પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે જમીન સરહદ પાર કરવાનાં મુદ્દે ભારત અને મ્યાનમાર વચ્ચે થયેલી સમજૂતીને મંજૂરી આપી છે.
આ સમજૂતી બંને દેશોનાં સરહદી વિસ્તારોમાં રહેતાં સાધારણ લોકો માટે હાલ સ્વતંત્ર રીતે થતી અવરજવરનાં અધિકારોનાં નિયમન અને સમન્વય કરવાની સુવિધા આપશે. તે માન્ય પાસપોર્ટ અને વિઝાનાં આધારે લોકોની અવરજવરની સુવિધા પણ આપશે, જે બંને દેશો વચ્ચે આર્થિક અને સામાજિક આદાનપ્રદાનને વધારશે.
આ સમજૂતી ભારત-મ્યાનમાર સરહદો પર લોકોની અવરજવરની વ્યવસ્થાને સક્ષમ બનાવે છે. આ સમજૂતીથી ભારતનાં ઉત્તર પૂર્વનાં રાજ્યનાં લોકો અને મ્યાનમાર નાં લોકો વચ્ચે જોડાણ અને આદાનપ્રદાનમાં વધારો થશે એવી અપેક્ષા છે.
આ સમજૂતી ઉત્તર પૂર્વનાં અર્થતંત્રને પ્રોત્સાહન આપશે તથા વેપાર અને લોકો વચ્ચેનાં સંબંધોને પ્રોત્સાહન આપવા મ્યાનમાર સાથે આપણાં ભૌગોલિક જોડાણમાં વધારો કરશે.
આ સમજૂતી સરહદને સમાંતર રહેતાં મોટાં જનજાતીય સમુદાયોનાં પરંપરાગત અધિકારોનું રક્ષણ કરશે, જે જમીન સરહદ પર સ્વતંત્ર રીતે અવરજવર કરવા ટેવાયેલા છે.
NP/J.Khunt/GP/RP