પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત સરકારના ટપાલ વિભાગ અને રશિયા પોસ્ટ (રશિયન ફેડરેશનની જોઈન્ટ સ્ટોક કંપની “મરકા”) વચ્ચે ટપાલ ક્ષેત્રે સહયોગ હાથ ધરવા તથા ટપાલ ટિકીટો બહાર પાડવા માટે પારસ્પરિક લાભના કાર્યલક્ષી ઉત્કૃષ્ટતા દર્શાવવા અંગેના કરાર પર હસ્તાક્ષર કરાયા હોવાની જાણકારી આપવામાં આવી હતી.
ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પરસ્પરના હિતો અંગે વ્યાપક સમજથી પ્રેરિત છે અને તે દ્વિપક્ષીય સહયોગનાં લગભગ તમામ ક્ષેત્રોમાં ભાગીદારીનો ફાયદો લઇ રહ્યાં છે.
RP