Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને ઓમાન વચ્ચે બાહ્ય અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે થયેલા સમજૂતિના કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં મળેલા મંત્રીમંડળને, ભારતનું પ્રતિનિધિત્વ ધરાવતા ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો) અને ઓમાનનું પ્રતિનિધિત્વ કરતા પરિવહન અને સંદેશા વ્યવહાર મંત્રાલય વચ્ચે ફેબ્રુઆરી 2018માં મસ્કતમાં બાહ્ય અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે થયેલી સમજૂતિની જાણ કરવામાં આવી હતી.

 વિગતો:

  • આ સમજૂતિ હેઠળ સહયોગનાં જે ક્ષેત્રો આવરી લેવામાં આવ્યાં છે તે મુજબ પૃથ્વીના રિમોટ સેન્સિંગ સહિત અંતરિક્ષ વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉપયોગિતા, સેટેલાઈટ આધારિત નેવિગેશન, અંતરિક્ષ વિજ્ઞાન, ગ્રહોને લગતી તપાસ, અંતરિક્ષ યાન અને અંતરિક્ષ પ્રણાલીનો ઉપયોગ તથા અંતરિક્ષ ટેકનોલોજીના ઉપયોગનો સમાવેશ થાય છે.
  • આ સમજૂતિને આધારે ડીઓએસ/ઈસરોમાંથી તથા પરિવહન અને સંદેશા વ્યવહાર મંત્રાલયના સભ્યોને લઈને સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવશે. તેના દ્વારા સમયના માળખા અને આ સમજૂતિના કરારના અમલીકરણ માટેનાં સાધનો સહિતની કાર્ય યોજના તૈયાર કરવામાં આવશે.
  • આ કરારથી પૃથ્વીના રિમોટ સેન્સિંગ અંગે નવી સંશોધન પ્રવૃત્તિ તથા ઉપયોગિતા, સેટેલાઈટ નેવિગેશન, અવકાશ વિજ્ઞાન તથા બાહ્ય અવકાશ અંગેના સંશોધનની સંભાવનાઓને વેગ મળશે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકો:

હસ્તાક્ષર કરાયેલ આ સમજૂતિના કરારની જોગવાઈઓના આધારે સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવશે, જે સમયના માળખા સહિત કાર્યસૂચિના આયોજનનું તથા અમલિકરણનાં સાધનોનું માળખુ તૈયાર કરશે.

લાભ:

આ સમજૂતિ કરારને આધારે સ્પેસ ટેકનોલોજીની ઉપયોગિતાને ક્ષેત્રે માનવજાતના લાભાર્થે સંયુક્ત પ્રવૃત્તિ વિકસાવવામાં આવશે. જેથી તમામ વિભાગો અને પ્રદેશોને તેનો લાભ મળશે.

અસર :

આ સમજૂતિ કરાર મારફતે ઓમાનની સલ્તનત સાથે સહયોગથી માનવતાના લાભાર્થે અંતરિક્ષ ટેકનોલોજીની ઉપયોગિતા માટે સંયુક્ત પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવશે.

પશ્ચાદભૂમિકા :

  • ઓમાન સલ્તનતે અંતરિક્ષ કાર્યક્રમ તૈયાર કરવા માટે ભારતની અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) સાથે સહયોગની ઈચ્છા દર્શાવી હતી. ઓમાનના સંદેશા વ્યવહાર વિભાગના 4 સભ્યોના બનેલા એક પ્રતિનિધિમંડળે ઈસરોની માર્ચ 2011માં મુલાકાત લીધી હતી અને ઈસરોના સભ્યો સાથે પરામર્શ કર્યો હતો અને ઈસરોની ટેકનિકલ સુવિધાઓની મુલાકાત લીધી હતી. ઓમાન સલ્તનત દ્વારા ભારતના ઓમાન ખાતેના રાજદૂત સમક્ષ મે, 2016માં ઈસરો સાથે અંતરિક્ષ ક્ષેત્રે સહયોગ માટે રસ દર્શાવવામાં આવ્યો હતો.
  • આ મુજબ બંને પક્ષો પરસ્પરની સંમતિથી સમજૂતિ કરારના સ્વરૂપ સાથે સહમત થયા હતા અને આ કરાર પર ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) અને ઓમાન સલ્તનતની સરકારનું પ્રતિનિધિત્વ કરતા પરિવહન અને સંચાર મંત્રાલય દ્વારા મસ્કતમાં તા. 11 ફેબ્રૂઆરી, 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

NP/J.Khunt/RP