પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને સિંગાપોર વચ્ચે ફિનટેક પર સંયુક્ત કાર્ય જૂથ (જેડબલ્યુજી) રચવા પર જૂન, 2018માં હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારો (એમઓયુ)ને પૂર્વવતી અસર સાથે પોતાની મંજૂરી આપી દીધી છે.
લાભઃ
ભારત અને સિંગાપુર વચ્ચે ફિનટેક પર સંયુક્ત કાર્ય જૂથની રચના બંને દેશો વચ્ચે ફિનટેકનાં ક્ષેત્રમાં સહયોગ માટે કરવામાં આવી છે. ભારત અને સિંગાપોર વચ્ચે સહયોગ સ્થાપિત કરવાથી બંને દેશોનાં એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એપીઆઈ), રેગ્યુલેટરી સેન્ડબોક્સ, ચુકવણીમાં સુરક્ષા અને ડિજિટલ રોકડ પ્રવાહ, ઇલેક્ટ્રોનિક હસ્તાંતરણ માટે રુપે-નેટવર્ક (એનઇટીએસ)ને સમાવવું, યુપીઆઈ ફાસ્ટ પેમેન્ટ લિન્ક, આસિયાન ક્ષેત્રમાં આધાર સ્ટેક અને ઇ-કેવાયસી તથા નિયમોમાં સહયોગ, નાણાકીય બજારો અને વીમા ક્ષેત્ર તતા સેન્ડબોક્સ મોડલ માટે સમાધાનો વિકસાવવાનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવાનો લાભ મળશે.
જેડબલ્યુજીનું ક્ષેત્ર અને કાર્ય મર્યાદાઓ:
ભારત અને સિંગાપુરમાં નાણાકીય ટેકનોલોજી ઉદ્યોગ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે
3. આંતરરાષ્ટ્રીય માપદંડોનો વિકાસ
(ક) એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એપીઆઈ) અને ધારાધોરણોની રચનાને પ્રોત્સાહન આપવું, જે ભારત અને સિંગાપોરમાં જાહેર વ્યવસ્થામાં તૈયાર એપીઆઈ સાથે આંતરકાર્યક્ષમ હોય.
(ખ) ભારત અને સિંગાપોર વચ્ચે નીચેનાં ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન
GP/RP