પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રજાસત્તાક ભારત સરકાર અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કરવા અને તેને બહાલી આપવા માટે મંજૂરી આપી છે.
આ સંધિથી રોકાણકારો, ખાસ કરીને મોટા રોકાણકારોનો વિશ્વાસ વધશે તેવી અપેક્ષા છે, જેના પરિણામે વિદેશી રોકાણો અને ઓવરસીઝ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (ઓડીઆઇ)ની તકોમાં વધારો થશે અને તેનાથી રોજગારીનાં સર્જન પર સકારાત્મક અસર થઈ શકે છે.
આ મંજૂરીથી ભારતમાં રોકાણમાં વધારો થવાની અપેક્ષા છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને, આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કરીને, નિકાસમાં વધારો વગેરે દ્વારા ભારતનાં લક્ષ્યાંકને સાકાર કરવામાં મદદ મળશે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com