પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2021-22થી 2025-26 સુધીનાં ગાળા દરમિયાન કુલ રૂ.1179.72 કરોડનાં ખર્ચે ‘મહિલાઓની સુરક્ષા‘ પર અમ્બ્રેલા યોજનાનાં અમલીકરણને ચાલુ રાખવાની ગૃહ મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપી હતી.
કુલ રૂ.1179.72 કરોડના પ્રોજેક્ટ ખર્ચમાંથી કુલ રૂ.885.49 કરોડ ગૃહ મંત્રાલય દ્વારા તેના પોતાના બજેટમાંથી પ્રદાન કરવામાં આવશે અને રૂ.294.23 કરોડનું ભંડોળ નિર્ભયા ફંડમાંથી આપવામાં આવશે.
દેશમાં મહિલાઓની સુરક્ષા કેટલાંક પરિબળોનું પરિણામ છે, જેમ કે કડક કાયદાઓ મારફતે કડક ગુના નિવારણ, ન્યાયની અસરકારક ડિલિવરી, ફરિયાદોનું સમયસર નિવારણ અને પીડિતોને સરળતાથી સુલભ સંસ્થાકીય ટેકા માટેના માળખાનો સમાવેશ થાય છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધ સાથે સંબંધિત બાબતોમાં ભારતીય દંડ સંહિતા, અપરાધિક કાર્યરીતિ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમમાં સંશોધન દ્વારા કડક નિવારણની જોગવાઈ કરવામાં આવી હતી.
મહિલા સુરક્ષાની દિશામાં ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી અનેક પરિયોજનાઓનો શુભારંભ કર્યો છે. આ પ્રોજેક્ટ્સના ઉદ્દેશોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના કિસ્સામાં સમયસર હસ્તક્ષેપ અને તપાસ સુનિશ્ચિત કરવા માટે રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશોમાં તંત્રને મજબૂત કરવું તથા આ પ્રકારની બાબતોમાં તપાસ અને અપરાધ નિવારણમાં ઉચ્ચ કાર્યદક્ષતા સામેલ છે.
ભારત સરકારે “મહિલાઓની સુરક્ષા” માટે અમ્બ્રેલા યોજના હેઠળ નીચેના પ્રોજેક્ટ્સ ચાલુ રાખવાની દરખાસ્ત રજૂ કરી છે:
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com