પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને માલદીવ્સ વચ્ચે વિઝા વ્યવસ્થાની સુવિધા પરની સમજૂતી કરારને પૂર્વવર્તી અસરથી મંજૂરી આપી દીધી છે. આ કરાર પર ડિસેમ્બર 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
માલદીવના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવેલ વિઝા સુવિધા કરારનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે લોકોનો લોકો સાથેનો સંબંધ વધુ મજબૂત અને ઊંડો કરવાનો છે જેથી કરીને માલદીવ અને ભારતનાં લોકો માટે પ્રવાસન, મેડિકલ સારવાર, શિક્ષણ અને સાથે–સાથે ઉદ્યોગ અને રોજગાર માટે એકબીજાના દેશોની મુસાફરી કરવાનું સરળ બનાવી શકાય. આ કરાર પ્રવાસન, મેડિકલ અને મર્યાદિત વેપારી ઉદ્દેશ્યો માટે 90 દિવસના વિઝા મુક્ત મુસાફરીની પરવાનગી આપે છે. આ ઉપરાંત મેડિકલ વિઝામાં અને સાથે–સાથે વિદ્યાર્થીઓના વાલીઓ અને એકબીજાના દેશમાં રોજગારી શોધી રહેલા લોકો માટે તે આ પ્રકારના વિઝા મુક્ત પ્રવેશને સુગમ કરી આપે છે.
પૂર્વભૂમિકા:
ભારત અને માલદીવ લાંબા સમયની અને પારંપરિક મિત્રતા ધરાવે છે. લોકોથી લોકો વચ્ચેનો ઘનિષ્ઠ સંબંધ ભારત અને માલદીવ વચ્ચેના ખાસ દ્વિપક્ષીય સંબંધના મજબૂત પાયાને તૈયાર કરે છે કે જેણે નવા ચૂંટાયેલા માલદીવના રાષ્ટ્રપતિ શ્રીમાન ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના સત્કાર સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવેમ્બર 2018ની માલેની મુલાકાત દરમિયાન અને ત્યારબાદ ડિસેમ્બર 2018માં માલદીવના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન સકારાત્મક ગતિ પકડી હતી.
NP/J.Khunt/GP/RP