Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને શ્રીલંકા વચ્ચે મેડિસિન અને હોમિયોપેથીની પરંપરાગત વ્યવસ્થામાં સહકાર માટે થયેલા સમજૂતીકરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારત સરકારના આયુષ મંત્રાલય અને લોકતાંત્રિક સમાજવાદી પ્રજાસત્તાક શ્રીલંકાની સરકારના સ્વાસ્થ્ય, પોષણ અને સ્વદેશી ઉપચાર મંત્રાલય વચ્ચે મેડિસિન અને હોમિયોપેથીની પરંપરાગત વ્યવસ્થામાં સહકાર માટે સમજૂતીકરાર (એમઓયુ) પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી છે.

પ્રસ્તાવિત એમઓયુ પર હસ્તાક્ષર પરંપરાગત મેડિસિન અને હોમિયોપેથીના ક્ષેત્રમાં બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સહકાર વધારશે. આ એમઓયુ તેમના સંયુક્ત સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને બંને દેશો માટે મહત્વપૂર્ણ રહેશે.

તેમાં વધારાનું કોઈ નાણાકીય ભારણ સંકળાયેલ નથી. સંશોધન, તાલીમ અભ્યાસક્રમો, કોન્ફરન્સ/બેઠકો યોજવા જરૂરી નાણાકીય સંસાધનો હાલ ફાળવવામાં આવેલા બજેટને પૂર્ણ કરશે અને આયુષ મંત્રાલયની વર્તમાન યોજનાઓ માટે નાણાકીય સ્ત્રોતો પૂરા પાડશે.

બંને દેશો દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર થયા પછી બંને પક્ષો વચ્ચે તાત્કાલિક પ્રવૃત્તિઓ શરૂ થશે. એમઓયુની શરતો મુજબ બંને દેશો વચ્ચે પહેલો હાથ ધરવામાં આવશે. અને એમઓયુ અમલમાં રહેશે ત્યાં સુધી સતત પ્રક્રિયા ચાલુ રહેશે.

પૃષ્ઠભૂમિ:

ભારતને ઔષધીય છોડ સહિત પરંપરાગત ચિકિત્સાની સુવિકસિત વ્યવસ્થાનું વરદાન છે, જે વૈશ્વિક સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણી સંભવિતતા ધરાવે છે. શ્રીલંકા પરંપરાગત ચિકિત્સાનો લાંબો ઇતિહાસ પણ ધરાવે છે. આયુર્વેદ, સિદ્ધ, યુનાની, યોગ અને નેચરોપેથી અને હોમિયોપેથી શ્રીલંકામાં મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંબંધિત ઉપચાર વ્યવસ્થા છે. બંને દેશો ઉપચારની આયુર્વેદ, સિદ્ધ અને યુનાની વ્યવસ્થાના સંબંધમાં સહિયારો વારસો ધરાવે છે. ઉપરાંત મોટી સંખ્યામાં ઉપચાર છોડ અસ્તિત્વમાં છે, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં જોવા મળે છે, જે બંને દેશોના સમાન ભૌગોલિક આબોહવાના પરિબળોમાં સામાન્ય છે.

ભારત અને શ્રીલંકા કેટલીક સાંસ્કૃતિક, ઐતિહાસિક, ભાષાકીય અને સાહિત્યિક સમાનતા ધરાવે છે. બંને દેશોનો સંયુક્ત સાંસ્કૃતિક અને સભ્યતાનો વારસો તથા બંને દેશોના નાગરિકો વચ્ચે વિસ્તૃત સીધું આદાનપ્રદાન વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી તથા બંને દેશો વચ્ચે સંવાદી દ્વિપક્ષીય સંબધોનું નિર્માણ કરવાનો પાયો પ્રદાન કરે છે.

આયુષ મંત્રાલયે વૈશ્વિક સ્તરે ભારતીય ઉપચાર પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાની કામગીરીના ભાગરૂપે 11 દેશો સાથે એમઓયુ કરીને અસરકારક પગલા ભર્યા છે. આ દેશો છે – સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ઓફ ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન (એસએટીસીએમ), પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના; મલેશિયાની સરકાર; પ્રજાસત્તાક ત્રિનિદાદ અને ટોબેગો સરકારનું આરોગ્ય મંત્રાલય; માનવ સંસાધન મંત્રાલય, હંગેરીની સરકાર; આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય, પ્રજાસત્તાક બાંગ્લાદેશની સરકાર; આરોગ્ય અને વસતિ મંત્રાલય, નેપાળ સરકાર; આરોગ્ય અને જીવન ગુણવત્તા મંત્રાલય, મોરેશિયસની સરકાર; આરોગ્ય અને રમતગમત મંત્રાલય, મોંગોલિયાની સરકાર; આરોગ્ય અને મેડિકલ ઉદ્યોગ મંત્રાલય, તુર્કમેનિસ્તાન; આરોગ્ય અને રમતગમત મંત્રાલય, મ્યાન્મારની સરકાર તથા પરંપરાગત ઉપચારના ક્ષેત્રમાં સહકાર માટે જર્મન સમવાય પ્રજાસત્તાકના આરોગ્ય મંત્રાલય સાથે સંયુક્ત ઇરાદાનું જાહેરનામું.

TR