પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારત અને જ્યોર્જિયા વચ્ચે થયેલી હવાઈ સેવા સમજૂતી (એએસએ)ને મંજૂરી આપવામાં આવી હતી.
બંને દેશો વચ્ચે થયેલી આ સમજૂતી લેટેસ્ટ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઇસીએઓ) ટેમ્પ્લેટ પર આધારિત છે, જે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં થયેલા ફેરફેરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે હવાઈ જોડાણ વધારવાનો છે. અત્યારે બંને દેશો વચ્ચે હવાઈ સેવાની સમજૂતી અસ્તિત્વ ધરાવતી નથી. એએસએ બે દેશો વચ્ચે કોઈ પણ હવાઈ કામગીરી માટે મૂળભૂત કાયદેસર માળખું છે.
આ સમજૂતી બંને દેશો વચ્ચે હવાઈ જોડાણ સ્થાપિત કરવામાં મદદ કરશે.
હવાઈ સેવા સમજૂતીની ખાસિયતો નીચે મુજબ છેઃ
ભારત અને જ્યોર્જિયા વચ્ચે હવાઈ સેવા સમજૂતી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં વિકાસને અનુરૂપ બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને વેગ આપવાની સંભવિતતા ધરાવે છે. તે સંવર્ધિત અને સાતત્યપૂર્ણ જોડાણ માટે વાતાવરણ ઊભું કરશે, ત્યારે બંને દેશોની એરલાઇન્સની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાણિજ્યિક તકો પૂરી પાડશે.
AP/J.Khunt/GP