પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને નેધરલેન્ડ વચ્ચે સામાજિક સુરક્ષા સમજૂતી (એસએસએ)માં સુધારાને મંજૂરી આપી છે, જેમાં કથિત એસએસએમાં “કન્ટ્રી ઓફ રેસિડન્સ”નો સિદ્ધાંત સામેલ કરવામાં આવ્યો છે.
ભારત અને નેધરલેન્ડ વચ્ચેના સંશોધિત એસએસએ ભારત દ્વારા નેધરલેન્ડને કથિત સુધારાના નોટિફિકેશનની તારીખથી ત્રીજા મહિનાથી કાર્યરત થશે, ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થશે તથા વિદેશમાં કાર્યરત ભારતીય અને ડચ કંપનીઓના વિદેશમાં વેપારવાણિજ્ય કરવાના ખર્ચમાં ઘટાડો થશે, જેથી નફાકારકતા અને સ્પર્ધાત્મકતા વધશે. એસએસએ બંને દેશો વચ્ચે રોકાણના વધારે પ્રવાહને પ્રોત્સાહન આપવામાં મદદ પણ કરશે.
એસએસએ જૂન, 2010થી અત્યાર સુધી સફળતાપૂર્વક કાર્યરત રહી છે અને તે નેધરલેન્ડમાં કાર્યરત ભારતીયોને લાભદાયક છે.
નેધરલેન્ડમાં મૃત્યુ પામનાર ભારતીય કામદાર અને તેના જીવનસાથી અને બાળકો ભારતમાં રહેતા હોય.
નેધરલેન્ડમાં કામગીરી દરમિયાન વિકલાંગ થનાર અને ભારત પરત ફરનાર ભારતીય કામદાર.
સામાજિક સુરક્ષાનો નવો કાયદો સ્વીકાર્યા પછી નેધરલેન્ડે વિનંતી કરી હતી કે ભારત દ્વિપક્ષીય એસએસએ સુધારવા સંમત થાય, કારણ કે આ પ્રકારનો સુધારો નેધરલેન્ડના રાષ્ટ્રીય કાયદા મુજબ જરૂરી રહેશે.
વર્તમાન એસએસએ ઉપરોક્ત પરિવર્તનની મર્યાદામાં સુધારો કરે છે.
પૃષ્ઠભૂમિ
AP/J.Khunt/TR/GP