, કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણ અને સુશાસન માટે પાયાની કામગીરીઓ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જાહેર સેવા ક્ષમતામાં પરિવર્તનકારી બદલાવ મૂળરૂપે કામની સંસ્કૃતિમાં પરિવર્તન, જાહેર સંસ્થાઓના મજબૂતીકરણ અને જાહેર સેવા ક્ષમતાઓના નિર્માણમા અદ્યતન ટેકનોલોજી અપનાવવા જેવી બાબતોને લિંક કરીને અસર ઉભી કરવાનો પ્રસ્તાવ છે જેમાં એકંદરે નાગરિકોને કાર્યદક્ષ સેવાઓ પૂરી પાડવાનો હેતુ છે.
આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ પસંદગીના કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, અગ્રણી જાહેર માનવ સંસાધન પ્રેક્ટિશનરો, વિચારકો, વૈશ્વિક ચિંતન અગ્રણીઓ અને જાહેર સેવા કામગીરીઓને સમાવતી જાહેર માનવ સંસાધન પરિષદ જાહેર સેવા સુધારા અને ક્ષમતા નિર્માણના કાર્યો માટે વ્યૂહાત્મક દિશાસૂચન આપવા માટે સર્વોચ્ચ સંગઠન તરીકે સેવા આપશે.
SD/GP/BT