Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત સરકારના રેલવે મંત્રાલયઅને યુરોપિયન યુનિયનના ડિરેક્ટોરેટ જનરલ ઑફ મોબિલીટી એન્ડ ટ્રાન્સપોર્ટ વચ્ચેના સહયોગની વહિવટી વ્યવસ્થાને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીની અધ્યક્ષતામાંમંત્રીમંડળે ભારતના રેલવે મંત્રાલય અને યુરોપિયન યુનિયનના મોબિલીટી એન્ડ ટ્રાન્સપોર્ટક્ષેત્રનાડિરેક્ટોરેટ જનરલવચ્ચેરેલવેના ક્ષેત્રમાંભવિષ્યના ટેકનિકલ આદાન-પ્રદાનઅને સહયોગને મજબૂત બનાવવા માટેની વહિવટી વ્યવસ્થાના મંજૂરી આપી છે.

અમલીકરણની વ્યુહરચના અને લક્ષ્યાંકો

આ વહિવટી વ્યવસ્થા પરતા. 3જી સપ્ટેમ્બર, 2019ના રોજહસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વહિવટી વ્યવસ્થાને કારણે નીચ દર્શાવેલાં મહત્વનાં ક્ષેત્રોમાંકેન્દ્રિતસહયોગ માટેનુ માળખુ પૂરૂ પાડી શકાશે:-

  1. રેલવેમાં સુધારા અને નિયમન અંગેના માળખાને અને ખાસ કરીને યુરોપિયન યુનિયનના ખાસ કરીને વૈધાનિક માળખાને આધારેસલામતી,ઈન્ટરઓપરેબિલીટી, આર્થિક સુશાસન અને રેલવેના લાંબા ગાળાનીસ્થીરતા પર ભાર મૂકીનેસુધારા અને નિયમનનેઆગળ વધારી શકાશે.
  2. સ્ટાન્ડર્ડાઈઝેશનના લાભની સાથે સાથે સુસંવાદિતા ધરાવતા અમલીકરણની આકારણી તથા રેલવે માટેનીવસ્તુઓ મેળવવાની પ્રક્રિયાનો આર્થિક દેખાવ
  3. રેલવેની સલામતી
  4. સિગ્નલીંગ કન્ટ્રોલ સિસ્ટમ (યુરોપિયન ઈઆરટીએમએસ સિસ્ટમ સહિત)
  5. ઈન્ટરમોડાલીટી અને ટ્રાન્સપોર્ટઈનફ્રાસ્ટ્રકચરનુ નેટવર્ક
  6. ઈનોવેશન અને ડીજીટાઈઝેશન
  7. આંતરરાષ્ટ્રીય રેલવે કન્વેન્શન્સ અને સ્ટાન્ડર્ડાઈઝેશનની સંસ્થાઓ વચ્ચે અનુભવોનુ આદાન પ્રદાન
  8. રેલવેનાં આર્થિક, સામાજીક અને પર્યાવરણલક્ષી પાસાંમાં લાંબાગાળાની નીતિઓ

પૂર્વભૂમિકા

રેલવે મંત્રાલયેપરદેશની વિવિધ સરકારો સાથે નિર્દેશિત ક્ષેત્રોમાં ટેકનિકલ સહયોગ માટે એમઓયુ/ એમઓસી કર્યા છે. જેમાં હાઈ સ્પીડ રેલવે, વર્તમાન રૂટની ઝડપમાં વધારો કરવો, વિશ્વ સ્તરનાં સ્ટેશનોની સ્થાપના કરવી, લાંબા અંતરની કામગીરીનું સંચાલનકરવુ તથા રેલવેની માળખાગત સુવિધાઓના આધુનીકરણનો સમાવેશ જેવા પરસ્પર હિતનાં ક્ષેત્રોમાંરેલવે ટેકનોલોજી અને સંચાલન, જ્ઞાનનુ આદાન પ્રદાન, ટેકનિકલ મુલાકાતો, તાલિમ, સેમિનાર અને વર્કશોપ્સ જેવી બાબતોમાં માહિતીના આદાન પ્રદાન અને સહયોગનો સમાવેશ થાય છે.

એમઓયુ/એમઓસી વડે હસ્તાક્ષર કરનારને રેલવે સેક્ટરમાં જ્ઞાન અને હાલની ગતિવિધિઓચોકકસ ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં પરામર્શઅંગે અને તેની મારફતે ટેકનિકલ નિષ્ણાતો,અહેવાલો અને દસ્તાવેજોનો વિનિમય તથા જ્ઞાનના આદાન પ્રદાન અનેઅન્ય પરામર્શ માટેનુ મંચ પૂરૂ પાડી શકાશે.

 

DS/RP