Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે કસ્ટમ સાથે સંબંધિત બાબતોમાં સહકાર સ્થાપિત કરવા અને પરસ્પર સહયોગ માટે થયેલી સમજૂતીને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે કસ્ટમ્સ સાથે સંબંધિત બાબતોમાં સાથસહકાર સ્થાપિત કરવા અને પારસ્પરિક સહયોગ વધારવા થયેલી સમજૂતીને માન્યતા આપી હતી.

 

આ સમજૂતીથી કસ્ટમ સાથે સંબંધિત અપરાધોનું નિવારણ કરવા અને તેની તપાસ કરવા માટે પ્રસ્તુત માહિતી મેળવવામાં મદદ મળશે. વળી તેનાથી બંને દેશો વચ્ચે વેપાર-વાણિજ્યમાં વધારો થશે અને વેપારી ચીજવસ્તુઓનાં ક્લીઅરન્સમાં કાર્યદક્ષતા વધશે એવી અપેક્ષા પણ છે.

 

આ સમજૂતીનો અમલ કરવા માટે મહત્વની રાષ્ટ્રીય કાયદાકીય જરૂરિયાતો પૂર્ણ થયા પછી તેનો અમલ થશે, જેનું પાલન બંને દેશો કરશે.

 

પૃષ્ઠભૂમિઃ

આ સમજૂતી બંને દેશોનાં કસ્ટમ સત્તામંડળોને માહિતી અને ગુપ્તતાની વહેંચણી કરવા માટે કાયદેસર માળખું પ્રદાન કરશે. તે કસ્ટમનાં કાયદાઓને યોગ્ય રીતે લાગુ કરવા, કસ્ટમ સાથે સંબંધિત અપરાધોનું નિવારણ કરવા અને તેની તપાસ કરવા તથા કાયદેસર વેપારને વધારે સુલભ બનાવવામાં મદદ કરશે. બંને દેશોનાં કસ્ટમ વહીવટીતંત્રોની સંમતિ મળ્યાં પછી પ્રસ્તાવિત સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. પ્રસ્તાવિત સમજૂતીમાં ભારતીય કસ્ટમ વિભાગની ચિંતાઓ અને જરૂરિયાતો, ખાસ કરીને જાહેર થયેલ કસ્ટમ મૂલ્યની ખરાઈ પર માહિતીનું આદાનપ્રદાન અને બંને દેશો વચ્ચે વેપાર થયેલી ચીજવસ્તુઓનાં મૂળનાં પ્રમાણપત્રોની અધિકૃતતા જેવી બાબતોની વિશેષ કાળજી લેવામાં આવી છે. 

 

NP/J.Khunt/GP/RP