પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં આરોગ્યનાં ક્ષેત્રમાં સહયોગ માટે ભારત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને પૂર્વોત્તર મંજૂરી આપી દેવાઈ છે. આ સમજૂતીકરાર પર બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી અને સહઅધ્યક્ષ શ્રી બિલ ગેટ્સની ભારત યાત્રા દરમિયાન નવેમ્બર, 2019માં હસ્તાક્ષર કર્યા હતા.
આ સમજૂતીકરાર અંતર્ગત નીચેનાં ક્ષેત્રોમાં સહયોગની વ્યવસ્થા કરવામાં આવી છેઃ
1. માતાઓ, નવજાત બાળકો અને બાળકોનાં મૃત્યુદરમાં ઘટાડો કરવા અને પોષણ સેવાઓને શ્રેષ્ઠ બનાવવા માટે રસીકરણ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓની પહોંચ તમામ લોકો સુધી સરળ અને સુગમ બનાવવી.
2. પરિવાર આયોજનની રીતો અને ગુણવત્તાનો વિકલ્પ વધારવો. ખાસ કરીને યુવાન મહિલાઓ સુધી આ પ્રકારનાં વિકલ્પ ઉપલબ્ધ કરાવવા, જેને સરળતાપૂર્વક બદલી શકાય.
3. ટીબી અને વીએલ તથા એલએફ જેવી ચેપી બિમારીઓનાં કેસોમાં ઘટાડો કરવો.
4. ફાળવવામાં આવેલા બજેટનો ઉપયોગ કરવાની સાથે આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત માનવ સંસાધનની કુશળતા અને વ્યવસ્થાપન, પુરવઠાની મજબૂત સાંકળ અને ધ્યાન રાખવાની વ્યવસ્થાપનાં માધ્યમથી આરોગ્ય વ્યવસ્થાને સશક્ત બનાવવી.
સમજૂતીકરારોની વ્યવસ્થાઓને લાગુ કરવા અને સહયોગનાં ક્ષેત્રોનું વિસ્તૃત વિવરણ નક્કી કરવા માટે એક કાર્યક્રમ અમલીકરણ સમિતિની રચના કરવામાં આવશે.
NP/GP/DS