Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને ડોમિનિકન પ્રજાસત્તાક વચ્ચે સંયુક્ત આર્થિક અને વેપાર સમિતિની રચના કરવા માટેના પ્રોટોકોલને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારતનાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને ડોમિનિકન પ્રજાસત્તાકનાં વિદેશી બાબતોનાં મંત્રાલય વચ્ચે જોઇન્ટ ઇકોનોમિક એન્ડ ટ્રેડ કમિટી (જેટકો)ની સ્થાપના માટે પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવા માટેનાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

ભારત અને ડોમિનિકન પ્રજાસત્તાક વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા છે અને તમામ ક્ષેત્રોમાં તે વધુ ગાઢ બની રહ્યા છે. અત્યારે ભારત અને ડોમિનિકન રિપબ્લિક વચ્ચે વેપાર અને વાણિજ્ય પર કોઈ દ્વિપક્ષીય સંસ્થાકીય વ્યવસ્થા નથી. ભારત મુખ્યત્વે ડોમિનિકન રિપબ્લિકમાંથી સોનાની આયાત કરે છે અને તેમને ફાર્માસ્યુટિકલ્સ, દરિયાઇ ઉત્પાદનો, મોટર વાહનો, ટુ અને થ્રી વ્હીલર્સ વગેરેની નિકાસ કરે છે.

જેટકોની સ્થાપના ભારત અને ડોમિનિકન રિપબ્લિક વચ્ચે આર્થિક જોડાણને મજબૂત કરશે તથા મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે તથા ચર્ચા, માહિતી, જ્ઞાન અને વિચારોનાં આદાનપ્રદાન માટે એક મંચ પ્રદાન કરશે, જેનાં પરિણામે વેપાર અને ઉદ્યોગને સુવિધા મળશે. પ્રોટોકોલ મોટા લેટિન અમેરિકન અને કેરેબિયન બજારો માટે અસરકારક પ્રવેશદ્વાર બની શકે છે.

આ સંયુક્ત સમિતિ વિવિધ સત્તામંડળો અને તેમના સમકક્ષો વચ્ચે માહિતીના આદાનપ્રદાન માટે મંચ પ્રદાન કરશે. તેનાથી ચીજવસ્તુઓ અને સેવાઓનાં વેપારને સરળ બનાવવામાં મદદ મળશે તથા તેનાં પરિણામે બંને દેશોમાં વ્યાવસાયિકો માટે રોજગારીની તકો વધારવામાં મદદ મળશે.

જેટકોની સ્થાપના પારસ્પરિક સંવાદનાં ભારતીય ઉત્પાદનોની નિકાસમાં પડકારોને ઘટાડવાની સુવિધા આપશે તથા ભારતમાં ઉત્પાદિત ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ્સ અને એન્જિનીયરિંગ ચીજવસ્તુઓની નિકાસને પ્રોત્સાહન આપવા માટેનો માર્ગ મોકળો કરશે, જે ભારત માટે વિદેશી હૂંડિયામણની વધારે આવક તરફ દોરી જશે.

YP/JD