પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં કેન્દ્રિય મંત્રીમંડળે જળ સંસાધનોના વ્યવસ્થાપન અને વિકાસમાં દ્વિપક્ષીય સહકાર માટે ભારત અને તાન્ઝાનિયા વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
સહકારના સંવર્ધિત ક્ષેત્રોમાં જળ સંચય, સપાટી તથા ભૂગર્ભજળના વ્યવસ્થાપન અને વિકાસ તથા એક્વિફાયર રિચાર્જ સામેલ છે. સરકાર નિષ્ણાતોના આદાનપ્રદાન, તાલીમ કાર્યક્રમોની સંસ્થા, અભ્યાસ પ્રવાસો અને ઉપર ઉલ્લેખિત ક્ષેત્રોમાં ક્ષમતાવર્ધન માટે પ્રાયોગિક અભ્યાસોના પ્રદર્શન સહિત અન્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. આ એમઓયુ હેઠળ પ્રવૃત્તિઓ પર નજર રાખવા એક સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવામાં આવશે.
પૃષ્ઠભૂમિ:
જળ સંસાધન, નદી વિકાસ અને ગંગાના જીર્ણોદ્ધારનું મંત્રાલયે (ડબલ્યુઆર, આરડીએન્ડજીઆર) જળ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપનમાં અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સહકારની પરિકલ્પના કરી છે. આ મુખ્યત્વે નીતિગત અને ટેકનિકલ કુશળતાની વહેંચણી, અભ્યાસક્રમો, કાર્યશાળાઓ, વૈજ્ઞાનિક અને ટેકનિકલ પરિસંવાદોના આયોજન, નિષ્ણાતોના આદાનપ્રદાન અને અભ્યાસલક્ષી પ્રવાસો મારફતે કરવામાં આવી છે.
તાન્ઝાનિયા સરકારના જળ સંસાધન, નદી વિકાસ પ્રધાને 16મી જુલાઈ, 2014ના રોજ નવી દિલ્હીની મુલાકાત લીધી હતી, જેના પગલે આ સહકારમાં વૃદ્ધિ થઈ છે. બંને પક્ષોએ જળ સંચય અને વ્યવસ્થાની પદ્ધતિઓના મુદ્દે ચર્ચા કરી હતી તથા પારસ્પરિક ચર્ચા વિચારણા પછી એમઓયુ કરવાનો નિર્ણય લીધો હતો.
J.Khunt/T