Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઓડિયો વિઝ્યુઅલ સહ-ઉત્પાદન પર સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને બાંગ્લાદેશના ઓડિયો વિઝ્યુઅલ સહ-ઉત્પાદન પર થયેલી સમજૂતીને મંજૂરી આપવામાં આવી હતી.

 સમજૂતીની ખાસયિતો

  • સમજૂતીમાં ફિલ્મો, ડોક્યુમેન્ટરી અને એનિમેશન ફિલ્મોનાં સહ-ઉત્પાદનને આવરી લેવામાં આવશે.

 

  • પ્રસ્તાવિત સમજૂતીને અનુરૂપ થયેલ ઓડિયા-વિઝ્યુઅલ સહ-ઉત્પાદનને તમામ લાભ મેળવવાનો

અધિકાર હશે, જે તેમના કાયદા અને નીતનિયમો સાથે સુસંગત રીતે બંને દેશો દ્વારા કોઈ પણ રાષ્ટ્રીય ઓડિયો-વિઝ્યુઅલ કાર્ય મુજબ હોઈ શકે છે.

 

  • તે બંને દેશો વચ્ચે કળા અને સંસ્કૃતિના આદાનપ્રદાન તરફ દોરી જશે તથા બંને દેશોના લોકો વચ્ચે સંબંધો મજબૂત કરશે અને સમજણ વધારશે.

 

  • સહ-ઉત્પાદનો આપણી કુશળતાઓનું નિર્માણ કરવાની અને તેને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડશે.

 

  • તે ઓડિયો-વિઝ્યુઅલ સહ-ઉત્પાદનના ક્ષેત્રમાં કલાકારો, ટેકનિકલ અને નોન-ટેકનિકલ વ્યક્તિઓ વચ્ચે રોજગારીનાં સર્જન તરફ દોરી જશે, જેમાં પોસ્ટ-પ્રોડક્શન અને તેનું માર્કેટિંગ સામેલ છે, જેથી બંને દેશોનાં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)માં વધારો થશે.

 

  • સમગ્ર વિશ્વમાં ફિલ્મના શૂટિંગ માટે પસંદગીના સ્થળો તરીકે ભારતની વિઝિબિલિટી/સંભવિતતા વધારવા માટે ભારતીય સ્થાનિક સ્થળોનો ઉપયોગ વધારવો.

 

            અત્યાર સુધી ભારતે ઇટાલી, બ્રિટન, જર્મની, બ્રાઝિલ, ફ્રાંસ, ન્યૂઝિલેન્ડ, પોલેન્ડ, સ્પેન, કેનેડા, ચીન અને પ્રજાસત્તાક કોરિયા સાથે થયેલી ઓડિયો-વિઝ્યુઅલ સહ-ઉત્પાદન સમજૂતી કરી છે.

 

AP/J.Khunt/GP